શિયાળામાં રસોડામાં પડેલી હળદરથી લઇને આ વસ્તુઓનું કરો સેવન, હંમેશા રહેશો સ્વસ્થ

શિયાળામાં, ઘણા લોકોમાં એલર્જીની સમસ્યા વધે છે. આ ઋતુમાં સૂકી ઉધરસ, આંખોમાં ખંજવાળ અથવા શરદીના કારણે મોટાભાગના લોકો પરેશાન થાય છે. ખાવા-પીવાની કેટલીક ચીજો એલર્જી વધારવાનું કામ કરે છે જ્યારે કેટલીક ચીજો આ એલર્જી ઘટાડે છે. શિયાળાની ઋતુ દરમિયાન એલર્જીથી બચવા માટે, તમારે આ વસ્તુઓને તમારા આહારમાં શામેલ કરવી જોઈએ.

આદુ

image source

એલર્જીની સમસ્યાને ઓછી કરવામાં આદુ સૌથી અસરકારક માનવામાં આવે છે. સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે ‘આદુ અને તેના અર્કમાં ઔષધીય ગુણધર્મો છે જે ઉબકા, સોજા અને પીડા ઘટાડવામાં મદદ કરે છે. તેમાં જોવા મળતા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો પણ એલર્જીની સમસ્યા દૂર કરે છે. શિયાળા દરમિયાન એલર્જીથી બચવા માટે, તમારા આહારમાં આદુનો સમાવેશ કરો. તાજા અને સૂકા બને આદુ એલર્જી ઘટાડે છે.

હળદર

image source

હળદર એલર્જી ઘટાડવામાં પણ ખૂબ મદદગાર છે. હળદરમાં એવા ગુણધર્મો છે જે સોજા ઘટાડે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર “હળદરના સક્રિય ઘટક કર્ક્યુમિનમાં બળતરા વિરોધી અને એન્ટિ-એલર્જિક ગુણધર્મો છે.” એક સંશોધન મુજબ કર્ક્યુમિનનું સેવન કરનાર દર્દીઓએ તેમની પ્રતિરક્ષા પ્રતિભાવ અને અનુનાસિક વાયુપ્રવાહમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. ડોક્ટરો કહે છે કે હળદરનો સૌથી વધુ ફાયદો મેળવવા માટે, તેનું સેવન કાળા મરી સાથે કરવું જોઈએ.

ટમેટા

image source

ટમેટામાં વિટામિન સી સારા પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય ટમેટામાં એલર્જી સામે લડતા તમામ આવશ્યક ઘટકો જોવા મળે છે. ટામેટાંમાં જોવા મળતું લાઇકોપીન એક એન્ટીઓકિસડન્ટ સંયોજન છે જે સોજા ઘટાડે છે. ટમેટાંના રસમાં તરબૂચ અને ગુલાબી ગ્રેપફ્રૂટ કરતાં 85 ટકા વધુ લાઇકોપીન હોય છે. એક સંશોધન મુજબ, લાઇકોપીન ફેફસામાં સુધારો કરીને દર્દીઓને અસ્થમા જેવી સમસ્યા પણ દૂર કરે છે.

મસાલાવાળો ખોરાક

image source

તીખા અને મસાલાવાળા ખોરાકથી શરીરમાં એલર્જી ઓછી થાય છે. વરિયાળી, ગરમ સરસવ અને કાળા મરી જેવી ચીજો કુદરતી રીતે શરીરમાંથી કફ બહાર કાઢે છે. આ ચીજોનું સેવન કરવાથી બંધ નાક ખુલે છે અને છાતીમાં જામેલો કફ બહાર આવે છે. મસાલાવાળા ખોરાક ખાવાથી કફ, છાતીમાં જક્ડતા અને માથામાં દુખાવા જેવી સમસ્યા દૂર થાય છે.

પ્રોબાયોટીક્સ

ડોકટરો કહે છે, ‘પ્રોબાયોટીક્સ એ સારા બેક્ટેરિયા છે જે તમારા આંતરડામાં રહે છે અને બળતરા વિરોધી અને એન્ટિ-એલર્જિક અસર ધરાવે છે.’ દહીં, કેફીર, સૂકી કોબી અને કીમચી એ પ્રોબાયોટીક્સના સારા સ્રોત માનવામાં આવે છે. એક સંશોધન મુજબ પ્રોબાયોટિક્સ બાળકોમાં એલર્જીના લક્ષણોમાં ઘટાડો કરે છે અને બાળકોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વિટામિન સી ખોરાક

image source

આ ઋતુમાં તમારા આહારમાં વધુમાં વધુ વિટામિન સી શામેલ કરો. ડોકટરો કહે છે, ‘વિટામિન સી ને પ્રાકૃતિક એન્ટિહિસ્ટેમાઇન માનવામાં આવે છે જે એલર્જીથી રાહત આપે છે. આ સિવાય વિટામિન સીમાં મળતા એન્ટીઓકિસડન્ટો શરીરમાં સોજા ઘટાડે છે. કેપ્સિકમ, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ અને બ્રોકોલીમાં નારંગી કરતાં વધુ વિટામિન સી હોય છે. આ સિવાય ફૂલકોબી, કોબી અને કેળામાં પણ સારી માત્રામાં વિટામિન સી જોવા મળે છે. તેથી શિયાળા દરમિયાન એલર્જીથી બચવા અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સીનું સેવન કરો.

મધ

image source

શિયાળાની ઋતુ દરમિયાન મધ એલર્જી સામે લડવામાં ખૂબ ફાયદાકારક છે. મધ ગાળામાં થતો દુખાવો અને બળતરા ઘટાડે છે અને શરીરને અંદરથી હૂંફ આપે છે. જો કે, કેટલાક લોકોને મધ ખાવાથી એલર્જી હોય છે, તેવા લોકોએ મધનું સેવન કરતા પેહલા તેમના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત