પીએફ ધારકો માટે મહત્વના સમાચાર: હવે ઘરે બેઠા જ થઇ જશે આ કામ, જાણી લો સરળ પ્રોસેસ અને કરો ફોલો

જો તમે પોતાના પીએફની રકમને અગાઉની કંપનીમાંથી હાલના

image source

એમ્પ્લોયર દ્વારા ખોલવામાં આવેલાં નવા ખાતામાં ટ્રાન્સફર કરવા માંગો છો તો ઘરે બેઠા સરળતાથી કરી શકો છો. EPFO પીએફ ટ્રાન્સફર કરવાની ઓનલાઈન સુવિધા પણ આપે છે. જોકે, યૂએએન નંબર આવ્યા બાદ કર્મચારીના તમામ એકાઉન્ટ એક જ જગ્યાએ રહે છે, પરંતુ પૈસા અલગ અલગ ખાતામાં રહે છે. એટલે જ જરૂરી છે કે નવી કંપની સાથે તમે પોતાનો યૂએએન નંબર શેર કરી દો. પછી નવા ખાતામાં જૂના ખાતાના પૈસા ટ્રાન્સફર કરી લો. આ પ્રક્રિયા ઓનલાઈન કરવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. ચાલો જાણીએ.

image source

એકાઉન્ટ ટ્રાંસફર કરવાની પ્રોસેસ

 EPFOના યૂનિફાઈડ મેમ્બર પોર્ટલ https://unifiedportal- mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ અને  UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઈન કરો.

image source

 લોગ ઈન પછી ‘Online Services’ પર જાઓ અને ઓપ્શન ‘one member one epf એકાઉન્ટ (ટ્રાંસફર રિક્વેસ્ટ)’ પર ક્લિક કરો.

 વર્તમાન નિયુક્તિ સાથે જોડાયેલી અંગત જાણકારી અને પીએફ એકાઉન્ટને વેરિફાઈ કરો.

image source

 ત્યાર બાદ Get Details ઓપ્શન પર ક્લિક કરો. તમારે છેલ્લી નિયુક્તિની પીએફ અકાઉન્ટ ડિટેલ્સ આપવી પડશે.

 ઓનલાઈન ક્લેમ ફોર્મને અટેસ્ટ કરવા માટે પાછલા નિયોક્તા અને વર્તમાન નિયોક્તામાંથી કોઈપણ એકને સિલેક્ટ કરો. તમે એને ઓથોરાઈઝ્ડ સિગ્રેટરી હોલ્ડિંગ DSCના આધારે પસંદ કરો.

 બન્ને માંથી કોઈપણ નિયોક્તાને પસંદ કરીને મેમ્બર આઈડી અથવા UAN આપો.

 બધાં કરતા છેલ્લે ‘Get OTP’ ઓપ્શન પર ક્લિક કરો. જેથી તમારી પાસે  UANમાં રઝિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. પછી એ ઓટીપીને નાંખીને સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.

image source

 ત્યાર પછી એક ટ્રેકિંગ આઈડી જનરેટ થશે. જેનાથી આવેદનને ટ્રેક કરવું વધુ સરળ બનશે. આ ઉપરાંત કર્મચારીએ ટ્રાન્સફર ક્લેમ ફોર્મ (ફોર્મ-13) ડાઉનલોડ કરવાનું રહેશે.

 જ્યારે તમે તમારા પીએફ ખાતા માંથી પૈસા ઉપાડવા હોય ત્યારે તમને તમારા UAN  નંબર આપવો પડશે, એટલે કે, ઈપીએફઓની ઓનલાઈન સેવાઓ જેવી કે, બેલેન્સ ચેક કરવું, પીએફ ઉપાડ વગેરે માટે તેની જરૂર પડશે. UAN મળ્યા બાદ સૌથી જરૂરી છે તેને એક્ટિવેટ કરાવવાનું. તમે ભલે જૂના કર્મચારી હોય અથવા નવા દરેક માટે આવું કરવું જરૂરી છે.  એક્ટિવેશન પહેલાં સ્ટેપમાં UAN અને મેમ્બર આઈડી હોવું જરૂરી છે. આ બંને વસ્તુઓની જાણકારી તમને નિયોક્તા પાસેથી મળે છે. આ બંનેનું હોવું અનિવાર્ય છે.

image source

કર્મચારીનો UAN એટલેકે, યૂનિવર્સલ એકાઉન્ટ નંબર EPFOના મેમ્બર પોર્ટલ
https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર એક્ટિવેટ હોવો જોઈએ.

UAN એક્ટિવેટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ નંબર પણ એક્ટિવ હોવો જોઈએ.

કારણકે, OTPને પણ આજ નંબર પર મોકલામાં આવશે.

કર્મચારીનો બેંક એકાઉન્ટ નંબર અને આધાર નંબર તેના UAN સાથે લિંક હોવો જોઈએ. છેલ્લી જોબની ડેટ ઓફ એગ્ઝિટ પહેલાંથી જ હોવી જોઈએ. જો ન હોય તો તેને પહેલાં અપડેટ કરી લો.

image source

નિયોક્તા દ્વરા ઈ-KYC પહેલાંથી જ મંજૂર હોવું જોઈએ.

છેલ્લી મેમ્બર આઈડી માટે માત્ર એક ટ્રાંસફર રિક્વેસ્ટ મંજૂર કરવામાં આવશે, એપ્લાય કરતા પહેલાં મેમ્બર પ્રોફાઈલ અંદર આપવામાં આવેલી અંગત જાણકારીને વેરિફાઈ અને કન્ફર્મ કરી લો.

વેલિડ ઓળખ પત્ર (પાનકાર્ડ, આધર કાર, ડ્રાઈવીંગ લાઈસન્સ)ની સોફ્ટ કોપી પણ તૈયાર રાખો.