મોડુ કર્યુ તો નહિં મળે લાભ: હોળી પહેલા SBIની જોરદાર ઓફર, આટલા દિવસ દિલ ખોલીને જલદી કરી લો ખરીદી નહિં તો થશે અફસોસ

હોળી પહેલા SBI પોતાના ગ્રાહકો માટે મોટી ઑફર લઇને આવ્યું છે. જેમાં તમને કેશબૅક મળશે. SBI  એક વાર ફરી યોનો ઍપથી શોપિંગ કરીને કેશબેક લઇને આવ્યું છે. તેના માટે કેટલીક શરતો પણ છે. SBIની આ ઑફરનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઑફર ગુરુવારથી શરૂ થશે પરંતુ લોકો તેની રાહ જોઇ શકતા નથી.

image source

4 દિવસની સ્પેશ્યલ ઑફર

SBIએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે આ ઑફર 4થી 7 માર્ચ સુધી તેની સ્પેશ્યલ ઑફર ચાલશે. આ દરમિયાન યોનો એપથી પેમેન્ટ કરીને બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. છેલ્લા કેટલાક મહિનાઓથી દર મહિને શરુઆતમાં SBI આવી ઑફર લાવી રહ્યું છે.

કઇ બ્રાંડ પર મળશે કૅશબૅક

image source

SBIની આ કેશબેક ઓફરનો ફાયદો ઘણી બ્રાંડ પર મળશે. એમેઝોન, અપોલો, ઇએમટી, ઓયો, રેમન્ડ અને વેદાન્તુનું પેમેન્ટ યોનોથી કરશો તો તમારા ઘણા પૈસા બચી જશે. બચતના પૈસાનો ઉપયોગ તમે બીજો સામાન ખરીદવા માટે કરી શકશો. લોકો આજકાલ ઓનલાઇન શોપિંગ જ વધારે કરતા હોય છે.

કઈ વસ્તુ પર મળશે કેશબેક

image source

SBI YONO દ્વારા સુપર સેવિંગ ડેમાં OYO હોટલ બુકિંગ પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. ત્યારે Yatra.com ની સાથે ફ્લાઇટ બુકિંગ પર 10 ટકાની છૂટ ગ્રાહકોને મળશે. ટેબલેટ, ઘડિયાર અને સેમસંગ મોબાઇલ પર 15 ટકાની છૂટ સાથે ઓફર છે. YONO ના યૂઝરના Pepperfry પરથી ફર્નીચર ખરીદવા પર અને એમેઝોન પર પસંદગીની શ્રેણીમાં શોપિંગ પર 20 ટકા સુધી કેશબેક મળશે.

YONO ઍપ નથી તો શું કરશો

image source

SBIની YONO ઍપ નથી તો તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તે સિવાય એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. ઓનલાઇન બેઁકિંગનો ઉપયોગ કરનારા લોકો પોતાનો આઇડી પાસવર્ડ કે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી દ્વારા યોનો એપનો ઉપયોગ કરી શકે છે.

હોમ લોન 6.70 ટકા સુધી થઈ

image source

ભારતીય સ્ટેટ બેકે સિબિલ સ્કોરનાં આધાર પર હોમ લોનમાં 70 બેસિસ પોઈન્ટ એટલે કે આશરે 0.7 ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે. જેનાંથી એસબીઆઈની હોમ લોન ઓછામાં ઓછી 6.70 ટકા સુધી થઈ ગઈ છે

75 લાખની હોમ લોન પર 6.7 ટકાનું વ્યાજદર

image source

એસબીઆઈએ કહ્યું છે કે, આ છૂટ ફક્ત એ લોકોને આપવામાં આવશે જેમનું સિબિલ સ્કોર સારુ હશે. સારી પેમેન્ટ હિસ્ટ્રીવાળા ગ્રાહકોને સારા દરે લોન મળશે. માટે હવે સપનાનું ઘર ખરીદનાર વ્યક્તિને ઈએમઆઈમાં મળશે મોટી રાહત. હવે સિબિલ સ્કોરનાં હિસાબથી એસબીઆઈનાં ગ્રાહકોને 75 લાખ રુપિયા સુધી હોમ લોન પર સૌથી ઓછી 6.7 ટકા દરનું વ્યાજ લાગશે.

ઓનલાઇન શોપિંગનો જમાનો

image source

ઓનલાઇન શોપિંગનું માર્કેટ ઝડપથી પોતાનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. કોરોના કાળ દરમિયાન, તેનું વલણ ઝડપથી વધી ગયું છે. એક સંશોધન મુજબ હવે 60 ટકાથી વધુ લોકો બજારમાં જવાને બદલે ઘરેથી ઓનલાઇન ખરીદી કરે છે. લોકો ઓનલાઇન શોપિંગ દ્વારા બજારમાં જવાથી દૂર રહે છે, તેમને કેશબેકનો લાભ પણ મળે છે. ઓનલાઇન કંપનીઓના ગ્રાહકોના આ મૂડને મેળવવા માટે, કેશબેક ઓફર સમયે સમયે આવતી હોય છે, જેનો લાભ માત્ર ગ્રાહકોને જ થતો નથી, કંપનીઓનો પણ ઘણો ધંધો થાય છે.