કોરોનામાંથી સાજા થયા પછી જો દેખાય આ લક્ષણો તો તરત જ બતાવો ડોક્ટરને, નહિં તો…

જોકે કોવિડ -19 મૂળભૂત રીતે શ્વસન રોગ છે, તે શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે. ચેપગ્રસ્ત દર્દીઓની વધતી સંખ્યા અને ચેપના ફેલાવાને રોકવા માટે સાવચેતી રાખવી એ પહેલાથી જ ચિંતાનો વિષય છે. ઉપરાંત, કોવિડ -19 ચેપ પછી થતાં રોગો અને સમસ્યા પર ધ્યાન આપવાની જરૂર છે. ફેફસાના ગંભીર રોગો ઉપરાંત, કોરોના ઇન્ફેકશન પછી શરીરના અન્ય અવયવો અસરગ્રસ્ત થાય છે જેમ કે નસો, કિડનીમાં અસરો અને ન્યુરોલોજીકલ સમસ્યાઓ પર પણ અસર થાય છે. આ સમસ્યા પર ડરવાના બદલે, તેની પદ્ધતિને સમજવી અને તે મુજબ તેની સંભાળ લેવી મહત્વપૂર્ણ છે.

શ્વસન સમસ્યાઓ

image source

કોરોના ઇન્ફેક્શન એ શ્વસન રોગ છે, કોરોના ઇન્ફેક્શન પછી કેવા પ્રકારના રોગોનું જોખમ હોઈ શકે છે અને પોસ્ટ કોવિડ ફાઇબ્રોસિસ એટલે શું, આ દરેક વિશે ડોકટરો જણાવે છે કે આ રોગ માટે વધારાની કાળજી લેવી જરૂરી છે જેથી શરીર પર ચેપના વ્યાપક પ્રભાવના જોખમને ટાળી શકાય. તેથી, કોઈપણ લક્ષણોને અવગણશો નહીં અને તરત જ ડોક્ટરની સલાહ મુજબ સારવાર શરૂ કરો.

પોસ્ટ કેવિડ ફાઇબ્રોસિસ

image source

કોરોના ઇન્ફેકશન પછી ફેફસા સંકોચન થવાની સંભાવના છે. યુવાન દર્દીઓ તો આ સમસ્યામાંથી રિકવરી મેળવી શકે છે, પરંતુ વૃદ્ધ અથવા એવા લોકો કે જેઓ પહેલાથી જ ફેફસાના ગંભીર રોગોથી પીડિત છે, તેઓ આ સમસ્યા દરમિયાન વધુ મુશ્કેલીઓ અનુભવી શકે છે. પરિણામે, દર્દી સારવાર દરમિયાન ચેપ મુક્ત બને પછી પણ કેટલાક કિસ્સાઓમાં વધારાના ઓક્સિજનની જરૂર પડી શકે છે. અથવા ચેપ મુક્ત થયા પછી હોસ્પિટલ છોડ્યા પછી પણ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ સ્થિતિમાં સંપૂર્ણ કાળજી લેવી જરૂરી છે. સૌથી અગત્યની બાબત એ છે કે ચેપથી છૂટકારો મેળવ્યા પછી પણ, તમારા ડોક્ટર સાથે સંપર્કમાં રહો જેથી જો કોઈ અન્ય ઇન્ફેકશન અથવા કોઈ સમસ્યા થાય તો તેનો ઈલાજ સમયસર કરવામાં આવે.

હાર્ટ સમસ્યાઓ

image source

ફેફસાંનું ઓપરેશન હૃદયની ક્રિયા સાથે પણ સંકળાયેલું છે. આવી સ્થિતિમાં, કોરોના ઇન્ફેક્શન પછી હૃદયને લગતી સમસ્યાઓ શું છે, ડોક્ટરોના મતે કોરોના ઇન્ફેકશન નસોને અસર કરે છે, જેની સીધી અસર ધમનીઓ પર પડી શકે છે અને પરિણામે હાર્ટ એટેકનું જોખમ વધે છે. આ સિવાય, ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે કોરોના ઇન્ફેક્શન પછી, કાર્ડિયોમાયોપેથી, પગની ધમનીમાં અવરોધ, ધબકારામાં ઘટાડો વગેરેનું જોખમ પણ વધે છે. તેથી ચેપ મુક્ત થયા પછી પણ ડોક્ટર સાથે સંપર્કમાં રહો અને અન્ય મુશ્કેલીઓનો પણ ખ્યાલ રાખો. કોરોના ઇન્ફેક્શનથી સંબંધિત તમામ સાવચેતીઓની કાળજી લો અને ચેપ લાગ્યો હોય ત્યારે સંપૂર્ણ સારવાર મેળવો અને ચેપ મુક્ત થયા પછી પણ સ્વસ્થ જીવનશૈલી અપનાવો. ડોક્ટરની સલાહ પ્રમાણે નિયમિતપણે વ્યાયામ કરો .

ન્યુરોલોજી સંબંધિત સમસ્યાઓ

image source

અહેવાલ મુજબ, કોવિડ ઇન્ફેક્શનની અસર નસો પર પણ પડે છે, જેના કારણે ન્યુરોલોજી સંબંધિત રોગો થાય છે. ડોકટરો આ બાબતે વિગતવાર સમજૂતી આપે છે. તેમના કહેવા મુજબ, કોરોના ઇન્ફેકશન પછી ન્યુરોલોજીકલ રોગો અને સારવાર પ્રક્રિયાઓ વ્યાપક રીતે અસર થઈ છે.

સ્ટ્રોક

image source

કોરોનાની નસો પરની અસરો ઘણીવાર તરત જ શોધી શકાતી નથી, પરંતુ પરિણામે ત્યાં ગંઠાઇ જવાનું જોખમ વધારે છે. તેથી જોવા મળ્યું છે કે ઘણા દર્દીઓ કોરોનાથી છૂટકારો મેળવ્યાના થોડા દિવસો પછી સ્ટ્રોકની સમસ્યાની ફરિયાદ કરે છે. કોરોના ઇન્ફેકશન પછી સ્ટ્રોક અને ન્યુરોલોજીકલ રોગોનું જોખમ છે. આ બધી સ્થિતિઓ તરફ ધ્યાન આપતા, અધ્યયનો અનુસાર, ન્યુરોલોજી સંબંધિત રોગોના લગભગ 3% દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ આંકડામાં કોવિડ ઇન્ફેક્શનની અસર નકારી શકાતી નથી કારણ કે રિપોર્ટ અનુસાર એવા પણ ઘણા દર્દીઓ છે કે જે લોકો કોરોના ઇન્ફેકશનથી પીડિત છે અથવા તેઓએ થોડા સમય પેહલા જ કોરોના ઇન્ફેકશનથી રાહત મેળવી છે.

image source

અત્યારે સકારાત્મક બાબત એ છે કે લોકોપહેલા કરતા વધુ સજાગ બન્યા છે. તે મહત્વપૂર્ણ છે કે લોકો કોરોનાના વ્યાપક પ્રભાવથી પણ વાકેફ છે. જો તમે કોરોના ઇન્ફેકશનથી રાહત મેળવી છે તો થોડા સમય સુધી ન્યુરોલોજીના ડોક્ટર સાથે સંપર્કમાં રહેવું, કારણ કે ફરીથી કોઈ લક્ષણો દેખાઈ તો તેને પેહલાથી જ રોકી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત