જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો શિયાળામાં નહિં આવે હાથ-પગમાં સોજા, અને રહેશો એકદમ રિલેક્સ

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. ક્યારેય ન અનુભવેલી એવી કાતિલ ઠંડીનો અનુભવ આજકાલ થઈ રહ્યો છે. અહીં સવારની પહોરમાં બ્લેન્કેટ કે ગોદડાની બહાર નીકળવાનું મન નથી થતું તેવા સમયમાં કસરતની ઝંઝટમારીમાં કોણ પડે? શા માટે શિયાળામાં જ શિયાળુપાક ખાવાનો આટલો આગ્રહ થતો હશે. શું એના પાછળ પણ કોઈ સાયન્ટિફિક કારણ છે? શીયાળાની ઋતુમાં સાંધાનો દુખાવો વધી કેમ જાય છે? થોડું ચાલીએ ત્યાં પગમાં ગોટલા ચડી જાય છે. હાથ-પગ જકડાઈ જાય છે.

image source

આ બધું ઠંડીમાં જ કેમ થાય? શિયાળાની ઋતુમાં હાથ-પગનો દુખાવો એ સૌથી મોટી પરેશાની માનવામાં આવે છે વધતી જતી ઉંમરની સાથે-સાથે આ સમસ્યામાં પણ વધારો થતો જાય છે. શિયાળાની ઋતુમાં જ્યારે લોકોના હાથ પગમાં સોજા આવે છે ત્યારે તેની અંદર ખૂબ અસહ્ય દુખાવો થાય છે, અને સાથે સાથે પોતાના હાથ પગ હલાવી પણ શકતા નથી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ આ સમસ્યામાં પણ વધારો થતો જાય છે. ઠંડીની ઋતુમાં સામાન્યરીતે બ્લડ સર્કયૂલેશન ધીમુ થઈ જાય છે.

image source

એવામાં વધારે ઠંડી રહેનાર જગ્યાઓ પર રહેવાથી અથવા તો બર્ફીલા પાણીમાં સતત મોડે સુધી કામ કરવાથી હાથ-પગમાં લોહિનું પ્રવાહ ખૂબજ ઓથો થાય છે અને સોજો આવે છે.ઠંડીમાં ઘણા લોકોને હાથ-પગમાં સોજા ચડવાની સમસ્યા રહે છે. ખાસકરીને હાથ અને પગમી આંગળીઓ પર તેની વધારે અસર થાય છે. દુખાવાના કારણે ઘણીવાર સામાન્ય કામ કરવુ પણ મુશ્કેલ બની જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા થાય છે તો અમુક ઘરેલુ ટીપ્સ અપનાવાથી ઘણો આરામ મળે છે.

સોજાનું કારણ સમજો

image source

હકીકતમાં ઠંડીના વાતાવરણ સામાન્યરીતે બલ્ડ સર્કયબલેશન ધીમુ થઈ જાય છે. આ જ કારણ છે કે બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેકના મામલાઓ પણ આ જ મોસમમાં વધે છે. એવામાં જો તમે વધારે ઠંડકવાળી જગ્યાએ રહો છો અથવા તો બર્ફિલા પાણીમાં સતત મોજેસુઘી કામ કરો છો તો હાથ-પગમાં લોહિનો પ્રવાહ ખૂબ જ ધટી જાય છે. જેથી સોજો આવવાની સમસ્યા થાય છે. સાથે જ પગનો રંગ પણ સહેજ લાલ દેખાવા લાગે છે.

આ છે ઉપાય

image source

હળદર – હળદર એંટીબાયોટીક અને નેચરલ એંટીસેપ્ટિક હોય છે. તેની તાસીર ગરમ હોય છે. જો રાતે સૂતા સમયે હળદરની પેસ્ટ સોજાવાળી જગ્યા પર લગાવવામાં આવે તો તેનાથી ઘણી રાહત મળે છે. પરંતુ તેનો ઉપયોગ સતત 3-4 ગિવસ સુધી કરવો.

image source

ડુંગળી – ડુંગળી પણ એંટીબાયોટીક અને એંટીસેપ્ટિક ગુણોથી ભરપુર હોય છે. જેનાથી તેનો પ્રયોગ મચકોડ વગેરેના સોજાને ઓછા કરવા માટે પણ થાય છે. ડુંગળીનો રસ કાઢીને સૂતા સમયે સોજો આવેલી જગ્યા પર લગાવી સૂઈ જાઓ. 2-3 દિવસમાં રાહત દેખાશે.

image source

સરસવનું તેલ – આ તેલ સામાન્ય પ્રકૃતિનું હોય છે. પરંતુ તેને ગરમ કરી લેવામાં આવે તો તેની તાસીર ગરમ થઈ જાય છે. સરસવનનું તેલ ગરમ કરીને તેમાં સીંધવ નમક ભેળવીને સોજાવાળી જગ્યા પર લગાવી મોજા પહેરી સતત થોડા દિવસો સુધી આવુ કરવાથી આરામ મળશે.

image source

લીંબુ – એક વાટકીમાં લીંબુનો રસ કાઢીને રાતના સમયે આંગળીઓ પર લગાવી હાથ અને પગને ઢાંકીને સૂઈ જાઓ, થોડી દિવસોમાં જ સોજાથી રાહત મળશે.

ગરમ તેલથી માલિશ

image source

કટોરીમાં થોડું તેલ લઈ તેને તવા ઉપર બરાબર ગરમ કરી લો અને ત્યારબાદ ગરમ તેલથી તમારા પગની મસાજ કરો. જો થોડા મિનિટો સુધી હળવે હાથે આ ગરમ તેલથી તમારા પગમાં મસાજ કરવામાં આવે તો તેના કારણે તમારા પગની નસો પ્રભાવિત થાય છે, અને તેની અંદર યોગ્ય માત્રામાં રક્તપ્રવાહ પસાર થાય છે જે દુખાવાને દૂર કરવામાં અને સોજાને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ માલિશ કરવા માટે તમે નારિયેળનું અથવા તો જેતૂનનું તેલ ઉપયોગ કરી શકો છો.