હવે ઘરે બેઠા જ તમે કરી શકશો ડીજીટલ માર્કેટીંગ કોર્સ, આ કોર્સમા રહેલી છે કારકીર્દી ઘડવાની અઢળક તકો

ગુજરાતમાં પહેલીવાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડીજીટલ માર્કેટીંગનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેને તમે ઓનલાઈન, ઘરે બેઠા પણ કરી શકો છો. વધુ માહિતી માટે આગળ વાંચો.

આજે લગભગ પોણા ભાગનું જગત ઇન્ટરનેટ પર નિર્ભર થઈ ગયું છે. પછી તે હસી મજાકના મનોરંજન પૂર્ણ મેસેજો મોકલવાની વાત હોય, કોઈને પૈસા મોકલાવાની વાત હોય, ઘરે બેઠા મનપસંદ વસ્તુઓ ખરીદવાની હોય, પોતાના દૂર બેઠેલા સગા સંબંધી સાથે વાત કરવાની વાત હોય, તેમને તહેવારે પ્રસંગે ગીફ્ટ મોકલાવાની વાત હોય બધામાં તમારે ઇન્ટરનેટના માધ્યમનો સહારે લેવો પડે છે.

આમ ડગલેને પગલે તમારી જાણ બહાર પણ તમારે ઓનલાઈન વ્યવહારો કરવાની ફરજ પડે છે. અને તે કંઈ ફરજિયાત નથી પણ તે વાસ્તવમાં સામાન્ય અટપટા વ્યવહારોમાં સરળતા ઉભી કરી આપતું એક માધ્યમ છે.

આજે તમે તમારા ફોન પર આવતા મેસેજ જોઈ લો કે પછી તમારા ફેસબુક અકાઉન્ટને જ્યારે તમે સર્ફ કરતા હોવ ત્યારે વચ્ચે વચ્ચે આવતી જાહેરાતો તમે જોતા જ હશો. અથવા તો યુટ્યુબ પર કોઈ વિડિયો જોતી વખેત વચ્ચે વચ્ચે આવતી જાહેરાતો હોય, કે પછી કોઈ ગેમ તમે રમતા હોવ અને વચ્ચે વચ્ચે 5-10 સેકેન્ડ પોપ થઈ જતી જાહેરાતો હોય, આ બધું જ ડીજીટલ માર્કેટીંગ છે. આજે સામાન્ય ઘરની ગૃહિણી પણ પોતાના ઘરે બેઠા હાથે બનાવેલી વસ્તુઓનું વેચાણ ઘરે બેસીને જ ઓનલાઈન કરી રહી છે.

જેમ બજારમાં વિવિધ જાતની હાટડીઓ લગાવવામાં આવે છે તેવી જ રીતે ઇન્ટરનેટ પર પણ સેંકડો પ્રકારના વ્યવસાય થઈ રહ્યા છે. અને લોકોને તેના કારણે ઘણા ફાયદા પણ થઈ રહ્યા છે. અહીં ફાયદા માત્ર વેચનારને નહીં પણ ખરીદનારને પણ થઈ રહ્યા છે અને દીવસેને દીવસે વધુને વધુ લોકો ઓનલાઈન વ્યવહારો તરફ વળી રહ્યા છે.

આ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે વાસ્તવિક બજારની સાથે સાથે ઇન્ટરનેટ પર પણ એક પેરેલલ બજાર ખુલી ગયું છે જ્યાં પણ યુવાનો માટે કારકીર્દી ઘડવાની અગણિત તકો રહેલી છે.

આ જ બધી બાબતોને ધ્યાનમાં લઈને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટિએ એક પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ બહાર પાડ્યો છે. જે છે પોસ્ટગ્રેજ્યુએશન ઇન ડીજીટલ માર્કેટીંગ. આ કોર્સ તમે ઘરે બેઠા જ કરી શકો છો.

પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ડીજીટલ માર્કેટીંગ (PGDDM) કોર્સ શું છે ?

આ કોર્સમાં તમને વૈશ્વિક ધોરણે ડીજીટલ માર્કેટિંગના વલણને ઓળખવામાં મદદ મળે છે. કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલી વ્યક્તિ આ કોર્સ કરી શકે છે.
આ કોર્ષની અવધી 1 વર્ષની છે જેને ત્રણ સેમેસ્ટરમાં વહેંચવામાં આવ્યો છે.

જો કોઈ વિદ્યાર્થી જીટીયુમાં રેગ્યુલર એમબીએનો અભ્યાસ કરી રહ્યો હોય તો તે પણ આ કોર્સમાં જોડાઈ શકે છે.

આ કોર્સને તમે લેક્ચર એટેન્ડ કરીને પણ કરી શકો છો અથવા તો ઈ મોડ એટલે કે ઓનલાઈન ઇન્ટરેક્શન સેશન દ્વારા પણ ગાઈડન્સ મેળવીને કરી શકો છો. જે વિદ્યાર્થીઓ આ કોર્સને ઓનલાઈન કરવા માગતા હોય તેમને ફી ભર્યા બાદ એક લોગ-ઇન આઈડી આપવામાં આવે છે અને સાથે સાથે પાસવર્ડ પણ આપવામાં આવે છે.

ઓનલાઈન કોર્સમાં તમને પહેલેથી રેકોર્ડ કરવામાં આવેલા લેક્ચરો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અને સાથે સાથે જરૂરી મટીરીયલ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ પ્રશ્ન હોય તો વિદ્યાર્થીઓ સ્કાઇપ કે ગુગલ દ્વારા ફેકલ્ટી પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકે છે.

આ કોર્સ માટેનું મટીરીયલ તમે કોર્સના પોર્ટલ પરથી પણ મેળવી શકો છો અથવા તો કોર્સ શરૂ થાય ત્યારે કોલેજમાંથી પણ મેળવી શકો છો.

આ કોર્સમાં વિદ્યાર્થીઓએ 7 વિષયો ભણવાના હોય છે. અને કોર્સ દરમિયાન વિવિધ જાતના પ્રોજેક્ટ્સ તૈયાર કરવાના હોય છે.

આ કોર્સની ફી રૂપિયા 10,000 છે.

કોર્સ અંગે વધારે માહિતી તમને https://www.gtu.ac.in/uploads/PGDDM2018.pdf લીંક દ્વારા મળી રહેશે.

આ કોર્સ પૂર્ણ કર્યા બાદ તમારા માટે કારકીર્દી ઘડવા માટે વિશાળ દરવાજા ખુલી જાય છે

કંપ્યુટર પ્રોગ્રામર, વેબ ડીઝાઈનર, ડેટા બેઝ એનાલિસ્ટ, મોબાઈલ એપ્લિકેશન ડેવલોપર, ટેક્નિકલ મેનેજમેન્ટ, સાઇબર સિક્યો રીટી, નેટવર્કિંગ એનાલિસ્ટ, ટેક્નિકલ ટ્રેનર, ઇ-માર્કેટીંગ સ્પેશિયાલિસ્ટ, ડીજીટલ માર્કેટીંગ, પબ્લિક રિલેશન, કનેક્ટ માર્કેટીંગ, સર્ચ એન્જિન માર્કેટીંગ, તમે વિડિયો/ઓડિયો પ્રોડક્શનમાં નોકરી મેળવી શકો છો.

સર્ચ એન્જિન ઓપ્ટીમાઇઝેશન એટલે કે SEO તરીકે જો તમે કામ કરશો તો તમારી કારકીર્દીને આગળ વધતા કોઈ નહી રોકી શકે.

એસઈઓ એ ઓનલાઇન વેચાણ કરતા વિક્રેતાઓને તેમના ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે. અને વિક્રેતાઓને ધંધો લાવી આપે છે. કારણ કે ઘણા બધા લોકો સોશિયલ મિડિયા પર હોય છે અને આ લોકોસુધી તમે ડીજીટલ માર્કેટીંગ દ્વારા જ પહોંચી શકો છો.

આ ઉપરાંત વેબ માર્કેટીંગ, વેબ એનાલીટીક્સ, કન્ટેન્ટ સ્ટ્રેટેજી પ્લાનિંગ, સોશિયલ મિડિયા સ્ટ્રેટેજી ડેવલપિંગમાં પણ તમે આ કોર્સ પૂર્ણ કર્યા બાદ કેરીયર બનાવી શકો છો.

હવે જો તમને ઓનલાઈ રહેવાનો ખુબ શોખ હોય અને તમારા આ શોખને તમે કેરિયરમાં ફેરવવા માગતા હોવ તો GTUની વેબસાઇટ પર જઈ વધારાની માહિતી મેળવી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ