હવે ખમી જા બાપ, કોરોનાએ 24 દિવસમાં 4 સગાભાઈ સહિત પરિવારના 8 સભ્યનો ભોગ લીધો, એકસાથે પાંચનું તેરમું

હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. જો કે બીજી લહેર ધીમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. છતાં પણ લોકોનો મોતને સિલસિલો યથાવત રહ્યો છે. રોજ નવા નવા પરિવારનો માળો વિંખાઈ રહ્યો છે. ત્યારે હવે જે કિસ્સો સામે આવ્યો એમાં કંઈક અલગ જ જોવા મળ્યું છે અને સાંભળીને દરેક લોકોનું કાળજું કંપી ઉઠ્યું છે. તો આવો વિગતે વાત કરીએ આ કિસ્સા વિશે.

આ વાત છે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની કે જ્યાં આવો એક પરિવાર છે કે જેની વ્યથા હાલમાં આખો દેશ સાંભળી રહ્યો છે. કોવિડ મહામારીએ આ પરિવારના 7 સભ્યનો ભોગ લીધો છે. જ્યારે પરિવારના એક વૃદ્ધનું આ દુખદ સ્થિતિને સહન નહીં કરી શકતાં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ માહિતી મળી રહી છે કે સોમવારે એકસાથે પરિવારના 5 સભ્યના તેરમાની વિધિ કરવામાં આવી. આ પૈકી ચાર સગા ભાઈ હતા.

ટૂંકમાં કોરોનાના કારણે પરિવારની ચાર મહિલાના સુહાગ એકસાથે ગુજરી જતાં હાહાકાર મચી ગયો છે. લખનઉ નજીક આવેલા ઈમલિયા પૂર્વા ગામમાં રહેતા ઓમકાર યાદવના પરિવાર પર કોરોનાની સૌથી મોટી ગોઝારી ઘટના સર્જાઈ છે એવું કહીએ તો એમાં ખોટું પડે એમ નથી. કારણ કે ઓમકાર કહે છે કે 22 એપ્રિલથી 15 મે સુધી તેમના પરિવારના 8 સભ્યોનાં મોત નીપજ્યાં છે. આગળ વાત કરતાં ઓમકાર યાદવ કહે છે, 24 કલાકની અંદર તેમની દાદી રૂપરાણી, માતા કમલા દેવી, ભાઈ વિજય, વિનોદ, નિરંકાર અને સત્યપ્રકાશ ઉપરાંત બહેન શૈલકુમારી, મિથલેશ કુમારીનાં મોત થયા છે.

ઓમકાર વાત કરે છે કે 25થી 28 મે વચ્ચે દરરોજ પરિવારના એક સભ્યનું મોત થતું હતું. દાદી રૂપરાણીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. કરૂણતા એવી છે કે જ્યારે મોટા ભાઈ કોરોના પોઝિટિવ આવ્યા ત્યારથી અને આઠ સભ્યોએ જીવ ગુમાવ્યો ત્યાં સુધી સરકારી વિભાગમાંથી કોઈ જ ન તેની વાત સાંભળવા ન આવ્યું. કોઈ જ પ્રકારનો કોરોનાનો ટેસ્ટ પણ ન થયો. અમે પરિવારના સભ્યોને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી ગઈ. ત્યાર બાદ પણ તેઓ બચી શક્યા નહીં

SDM BKT (લખનઉ) વિકાસ સિંહનું કહેવું છે કે જાણકારી મળ્યા બાદ SDM અને તાલુકા ટીમ ઘટનાસ્થળે ગઈ હતી, સંબંધિત પરિવારમાં કોરોનાથી જે પણ મૃત્યુ થયાં અ અંગે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે, વહીવટી તંત્ર તરફથી જે પણ મદદ થઈ શકે એ કોવિડ પ્રોટોકોલ હેઠળ કરવામાં આવશે. પરંતુ આવા કરૂણ કેસ વિશે ગામના સરપંચ મેવારામ વાત કરે છે કે આ ભયાનક ઘટના વચ્ચે સરકાર તરફથી ન તો કોઈ સેનિટાઈઝેશનની વ્યવસ્થા થઈ અને ન તો કોરોના સંક્રમણની તપાસ કરવામાં આવી. ગામમાં 50 લોકો સંક્રમિત થયા હતા. ત્યારે હવે આ કિસ્સો ભારે ચર્ચામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના ત્રીજા વેવમાં બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર-જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં અને તબીબો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આઇસીયુ બેડની સંખ્યા વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારી હોસ્પિટલો એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં પણ વિશેષ તૈયારીઓ શરૂ કરાઇ છે. આ બંને સરકારી હોસ્પિટલોમાં આઇસીયુમાં વિશેષ પેઇન્ટિંગ્સ-ડ્રોઇંગ્સ તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યારે રિકવરી રૂમમાં બાળકોને ગમતા વિવિધ રમકડાઓ અને એક રૂમમાં ટીવી મૂકવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!