ક્યારે પણ આ 7 એપ ના કરતા ડાઉનલોડ, નહિં તો ધડાધડ થઇ જશે બેન્ક એકાઉન્ટ ખાલી, અને નહિં પડે ખબર પણ

ઇન્ટરનેટ પર કેટલીક એવી મોબાઈલ એપ્લિકેશન અવેલેબલ છે જેને જો તમે તમારા ફોનમાં ડાઉલોડ કરી લેશો તો મિનિટોમાં તમારું અકાઉન્ટ ખાલી થઈ જશે. તમે એવી રીતે ફસાઈ જશો કે તમને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. વાસ્તવમાં કોઈ કંપનીના કસ્ટમર કેર નંબરની ઓળખ કરવા માટે ઉપયોગકર્તા ગુગલ પર તેને શોધે છે અને પછી તેને ડાયલ કરે છે, પણ હંમેશા ગુગલ પર શોધવામાં આવેલા કસ્ટમર કેર નંબરનું પ્રથમ પરિણામ ખોટું હોય છે. જે સ્કેમર દ્વારા સંચાલિત હોય છે. આ નંબર પર કોલ કર્યા બાદ, ગ્રાહકના ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે. આવી ઘટનાઓ આપણા સાંભળવમાં અવારનવાર આવતી હોય છે.

image source

કસ્ટમર કેર ફ્રોડ માટે સૌથી વધારે જવાબદાર હથિયાર રિમોટ કંટ્રોલ એપ છે. આ સ્કેમર મોબાઈલ ઉપયોગકર્તાને આ પ્રકારના ગોટાળાને નિષ્ફળ કરવા માટે પોતાના એન્ડ્રોઇડ ફોન પર દૂરહસ્થ ડેસ્કટોપ એપ ડાઉનલોડ કરવા માટે મજબૂર કરે છે.

image source

રિમોટ ડેસ્કટોપ એપ એનડ્રોઇડ ફોન પર કેવી રીતે કામ કરે છે. તેના વિષે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે. આ સાઇબર ઠગ લોકોને ટેક્સ મેસેજ દ્વારા એક લિંક મોકલે છે અને તેને રિમોટ એક્સેસની સાથે કોઈ પણ એપને ડાઉનલોડ કરવાનું કહે છે, પણ લોકો આ વાતથી અજાણ હોય છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ ફોન પર તેમની સંપૂર્ણ પહોંચ આ સ્કેમર્સના હાથમાં આવી જાય છે. આ સ્કેમર ફોનમાં સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ કરે છે. ત્યારે યુપીઆઈમાં લોગ ઇન કરતી વખતે આ ફોનમાંથી ઓટીપી જાણવામાં આવે છે. અને પછી તમારા અકાઉન્ટને ખાલી કરી દેવામાં આવે છે.

આ એપ્લિકેશન્સને તમારે તમારા ફોનમાં ક્યારેય ડાઉનલોડ ન કરવી જોઈએ.

ટીમ વ્યૂઅર ક્વિકસપોર્ટ

image source

માઇક્રોસોફ્ટ રીમોટ ડેસ્કટોપ

એનીડેસ્ક રીમોટ કંટ્રોલ

એન્ડ્રોઇડ રિમોટ એક્સેસ અને ફાઈલ

image source

એરમિરર રિમોટ સપોર્ટ અને રિમોટ કંટ્રોલ ડીવાઇઝીસ

ક્રોમ રીમોટ ડેસ્કટોપ

સ્પ્લેશટોપ પર્સનલ – રીમોટ ડેસ્કટોપ

image source

ઓનલાઈન આર્થિક વ્યવહારો વધવાની સાથે સાથે ઓનલાઈન સ્કેમ પણ વધી રહ્યા છે. આપણા જાણવામાં અત્યાર સુધીમાં ઓનલાઇન સ્કેમના અગણિત કિસ્સાઓ આવ્યા છે. આ કિસ્સાઓમાં મોટા ભાગના સ્કેમ ગુગલ પર મુકવામાં આવેલા કસ્ટમર કેર નંબર દ્વારા થતા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને પોતાને સેવા આપતી કંપની જેમ કે કોઈ બેંક હોય, ઘરે ફૂડ પહોંચાડતી કોઈ સર્વિસ હોય કે કોઈ પણ સર્વિસ હોય તેના કસ્ટમર કેર નંબર જોઈતા હોય છે ત્યારે તે ગુગલ પર તેની સર્ચ કરે છે પણ અહીં સ્કેમર્સ જે તે કંપનીના ઓરિજીનલ નંબરની જગ્યાએ પોતાના નંબર મુકી દે છે. અને ગુગલ પર સર્ચ કર્યા બાદ જે પ્રથમ પરિણામ મળે છે તે આ સ્કેમર્સના નંબર હોય છે. અને જ્યારે તમે તેના પર કોન્ટેક્ટ કરો છો ત્યારે તેઓ તમારી સાથેની છેતરપીંડી શરૂ કરે છે. માટે જે તે કંપનીની કોઈ અધિકૃત વેબસાઇટ પરથી જ તમારે તેનો કસ્ટમર કેર નંબર લેવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ