આ નંબર પરથી તમારા મોબાઇલમાં વેક્સિનેશન સ્લોટ બુક કરાવવાનો મેસેજ આવે તો થઇ જજો એલર્ટ, નહિં તો…

ભારતીય કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે (સીઇઆરટી-ઇન) Corona રસીના સ્લોટ બુક કરતી નકલી એપ્લિકેશનો અંગે ચેતવણી જાહેર કરી છે. સીઇઆરટીએ કહ્યું છે કે રસી નોંધણીના નામ પર લોકોને સોશ્યલ મીડિયા અને નક્શાઓ દ્વારા નકલી એપની લિંક્સ મળી રહી છે જે ખૂબ જ જોખમી છે અને આ એપ્સ દ્વારા લોકો છેતરાય શકે છે.આજનો યુગ ટેકનોલોજી અને ડિજીટલનો યુગ છે. વિશ્વભરમાં ટેકનોલોજી અ ડિજીટલ પ્લેટફોર્મ ખુબ જ જરૂરી બની ગયા છે. તો કે કેટલાક લોકો તેનો ખોટો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે. આ ડિજીટલ યુગમાં ફાયદાની સાથે સાથે ફ્રોડમાં પણ ખુબ જ વધારો થયો છે. જેના પગલે દેશમાં ઓનલાઈન ફ્રોડ ખુબ જ વધારે પ્રમાણ થવા લાગ્યું છે.

image source

હેકર્સ લોકોની ખાનગી માહિતી અને પૈસાને ઓનલાઈન ચોરવાની તાકમાં રહે છે. ત્યારે હવે કોરોના વેક્સિનેશન સ્લોટ બુક કરવાના નામ ઉપર પણ એક ફ્રોડ થઈ રહ્યું છે. મળતી એક માહિતી મુજબ નવા ઓનલાઈન ફ્રોડમાં દાવો કરવામાં આવ્યો છે કે CoWinHelp એપથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો COVID-19 વેક્સિન બુક કરાવી કે છે. આ ફેક મેસેજ +919126874440થી યૂઝર્સને સેન્ડ કરવામાં આવી રહ્યો છે. તમે સૌથી પહેલા નોટિસ કરો કે આવા મેસેજ ભારત સરકાર તરફથી મોકલવામાં આવશે. સરકાર તરફથી ક્યારેય પણ કોઈ રેન્ડમ મોબાઈલ નંબરથી આવા કોઈ મેસેજ સેન્ડ કરવામાં આવતા નથી. જેના પગલે આ પહેલી નજરમાં ખ્યાલ આવી જાય છે કે આ મેસેજ શંકાસ્પદ છે.

image source

તમે જોઈ શકો છો કે આ ટેક્સ મેસેજમાં ઘણી ભૂલો છે. મેસેજમાં લખ્યું છે કે વેક્સિન માટે અત્યાર જ રજિસ્ટર કરો. 18 વર્ષથી વધારે ઉંમરના લોકો CoWiHelp એપની મદદથી વૈક્સિન બુક કરાવે. નીચે આપેલ લિંક દ્વારા ડાઉનલોડ કરો.આ મેસેજમાં વૈક્સીન ખોટુ લખ્યું છે. આ સિવાય CoWiHelp એપ વિશે બતાવવામાં આવ્યું છે તે એપ ઓફિશયલી હજુ સુધી બની પણ નથી. આ એપ ન તો પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે તે ન તો એપ સ્ટોર ઉપર. સરકાર પણ કહી ચૂકી છે કે CoWiHelp પોર્ટલ અથવા તો વેબસાઈટથી વેક્સિનેશન સ્લોટ બુગ કરાવી શકો છો.

image source

જેને લઈને કોઈ એપ બની નથી. તો તમે વેક્સિનેશન સ્લોટ બુક કરાવવા માંગો છો તો તમે CoWIN portal पोर्टल https://www.cowin.gov.in પરથી કરી શકો છો. હાલ સરકાર દ્વારા CoWINની કોઈપણ એપ જાહેર કરવામાં આવી નથી. તો સતર્ક રહે અને આવા ફ્રોડથી બચો.

કોરોના રસી માટે નોંધણી થાય છે

image source

કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પર રસી નોંધણી કરવામાં આવી રહી છે. ઉપરાંત, જો કોઈ એપ્લિકેશન અથવા પોર્ટલ તેવો દાવો કરે છે તો પછી તેનાથી દૂર રહો. પહેલા તમારે મોબાઈલ નંબર અને આધાર કાર્ડ દ્વારા રજિસ્ટર કરાવવું પડશે અને તે પછી તમારે એપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડશે. સ્લોટ બુક થયા બાદ તમારે કોરોના વેક્સિન લેવા સમયસર પહોંચવું પડશે.

image source

આ ઉપરાંત સરકારે Coronaવેક્સિનના સ્લોટ બુકિંગના ગેરઉપયોગને લઇને હવે ચાર અંકનો વેરિફિકેશન અંક પણ મેસેજ કરે છે. જે તમારે કોરોના વેક્સિન લેતા પૂર્વે સેન્ટરમાં દેખાડવો પડશે અને તે નંબર મેચ થયા બાદ જ તમને કોરોન વેક્સિન મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!