જીવલેણ કોરોનાની ભયાનકતાનો વધુ એક પુરાવો, જાણો સિગરેટ અને ફેફસાને લઇને શું કરાયો મોટો દાવો

દેશભરમાં કોરોનાના કેસ રોજબરોજ વધી રહ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે આ કોરોના વાયરસ (Coronavirus) કેટલો ખતરનાક છે અને તે કેવી રીતે આપણા ફેફસાને નુકસાન પહોંચાડે છે. જી હા, નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર 25 વર્ષ સિગારેટ પીવા કરતા પણ વધુ ખતરનાક 1 મહિનામાં થયેલો આ કોરોના વાયરસ છે. ચિંતાજનક વાત એ છે કે, એક વખત કોરોના વાયરસ ફેફસામાં પ્રવેશે પછી તે ફેફસા (damaged lungs) ને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

image source

આ કાયમી નુકસાન એટલી હદે હોય છે કે, કોઈ વ્યકિત 25 વર્ષથી સિગરેટ પીતો હોય તો તેના બંને ફેફસામાં જેટલું નુકસાન થાય તેથી વધારે નુકસાન કોરોનાના કારણે થાય છે. કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે, પરંતુ આ વાયરસથી જંગ જીતીને આવનાર લોકો માટે પણ ખરાબ સમાચાર છે. અમેરિકાના ટેક્સાસ ટેક યૂનિવર્સિટી હેલ્થ સાયન્સ સેન્ટરની અસિસ્ટેંટ પ્રોફેસર ડૉ. બ્રિટની કેંડેલે દાવો કર્યો છે કે, કોરોનાને મ્હાત આપનાર લોકોને આ બીમારીના દૂરગામી પરિણામ ઝેલવા પડી શકે છે અને તેના ફેફસા એક સ્મોકરના ફેફસાઓથી પણ વધારે સંવેદનશીલ હોઈ શકે છે.

સ્મોકરના ફેફસાઓ ખૂબ કાળા હતા

image source

તેમણે ટ્વિટર પર આ બીમારીના પ્રભાવને દેખાડવા માટે ત્રણ એક્સ-રેની ફોટોને પોસ્ટ કર્યો. તેમાં એક ફોટો એક સ્મોકરના ફેફસાઓની હતી. એક એવા શખ્સની હતી, જ હાલમાં કોરોના વાયરસથી ઊભર્યા છે અને એક એવા શખ્સની જે સ્વસ્થ હતા અને ત્રણેયમાં ખૂબ અંતર હતુ. સ્મોકરના ફેફસાઓ ખૂબ કાળા હતા તો તેમણે એક કોરોના પોઝિટિવ દર્દીના એક્સ-રેને પણ શેર કર્યા છે, જે સફેદ દેખાઈ રહ્યા હતા. આ સર્જનનું કહેવું છે કે, આ બીમારીના કારણે ફેફસાઓમાં હવા ન ઘુસી શકવાના કારણએ કોરોના દર્દીઓના ફેફસા એવા દેખાઈ આપી રહ્યા છે.

ફેફસાઓ સંબંધિત પરેશાનીઓ ઝેલવી પડી શકે

image source

તેમણે ટ્વિટર પર લખ્યું- મને નથી ખબર છે કે, આ વાત સાંભળવાની જરુરિયાત છે, પરંતુ કોરોના પોઝિટિવ થયા બાદ તમારા ફેફસાઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ શકે છે અને આ કોઈ સ્મોકરથી પણ બદતર થઈ શકે છે અને તમને શ્વાસ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. તે સિવાય પણ ફેફસાઓ સંબંધિત પરેશાનીઓ ઝેલવી પડી શકે છે.

ભવિષ્યમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે

image source

આ મહિલાએ લોકલ ન્યૂઝ સ્ટેશન સીબીએસ ડીએફડબલ્યૂથી વાતચીતમાં કહ્યું કે, લોકો આ વાત પર ખૂબ વધારે ધ્યાન આપી રહ્યા હતા કે, તે લોકો કોરોના પોઝિટિવ થાય બાદ બચી શકશે કે નહીં અને વાત પર તે ઓછા કરી રહ્યા હતા કે, તેનાથી દૂરગામી પરિણામ શું હશે, પરંતુ જે લોકો પણ આ બીમારીથી જંગ જીતવામાં કામયાબ રહે છે અને જો તે લોકોનો કેસ ખૂબ જ જટિલ હતા. તો તેમણે ભવિષ્યમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

વેક્સીનની ડોઝ લગાવી દેવામાં આવશે

image source

ઉલ્લેખનીય છે કે, બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને વચન આપ્યું છે કે, મિડ-ફરવરી સુધી તે બ્રિટેનમાં રહેનાર 70 વર્ષથી વધારે ઉંમરવાળા વૃદ્ધો. એનએચએસ સ્ટાફ, કેયર હોમ સ્ટાફ અને વર્કર્સ અને તે સિવાય કોરોના વાયરસ પોઝિટિલ લોકોને વેક્સીનની ડોઝ લગાવી દેવામાં આવશે. રિપોર્ટ્સ પ્રમાણે, આ દેશમાં 20 લાખથી વધારે લોકોની કોરોના વેક્સીન આપી ચૂકી છે અને દરરોજ લગભગ 2 લાખ લોકોને આ વેક્સીન આપવામાં આવી રહી છે. તો ભારતમાં પણ વેક્સીન લગાવવાની પ્રક્રિયા શનિવારથી શરૂ થઈ રહી છે.