હથેળી પર બનતાં આ ચિન્હ ગણાય છે અતિશુભ, તમારા હાથમાં કેટલા છે ?

image source

હસ્તરેખા શાસ્ત્ર અને સામુદ્રિકશાસ્ત્રમાં હથેળી અને શરીર પરની નિશાનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ત્રી હોય કે પુરુષ દરેકના શરીર પર કેટલીક નિશાનીઓ તો હોય જ છે. આ નિશાનીના આધારે ફળકથન કરવામાં આવે છે. આ ફળકથન શુભ અને અશુભ લક્ષણોને પણ દર્શાવે છે. પરંતુ આજે અમે તમને શરીર પરના એવા ચિન્હોની જ વાત કરવાના છીએ જે શુભ ફળ દર્શાવતાં હોય છે. તો ચાલો તમે પણ જોઈ લો અને જાણી લો કે તમારા શરીરના કયા કયા ચિન્હો દોહ્મ દોહ્મ સાહેબી ભોગવવાના સંકેત કરે છે.

image source

– હથેળી પર અગણિત રેખાઓ હોય છે. આ રેખાઓ મળી અને ત્રિકોણનું ચિન્હ બનાવતી હોય તો તેનો અર્થે એ કે વ્યક્તિ ખૂબ ભાગ્યશાળી છે.
આવા લોકો ઉદાર સ્વભાવના હોય છે. સમાજમાં તેમનું આગવું માન-સમ્માન હોય છે. આવી વ્યક્તિ જીવનમાં તમામ પ્રકારના સુખ ભોગવે છે.
– હથેળીના મધ્ય ભાગમાં ત્રિકોણની આકૃત્તિ બનતી હોય અને તે મુઠ્ઠી વાળો અને તેની અંદર સમાઈ જતી હોય તો તે પણ શુભ ગણાય છે. આવી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે.

– હથેળીની મધ્યમાં રેખાઓ એકઠી થતી હોય અને તેનાથી એમનું ચિન્હ બનતું હોય તો તે વ્યક્તિ પાસે ધનની ક્યારેય ખામી રહેતી નથી. જરૂરના સમયે તેને ધન પૂરતાં પ્રમાણમાં મળી રહે છે.

image source

– હથેળીની વચ્ચે માછલીના આકાર જેવું ચિન્હ બનતું હોય તે વ્યક્તિ તેની મહેનતના બળે ખૂબ સફળ થાય છે અને જીવનમાં ખૂબ નામ કમાય છે.

image source

– હથેળીમાં અર્ધચંદ્રનું નિશાન બનતું હોય તેને પણ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિની હથેળીમાં આ ચિન્હ હોય છે તે સુખી સંપન્ન હોય છે. આવા લોકો વ્યક્તિ ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ