ફટાફટ ચેક કરી લો 10 ગ્રામના ભાવ, સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો નવા ભાવ

ગુરુવારે સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો તમે આજે સોનું ખરીદો છો તો તમને મોટો લાભ થઈ શકે છે. મલ્ટી કોમોટિડી એક્સચેંજ પર સવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. એપ્રિલનો ફ્યૂચર ટ્રેડ 145.00 રૂપિયાના ઘટાડા સાથે 47,868.00 રૂપિયાના લેવલ પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો માર્ચનું ફ્યૂચર ટ્રેડ 604.00 રૂપિયાના ઘટાડા સાથે 68,322.00 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું.

image soucre

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો આજે અહીં પણ ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં સોનાનો કારોબાર 4.35 ડોલરની ઘટ સાથે 1,837.92 ડોલર પ્રતિ ઓંસના રેટ પર રહ્યો હતો. જ્યારે ચાંદીનો કારોબાર 0.18 ડોલરની ઘટ સાથે 26.86 ડોલરના સ્તર પર રહ્યો હતો.

image soucre

દિલ્હીમાં 11 ફેબ્રુઆરી 2020ના રોજ 22 કેરેટ ગોલ્ડ પ્રાઈઝ 46,910 રૂપિયા, 24 કેરેટ ગોલ્ડ 51,170 રૂપિયા અને ચાંદીના ભાવ 68,400 રૂપિયા હતા. જ્યારે બુધવારે દિલ્હીની સર્રાફા બજારમાં ભાવ 38 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો હતો. રાજધાની દિલ્હીમાં 99.9 ગ્રામ શુદ્ધતાવાળા સોનાના ભાવ 47,576 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગયો હતો.

image soucre

દિલ્હી સર્રાફા બજારમાં બુધવારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો. બુધવારે ચાંદીના ભાવ 783 રૂપિયા ઘટી ગયા અને 68,884 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યા હતા.

image source

જાન્યુઆરીમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં 625 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું જે ગત મહિનાની સરખામણીમાં 45 ટકા વધુ હતું. એએમએફઆઈના આંકડા અનુસાર સ્વર્ણ ઈટીએફમાં રોકાણ ડિસેમ્બરના અંતમાં 14,174 કરોડ રૂપિયાની સરખામણીએ જાન્યુઆરીના અંતમાં 22 ટકાના વધારા સાથે 14,481 કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું.

image source

બજાર નિષ્ણાંતોના જણાવ્યાનુસાર રોકાણકારોને 47,580 રૂપિયાના ડીપ પર ગોલ્ડમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. જેથી 49,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ટારગેટથી નફો કમાઈ શકાય. નિષ્ણાંતોનું એમ પણ માનવું છે કે સોના અને ચાંદીની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો રહેશે. સોનુ આગામી સમયમાં 1858 ડોલર અને ચાંદી 28.55 ડોલરના રેસિસ્ટેંસને ફેસ કરી શકે છે.

image source

ઉલ્લેખનીય છે કે ગત વર્ષમાં કોરોના કાળ દરમિયાન શેર માર્કેટમાં સતત કડાકા બોલી રહ્યા હતા અને સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો. સોનું છેલ્લા કેટલાક સમયમાં રેકોર્ડ બ્રેક ભાવની સપાટી સુધી પહોંચી ચુક્યા છે. જો કે હવે ફરીથી સોનાના ભાવમાં થોડો થોડો ઘટાડો થઈ રહ્યો છે. તેથી જ આ સમય રોકાણ માટે અને ખરીદી માટે સારો ગણી શકાય તેમ છે. તેથી તમારે પણ લગ્નસરામાં કરવાની હોય સોનાની ખરીદી તો તકનો લાભ લઈ લેવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ