ગુજરાતમાં અહીં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા, જાણો જલદી તમે પણ

કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. આજે સવારે 9.46 વાગ્યાની આસપાસ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાય છે. નોંધનિય છે કે 26 જાન્યુ આરી નજીક આવી રહી છે. જેને લઈને વર્ષો પહેલા બનેલી ઘટના ફરી તાજી થઈ ગઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર હોવાની પ્રાથમિક વિગતો મળી છે.

લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા

image source

નોંધનિય છે કે આ આંચકાને કારણે લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા. સૌથી વધુ તીવ્રતા કચ્છ, ભૂજના વિસ્તારમાં નોંધાઇ હતી. જો કે સદનસીબે હજુ કોઇ મોટી જાનહાનીના સમાચાર મળ્યા નથી. ખાવડામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાને કારણે આની અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ થઇ હતી. ગઈ કાલે રાત્રે 2. વાગ્યે ભચાઉમાં પણ આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા નોંધાઇ હતી. જેનું ભચાઉથી 12 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

નવેમ્બર મહિનામાં પણ આવ્યા હતા આંચકા

image soucre

આ પહેલા નવેમ્બર મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કીમી દૂર નોંધાયું હતું. બપોરે 3.40 કલાકે હળવો ભૂકંપ અનુભવાયો હતો. સુરત અને ભરૂચની સાથે ખેડા, ડાકોર, ઠાસરા, હાલોલ, માંગરોળ, માંડવી, બારડોલી, ઉમરપાડા, ઓલપાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલોલમાં 3 સેકેન્ડ સુધી ધરાધ્રૂજી હતી. તો પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વડોદરાના સાવલી તાલુકામાં 2થી 4 સેકન્ડ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

અમદાવાદમાં પણ ભયાનક નુકસાન થવાનો અંદાજ

image source

જૂલાઈ માસમાં પણ કચ્છમાં 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉ, કચ્છથી 23 કિલોમીટર દુર નોંધાયું હતું. તેના કારણે સુતા લોકો જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુકંપ કચ્છમાં અવારનવાર આવ્યા કરે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પ્રમાણે કચ્છમાં એક મોટો ભુકંપ ગમે ત્યારે આવી શકે છે. ભુસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા 1 હજાર વર્ષથી મોટા ભુકંપ આવ્યો ન હોવાથી જમીન ઉર્જા વધી રહી છે. જે ગમે ત્યારે બહાર આવવા માટે મોટો ભુકંપ આવી શકે છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયાનક નુકસાન થવાનો અંદાજ છે.

લખપતથી લઇને ભચાઉ સુધી 150 કિલોમીટર જેટલી લાંબી લાઇન

image source

નોંધનીય છે કે, કચ્છ યુનિવર્સિટી સંશોધકો અને ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ કચ્છ દ્વારા મેઇનલેઇન્ડ ફોલ્ડ લાઇન પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ ફોલ્ટ લાઇન જમીનના પેટાળમાં લખપતથી લઇને ભચાઉ સુધી 150 કિલોમીટર જેટલી લાંબી લાઇન છે. ગત્ત મહિને અરેબિયન જર્નલ ઓફ ઓફ જિયો સાયન્સમાં આ અંગેનો અભ્યાસ લેખ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ ફોલ્ટ લાઇનમાં ક્યારે ભૂકંપના આંચકા આવ્યા તે જાણવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં આ લાઇનમાં 5600 વર્ષથી છેલ્લે 1000 વર્ષ વચ્ચે ચાર મોટા ભુકંપના આવ્યા હોવાનું તપાસ બાદ બહાર આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત