155 વર્ષો પછી આ તળાવમાં શરૂ થઈ તરતી એમ્બ્યુલન્સ, શ્રીનગરના તારીક અહેમદનું પ્રેરક કાર્ય જાણીને તમે પણ કરશો સલામ

કાશ્મીરના શ્રીનગર મધ્યે જબરવન પહાડી વિસ્તારમાં આવેલ ડલ તળાવ પોતાના મનમોહક કુદરતી સૌંદર્યને કારણે વિશ્વ આખામાં પ્રસિદ્ધ છે. ત્યારે આ તળાવ એ સિવાય પણ વધુ એક વિશેષતાને કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વિશેષતા અસલમાં એક અનોખી એમ્બ્યુલન્સ છે જેનું નામ ” શિનકારા એમ્બ્યુલન્સ ” છે. આ એમ્બ્યુલન્સને ડલ તળાવ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય તારીક અહેમદએ બનાવી છે. તેમનું કહેવું છે કે હાલ કોરોના વાયરસને કારણે દર્દીઓને ઉઠાવવી પડતી મુશ્કેલીઓએ મને આ એમ્બ્યુલન્સ બનાવવા માટે પ્રેરિત કર્યો.

image source

શ્રીનગરનું ડલ તળાવ માત્ર પર્યટકો માટે જ આકર્ષણ નથી પરંતુ તળાવમાં 1500 થી વધુ શીનકારા અને લગભગ 600 થી વધુ હાઉસબોટ આવેલી છે. એટલું જ નહીં પણ ડલ તળાવમાં સારી એવી સંખ્યામાં લોકો પણ રહે છે. પરંતુ અહીં રહેતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ત્યારે જ્યારે ઘરમાં કોઈ બીમાર થઈ જાય અને તે દર્દીને શીનકારા દ્વારા તળાવના કિનારા સુધી લાવવો પડે.

image source

આવો જ કઈંક અનુભવ 46 વર્ષના તારીક અહેમદને કોરોના મહામારી દરમિયાન વેઠવો પડ્યો. તારીકના કહેવા મુજબ થોડા મહિના પહેલા જ્યારે તે કોરોના પોઝિટિવ જાહેર થયા ત્યારે સરકારી ગાઈડલાઈન મુજબ પહેલા તો તેઓ પોતાની હાઉસબોટમાં હોમ આઇસોલેટ થઈ ગયા પરંતુ તબિયત વધુ બગડતા તેમને હોસ્પિટલમાં જવાની જરૂર ઉભી થઇ.

image source

તારીક કહે છે કે જ્યારે તે હોસ્પિટલમાં જઈ પોતાની સારવાર કરાવી ડલ તળાવ વિસ્તારમાં પરત ફર્યા તો ડલ તળાવમાં ફરતા શીનકારાના માલિકોએ તેમને હાઉસબોટ સુધી લઈ જવાનો ઇન્કાર કરી દીધો. અંતે ઘણી મુશ્કેલીઓ વેઠીને તારીક અહેમદના ઘરવાળાઓએ તેને હાઉસબોટ સુધી પહોંચાડયા.

image source

ત્યારબાદ તારીક અહેમદએ પોતાના પરિવાર અને મિત્રોની મદદ દ્વારા ડલ તળાવમાં શીનકારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો. લગભગ બે મહિનાની મહેનત બાદ અને 12 લાખ રૂપિયા જેવા ખર્ચ કરી તારીકે આ એમ્બ્યુલન્સ તૈયાર કરી નાખી. એટલું જ નહીં પણ આ એમ્બ્યુલન્સની સેવાનો લાભ દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે તેણે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો. તારીક અહેમદએ જણાવ્યું કે આ પહેલા વર્ષ 1865 માં ઝેલમ નદીમાં દર્દીઓને લાવવા અને લઈ જવા માટે એક એમ્બ્યુલન્સ રહેતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ