આ પાંચ લોકોએ ભૂલથી પણ ના પીવું જોઇએ હળદરવાળુ દૂધ, નહિં તો ફાયદાને બદલે થશે નુકસાન

હળદરને આપણે એક ઐષધી તરીકે માનીએ છીએ. હળદર ઘણા બધા રોગોમાં ફાયદાકારક પણ છે. હળદરના ગુણો વિષે તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ પરંતુ હળદર ખાવાના કેટલાક ગેરફાયદા પણ છે. ક્યારેક વધુ પડતી હળદર ખાવી શરીરમાં મોટું નુકશાન પણ કરી શકે છે જે વાતથી આપણે અજાણ હોઈએ છીએ.

image source

ગાંઠ વળી તાજી હળદરમાં 200 મિલીગ્રામ કક્યુર્મિન હોય છે જો કે એ હળદરની ગુણવત્તા ઉપર નિર્ભર રાખે છે. તમે દિવસ દરમિયાન કેવા પ્રકારની હળદર કેટલા પ્રમાણમાં લઇ રહ્યા છો તેના ઉપર કેટલું કક્યુર્મિન તમારા શરીરની અંદર જાય છે તે નક્કી થાય છે.

image source

હળદરના દૂધમાં અમેઝિંગ હીલિંગ પાવર હોય છે. ઈજાઓ અથવા શરદી માટે હળદરનું દૂધ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, પરંતુ એવા ઘણાં કારણો છે કે હળદરનું દૂધ દરેક માટે ફાયદાકારક નથી. હળદરની તાસીર ગરમ છે જેના કારણે હળદર ખૂબ ગરમ છે. જેનું શરીરનું તાપમાન ખૂબ જ ગરમ રહે છે તેઓએ હળદરનાં દૂધનું સેવન ભૂલથી પણ કરવુ નહીં. આવો, આપણે જાણીએ કે કયા લોકોએ હળદરનું દૂધ ન પીવું જોઈએ-

જો તમને લીવરની સમસ્યા હોય તો પીશો નહીં

image source

જો કોઈ વ્યક્તિને લીવરને લગતી કોઇ સમસ્યા હોય તો હળદરનું દૂધ ન પીવું જોઈએ. આ સમસ્યામાં હળદરનાં દૂધનું સેવન કરવાથી રોગમાં હજી વધારો થઈ શકે છે.

નપુંસકતાનું કારણ બની શકે છે

image source

હળદર ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ઘટાડે છે. તેનાથી વીર્યની સક્રિયતા ઓછી થાય છે. જો તમે તમારા કુટુંબને વધારવાનું વિચારી રહ્યા છો, તો પછી હળદરનાં દૂધનું ઓછા પ્રમાણમાં વપરાશ કરવાનો પ્રયાસ કરો.

સગર્ભા સ્ત્રીઓએ ન પીવુ જોઇએ

image source

ઘણી સગર્ભા સ્ત્રીઓને ઘરેલું ઉપાયના આધારે હળદરનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે, જેથી બાળકનો રંગ ગોરો થાય, પરંતુ શું તમે જાણો છો કે હળદરનું દૂધ પીવાથી પેટની ગરમી વધે છે. તે જ સમયે, હળદર ગર્ભાશયના સંકોચન, ગર્ભાશયના રક્તસ્રાવ અથવા ગર્ભાશયના ખેંચાણનું કારણ બની શકે છે. ખાસ કરીને ગર્ભધારણના ત્રણ મહિનામાં હળદરનાં દૂધનું સેવન જોખમી છે.

એલર્જીની સમસ્યાવાળી વ્યક્તિ

image source

જે વ્યક્તિને મસાલા અથવા ગરમ વસ્તુઓ ખાવાથી એલર્જીની સમસ્યા હોય છે તેને પણ હળદરનું દૂધ ન લેવું જોઈએ. હળદરનું દૂધ તમારી એલર્જીમાં વધારો કરી શકે છે. હળદર ગૉલબ્લેડરમાં સ્ટોન બનાવવાનું કામ કરી શકે છે.

એવા લોકો જેના શરીરનું તાપમાન ગરમ રહે છે

image source

દરેક વ્યક્તિના શરીરનું તાપમાન અલગ હોય છે. સામાન્ય રીતે, જે લોકોને ગરમ વસ્તુઓ ખાવા પર તરત જ અસર કરે છે તેઓએ હળદરનું દૂધ ન પીવું જોઈએ. આનાથી શરીરમાં ગરમી વધે છે, પિમ્પલ્સ, કબજિયાત, ખંજવાળ અને બેચેની જેવી સમસ્યાઓ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત