સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ, આ તારીખ સુધી 6 રાશિઓનો સમય રહેશે અશુભ, જાણો તમારી રાશિ માટે શુભ છે કે અશુભ

સૂર્યનો રોહિણી નક્ષત્રમાં થઈ રહ્યો છે પ્રવેશ, 7 જૂન સુધી 6 રાશિઓ માટે રહેશે કપરો સમય. રોહિણી નક્ષત્રમાં સૂર્યના આવવાથી ઋતુમાં ફેરફાર જોવા મળશે, 6 રાશિઓ માટે લાભદાયક સમય.

25મી મે અને સોમવારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવી ગયો છે. જેની અસર હેઠળ ઋતુમાં ફેરફાર પણ જોવા મળશે. ગરમીમાં વધારો થશે. અને સાથ સાથે 12 રાશિઓ ઉપર તેનો વધતા ઓછા અંશે પ્રભાવ પણ પડશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાના કહેવા પ્રમાણે સૂર્યના પ્રભાવથી મેષ, મિથુન, તુલા, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના લોકોના વ્યવહારમાં આક્રમકતા આવી શકે છે. કામકાજમાં મુશ્કેલીઓની શક્યતાઓ વધશે. તંદુરસ્તીના મામલે પણ આ રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે. 7 જૂન સુધી 12માંથી 6 રાશિઓ માટે સમય સારો રહેશે નહીં. આ સિવાય અન્ય 6 રાશિઓ માટે સમય ફાયદાકારક રહેશે.

તો ચાલો જોઈએ 12 રાશિઓ ઉપર કેવી અસર થશેઃ-

મેષઃ-

રોહિણી નક્ષત્રમાં સૂર્યના આવવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધાર થઇ શકે તેમ છે. કોઈ જૂની બિમારી હોય તો એ દૂર થઇ શકે છે. સૂર્યની અસરના કારણે તમારા સ્વભાવમાં આક્રમકતામાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં ચડ ઉતર થયા કરશે. પ્રેમ સંબંધો સામાન્ય રહેશે. જીવનમાં વિવાદ તથા તણાવમાં પણ વધારો થશે. દુર્ઘટના ન થાય તેની ખાસ કાળજી રાખવી

વૃષભઃ-

સૂર્યના પ્રભાવથી અટકેલા મોટાં કામ થઇ શકે છે. તમારા માટે આ સમય સારો રહેશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જણાશે. માનસિક તણાવમાં ઘટશે. આપ નવી યોજનાઓ બનાવી શકો છો. અને તેના ઉપર કામ પણ થશે. ભૂતકાળમાં કરેલાં કામોના કારણે લાભ પણ મળશે.

મિથુનઃ-

રોહિણી નક્ષત્રનો સૂર્ય તમારી તકલીફોમાં વધારો કરી શકે છે. તમારા દુશ્મન તમને કોઈકને કોઈક રીતે હેરાન કરી શકે છે. તમે ગુસ્સામાં આવીનો કોઇ ખોટો નિર્ણય ન લઈ લો એનું ધ્યાન રાખજો. શારીરિક કષ્ટ ભર્યો સમય રહેશે. શરીરની ગરમીથી માથા અને આંખ સંબંધિત પરેશાનીઓ થઇ શકે છે. માનસિક તણાવમાં વધારો થઈ શકે છે.

કર્કઃ-

સૂર્યનું પોતાના મિત્ર નક્ષત્રમાં હોવું તમારા માટે લાભદાયી રહેશે. સૂર્યની અસરના કારણે તમે વિચારેલાં કાર્યો થઇ શકે છે. વડીલોની પૂરેપૂરી મદદ મળી રહેશે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. પારિવારમાં સુખ જળવાઈ રહેશે.લગ્નજીવન માટે સમય અનુકૂળ રહેશે. સંતાનપ્રાપ્તિ માટે પણ સમય સારો છે.. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

સિંહઃ-

સૂર્ય તમારી રાશિનો સ્વામી છે. રોહિણી નક્ષત્રમાં આવેલો સૂર્ય તમને રોગો સામે લડવામાં તાકાત આપશે. નવી યોજનાઓ બનાવી શકો છો. જમીન મિલકત સંબંધી મામલે લાભ મળી શકે છે. નવા કામની શુભ શરૂઆત માંડી શકો છો. જૂના કાર્યોનો લાભ પણ આ દિવસોમાં મળી શકે છે.

કન્યાઃ-

રોહિણી નક્ષત્રનો સૂર્ય તમારી ધારેલી યોજનાઓ પુરી કરાવી શકે છે. નોકરી અને વેપારમાં મોટાં કામ શરૂ કરી શકો છો કામકાજની મુશ્કેલીઓ દૂર થતી જણાશે. મહેનતમાં વધારો થશે પણ તેનો ફાયદો પણ મળશે. વડીલો પાસેથી મદદ મળી શકે છે. સ્વાસ્થ્ય અંગે સમય સારો રહેશે. લવ લાઇફ અને લગ્નજીવનમાં સંબંધ સુધરતા જણાશે.

તુલાઃ-

રોહિણી નક્ષત્રમાં આવેલા સૂર્યના કારણે તમારા સ્વભાવમાં આક્રમકતા આવી શકે છે. શરીરમાં ગરમીમાં વધારો થશે. સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી હિતાવહ રહેશે. અધિકારીઓ સાથે વિવાદ થવાની શક્યતાઓ પણ છે. કામકાજને લઇને તણાવ રહેશે. આર્થિક સ્થિતિમાં અનિયમિતતા રહશે. અને ખર્ચ પણ વધી શકે છે.

વૃશ્ચિકઃ-

તમારૂ સુખ હણાઈ શકે છે. સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું. માથા અને આંખમાં દુખાવો થઇ શકે છે. લગ્નજીવનમાં ખટપટ થયા કરશે. ગુસ્સામાં કે સમજ્યા-વિચાર્યા વિના બોલવુ નહિ એના કારણે તમારા કામ ખરાબ થઇ શકે છે. ખર્ચ વધવાની સંભાવના છે.

ધનઃ-

શરીરની તંદુરસ્તીને લગતી કાળજી લેવી. આ સમય વિવાદનો રહેશે. યાત્રાના યોગ પણ બની રહ્યો છે. દૂર રહેતા લોકો સાથે મુલાકાત કે વાતચીત થઈ શકે છે. ખર્ચમાં વધારો થઈ શકે છે. તમારા દુશ્મન તમને હેરાન કરી શકે છે. ઘણી વાતે નસીબ સાથ નથી આપતું એવું જણાશે.

મકરઃ-

આ સમય તમારા માટે સારો રહેશે. ધનલાભ થવાના યોગ દેખાઈ છે. સંતાનના સ્વાસ્થ્યમાં સુધારો થતો જણાશે. સંતાન સંબંધી ચિંતાઓ પણ દૂર થશે. રોકાણને લઇને આપ કેટલીક યોજનાઓ બનાવી શકો છો. મહત્ત્વપૂર્ણ મુદ્દલ ઉપર કોઇ મોટો નિર્ણય લેવાઇ શકે છે. વારસાગત સંપંત્તિથી લાભ મળવાના યોગ છે.

કુંભઃ-

આ સમયમાં તમારો તમારી માતા સાથે પ્રેમ વધશે. સ્વાસ્થ્યમાં સુધારો થતો જણાશે. રોજબરોજના કામકાજને લઇને તાણ જણાશે. લગ્નજીવનના સુખમાં ઓટ આવતી અનુભવાશે. બિઝનેસમાં પાર્ટનરશિપથી વિવાદ થઇ શકે છે. જરૂરી કામ પૂર્ણ કરવામાં કોઇ ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. વારસાગત સંપત્તિને લઇને મતભેદ થઇ શકે છે.

મીનઃ-

સૂર્યના પ્રભાવથી તમે વિચારેલાં કાર્યો પુરા કરી શકશો. નવા કામની યોજના બનશે. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો માટે સમય લાભદાયી નીવડશે. નવા લોકો સાથે મુલાકાત અને વાતચીત થઇ શકે છે. જમીન મિલકતને લગતા અગત્યના કામ પાર પડી જતા દેખાશે. લગ્નજીવનમાં સુખમાં વધારો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ