આ રીતે હનુમાનજીની પાઠ-પૂજા કરો, સાથે દીવો પ્રગટાવીને કરો હનુમાન ચાલીસા, ધન લાભની સાથે થશે આ અનેક લાભ

હનુમાન જયંતિના આ ખાસ દિન નિમિત્તે અજમાવો આ ઉપાય, આખા વર્ષ દરમ્યાન તમારું પર્સ પૈસાથી ભરેલું જ રહેશે.

image source

પૂજામાં હનુમાનજીને વસ્ત્ર અર્પણ કરો, આભૂષણ અને દીવો પ્રગટાવીને મંત્રજાપ કરો. બુધવાર, 8 એપ્રિલે હનુમાન જયંતી છે. આ દિવસે ઘરમાં રહીને જ પૂજા કરો. ઉજ્જૈનના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પં. સુનીલ નાગર પ્રમાણે હનુમાનજીની સરળ પૂજા વિધિ અહીં જણાવવામાં આવી છે.

પૂજામાં હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવવા માટે તાંબાના વાસણ, તાંબાનો લોટો, દૂધ, વસ્ત્ર, આભૂષણ, સિંદૂર, દીવો, તેલ, રૂ, ધૂપબત્તી, ફૂલ, ચોખા, પ્રસાદ માટે ફળ, ઘરમાં બનેલી મીઠાઈ, નારિયેળ, પંચામૃત, સૂકા મેવા, મિશ્રી, પાન, દક્ષિણા વગેરે વસ્તુઓ રાખી શકો છો.

image source

ઘરના મંદિરમાં પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલાં શ્રીગણેશનું પૂજન કરો. ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. ફૂલ, ધૂપ, દીવો અને ચોખાથી પૂજા કરો.

ગણેશ પૂજા બાદ હનુમાનજીનું પૂજન કરો. હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. વસ્ત્ર બાદ આભૂષણ પહેરાવો. હાર-ફૂલ ચઢાવો. ૐ એં હનુમતે રામદૂતાય નમઃ મંત્રનો જાપ કરીને હનુમાનજીને સિંદૂરનું તિલક લગાવો. ધૂપ-દીપ પ્રગટાવો. પ્રસાદ ચઢાવો. ફળ, મિઠાઈ, પાન અર્પણ કરો. એક-એક કરીને પૂજાની બધી વસ્તુઓ ભગવાનને ચઢાવો. શ્રદ્ધાનુસાર ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો. આરતી કરો. આરતી બાદ પરિક્રમા કરો. પૂજા બાદ ભગવાનથી અજાણ્યા ભૂલની માફી માંગો. ભક્તોને પ્રસાદ વહેંચો.

image source

1. તમારા મનની ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

ચૈત્ર મહિનાની પૂર્ણિમાને હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 8 એપ્રિલ અને બુધવારે છે. હનુમાન જયંતિ નિમિત્તે બજરંગ બલીના આ કેટલાક વિશેષ ઉપાયો અજમાવવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. ચાલો આપણે અહીં જાણીએ આ વિશેના ઉપાય.

2. હનુમાનજીને ચોલા આ રીતે અર્પણ કરો.

image source

હનુમાનજીને ચોલા અર્પણ કરતા પહેલા પોતે સ્નાન કરી શુદ્ધ થઈ જાવ અને સ્વચ્છ કપડાં પહેરી લો. ફક્ત લાલ રંગની ધોતી પહેરશો તો તે સૌથી સારું રહેશે. ચોલા ચઢાવવા માટે ચમેલીના તેલનો ઉપયોગ કરો. તેમજ ચોલા અર્પણ કરતી વખતે હનુમાનજીની પ્રતિમા સામે દીવો પ્રગટાવીને રાખી દો. દીવામાં પણ ફક્ત ચમેલીના તેલનો જ ઉપયોગ કરો.

3. ગુલાબના ફૂલની માળા.

image source

ચોલા ચઢાવ્યા બાદ હનુમાનજીને ગુલાબની માળા અર્પણ કરો અને હનુમાનની મૂર્તિના બંને ખભા પર કેવડાના અત્તરનો થોડો થોડો છંટકાવ કરો. હવે એક આખું સોપારીનું પાન લો અને એનાં ઉપર થોડો ગોળ અને ચણા મૂકી હનુમાનજીને અર્પણ કરો. ભોગ ચઢાવ્યા પછી થોડી વાર તે જ સ્થળે બેસી રહો અને નીચે લખેલા મંત્રનો તુલસીની માળાથી જાપ કરો. ઓછામાં ઓછી 5 માળાનો જાપ અવશ્ય કરો.

राम रामेति रामेति रमे रामे मनोरमे।

सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

4. આ વસ્તુને તિજોરીમાં રાખો.

image source

હનુમાનજીને અર્પણ કરેલા ગુલાબની માળામાંથી એક ફૂલ તોડી, તેને લાલ કપડામાં લપેટીને તમારી પૈસાની જગ્યાએ અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી, ધન સંબંધી સમસ્યા હલ થવાના યોગ બનવાના શરૂ થશે.

5. વડના વૃક્ષનો ઉપાય.

image source

બુધવારની એટલે કે આજની સવારે સ્નાન કર્યા પછી, વડના વૃક્ષનું એક પાન તોડીને તેને શુધ્ધ સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે આ પાનને થોડો સમય હનુમાનજીની મૂર્તિની સામે રાખો અને તે પછી તેના પર કેસર થી શ્રીરામ લખો. હવે આ પાન તમારા પર્સમાં રાખી લો. આમ કરવાથી તમારું પર્સ આખું વર્ષ પૈસાથી ભરેલું જ રહેશે.

6. હનુમાનજીની પારદ પ્રતિમા.

image source

તમારા ઘરમાં ભગવાન હનુમાનજીની પારસની મૂર્તિ સ્થાપિત કરો. પારસને રસરાજા પણ કહેવામાં આવે છે. પારસથી બનેલી હનુમાનજીની મૂર્તિની પૂજા કરવાથી બગડેલા કાર્યો પણ બને છે. ઘરમાં પારસથી બનેલી હનુમાનજીની મૂર્તિ રાખવાથી તમામ પ્રકારની વાસ્તુ ખામી આપમેળે દૂર થઈ જાય છે, અને સાથે સાથે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે. દરરોજ તેની પૂજા કરવાથી ઘરના કોઈપણ પ્રકારનાં તંત્રની અસર થતી નથી અને કોઈ પણ તંત્ર ક્રિયાની સાધક પર કોઈ અસર થતી નથી. જો કોઈને પિતૃદોષ છે, તો તેણે દરરોજ પારસની હનુમાનજીની પ્રતિમાની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પિતૃદોષ દૂર થઈ જાય છે.

7. સાંજે દીવો પ્રગટાવો.

image source

હનુમાન જયંતિની સાંજે, નજીકમાં આવેલા હનુમાનજીના મંદિરે જવાના બદલે ઘરે જ હનુમાનજીની પ્રતિમાની સામે સરસવના તેલનો દીવો અને શુદ્ધ ઘી પ્રગટાવો. આ પછી, ત્યાં જ બેસીને હનુમાનજી ચાલીસાના પાઠ કરો. હનુમાનજીની કૃપા મેળવવાનો આ એક ખાતરીપૂર્વકનો માર્ગ છે.

8. રામ રક્ષા સ્રોતનો પાઠ.

image source

સવારે સ્નાન કર્યા પછી ઘરમાં જ હનુમાનજીની મૂર્તિ સમક્ષ બેસી અને રામ રક્ષા સ્રોતનો પાઠ કરો. આ પછી ભગવાન હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ચઢાવો. જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો તેના નિવારણ માટે હનુમાનજી સમક્ષ પ્રાર્થના કરો.

હાલ, કોરોનાવાઇરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. આવી સ્થિતિમાં ઘરમાં પૂજાની જે સામગ્રીઓ ઉપલબ્ધ છે, તેનાથી જ પૂજા કરો. અહીં જણાવેલી વસ્તુઓ ઉપલબ્ધ ન હોય તો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો, પરંતુ ઘરની બહાર જવું નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ