હજુ તો સ્ટાર્ટઅપનું 1 વર્ષ થયું ત્યાં તો જોડાઇ 1000 સ્કુલો, બે મિત્રો ઓનલાઈન જ કરી રહ્યા છે 30 કરોડનો બિઝનેસ

હવે કોઈના હાથ નીચે કામ કરવા કરતાં યુવાનો પોતાનો બિઝનેસ કરવા માંગે છે. છેલ્લાં થોડાં સમયથી સ્ટાર્ટઅપ થકી ઘણાં લોકો આગળ આવી રહ્યાં છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના સીકર વિસ્તારના રહેવાસી કપીશ સરાફ અને બિહારના રહેવાસી અમૃતાંશુ કુમાર બંને લાંબા સમયથી મિત્રો છે. બંનેએ એન્જિનિયરિંગનો અભ્યાસ એક સાથે જ પૂરો કર્યો. આ પછી MBAમાં પણ બંને એ સાથે જ એડમિશન લીધું. તેના પછી બંનેએ અલગ-અલગ મલ્ટીનેશનલ કંપનીઓમાં 10 વર્ષ સુધી નોકરી કરી. પરંતુ આખરે બંનેએ પ્રાઇવેટ જોબથી કંટાળીને પોતાનો બિઝનેસ કરવાનું નક્કી કર્યું.

image source

ગયાં વર્ષે જ બંનેએ સાથે મળીને પોતાની નોકરી છોડીને એક નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ. આ વિશે વિગતે વાત કરીએ તો તેઓ બાળકોને ઓનલાઈન એકસ્ટ્રા કરિકુલમ એક્ટિવિટી ઉપલબ્ધ કરાવે છે. હાલ તો તેમની સાથે દેશભરમાંથી જોડાયેલા બાળકોની સંખ્યા 50 હજારથી પણ વધુ છે. તેમનું કહેવું છે કે આ સ્ટાર્ટઅપ દ્વારા તેઓ લગભગ 30 કરોડ રૂપિયાનો વર્ષ દરમિયાન બિઝનેસ કર્યો છે. તે બનેમાંથી એક કપીશ સરાફની ઉંમર 35 વર્ષ છે જેણે પ્રારંભિક અભ્યાસ ગુવાહાડીમાં કર્યો. આ પછી તે આગળ અભ્યાસ માટે IIT ખડગપુર ગયો. ત્યાં તેની મુલાકાત અમૃતાંશુ સાથે થઈ. તેના પછી IIM કોલકાતાથી MBAની ડિગ્રી મેળવી.

કપીશ આ વચ્ચે થોડા વર્ષ અમેરિકા અને આફ્રિકામાં પણ કામ કર્યુ. આ દરમિયાન તેમણે ત્યાંના બાળકોના અભ્યાસ અને તેમના ડેવલપમેન્ટ પ્રોગ્રામને નજીકથી સમજ્યા અને પછી તે દિશામા જ તે આગળ ગયો. કપીશ સાથે જ્યારે આ બાબતે વાતચીત કરવામા ત્યારે તેણે જણાવ્યુ હતુ કે આપણે અહી બાળક મોટું થયું નથી કે તેના પર અભ્યાસ અને કરિયરનો બોજ નાખી દેવામાં આવે છે. 12માનો અભ્યાસ પૂરો થયો તો મોટાભાગના બાળકો એન્જિનિયરિંગ અને મેડિકલ કે અન્ય કોઈ પ્રોફેશનલ કોર્સ કરે છે. આ પછી પણ તેઓને હમેશા નોકરીની ચિંતા સતાવતી હોય છે. આવી સ્થિતિ વચ્ચે બાળક જ સમજી નથી શકતુ કે તેની અંદર આનાથી અલગ શું પણ સારી કોઈ સ્કિલ અને ટેલેન્ટ છુપાયેલ છે કે શુ?

બીજી તરફ અન્ય દેશોમાં અભ્યાસથી વધુ બાળકોની સ્કિલ્સ અને તેમની અંદર છૂપાયેલી ટેલેન્ટને નિખારવા પર ફોકસ કરવામાં આવે છે. દરેક બાળકની અંદર કોઈને કોઈ ટેલેન્ટ જરૂર હોય છે. માત્ર પુસ્તકિયો અભ્યાસ જ બધુ નથી. તેઓ આ વિશે માહિતી આપતા કહ્યુ હતુ કે તેઓ ઘણા સમયથી મારા મનમાં ભારતના બાળકો માટે આ પ્રકારના કેટલાક પ્રોગ્રામ શરૂ કરવાની વાત ચાલી રહી હતી. આ પછી 2019ના અંતમાં મેં તેના વિશે અમૃતાંશુ સાથે વાત કરી અને તેને પણ તેમાં રસ હતો. આ બાદ અમે બંનેએ પોતાની નોકરી છોડી દીધી. જો કે આ કામ માટે ત્રણ-ચાર મહિના દેશના અલગ અલગ શહેરોમાં રિસર્ચ અને સર્વે કરવો પડ્યો હતો.

આ એટલા માટે પણ જરૂરી હતુ કે જેથી અમે એ સમજી શકીએ કે બાળકો અને તેમના પેરેન્ટ્સ તેના વિશે શું વિચારી રહ્યા છે? આ સાથે આ સર્વે પરથી એ પણ જાણવા મળ્યુ હતુ કે આ પ્રકારના પ્રોગ્રામમાં કઈ કઈ એક્ટિવિટિઝને સામેલ કરી શકાય છે અને તેમનું મોડેલ શું હોઈ શકે. આ પછી અનેક જગ્યાએ પાયલટ પ્રોજેક્ટ કરવાનુ ચાલુ કરી દીધુ. જાણવુ મળ્યુ છે કે તેઓ પહેલા તો આ કામ ઓફલાઈન મોડમાં લોન્ચ કરવા માગતા હતા. આ માટે તેમણે થોડા દિવસ ઓફલાઈન કામ પણ કર્યુ પરંતુ ત્યારે દેશભરમાં કોરોનાના કારણે લોકડાઉન લાગ્યું અને તેમણે પોતાનો પ્લાન બદલવો પડ્યો.

આ પછી આખરે માર્ચ 2020માં કપીશ અને અમૃતાંશુએ Kidex નામથી પોતાનું ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યુ. આ અંગે કપીશ કહે છે કે લોકડાઉન લાગ્યા પછી અમે ઓનલાઈન પ્લેટફોર્મ પર ફોકસ કરવાનું શરૂ કરી દીધું. આ માટે વેબસાઈટ પણ અમે જાતે જ તૈયાર કરી અને તે સિવાય ઓનલાઈન એપ લોન્ચ કરી. વધારે વેગ આપવા માટે સોશિયલ મીડિયા પર કેમ્પેન કર્યુ અને કેટલાક કાર્યક્રમ યોજ્યા. જો કે તેનો સારો રિસ્પોન્સ પણ મળ્યો અને ટૂંક સમયમાં જ અમારી સાથે વિદ્યાર્થીઓ અને સ્કૂલ્સ જોડાતા ગયા. તેમનુ કહેવુ છે કે અત્યાર સુધીમાં 1000થી વધુ સ્કૂલ્સ તેમની સાથે જોડાઈ ચૂકી છે. અનેક સ્ટુડન્ટ્સ પણ તેમની સાથે અલગથી પણ જોડાયા છે.

image source

આ સાથે વાત કરવામા આવે કે તેઓ કઈ ચીજો પર ફોકસ કરે છે અને શું-શું શીખવે છે તેના વિશે તો તે વિશે કપીશ કહે છે કે અમે લોકો 6 વર્ષથી લઈને 12 વર્ષના બાળકો પર ફોકસ કરીએ છીએ. તેમાં અમે તેમના એકસ્ટ્રા કરિકુલમની દરેક એ એક્ટિવિટીઝ સામેલ કરીએ છીએ, જે તેમના માટે જરૂરી છે અથવા જેમાં તેમને રસ છે. આ વિશે સમજાવતા તે કહે છે કે જો કોઈ બાળકને મ્યુઝિકમાં ઈન્ટરેસ્ટ છે કે તે કોઈ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખવા માગે છે તો તેને ઓનલાઈન ટ્રેનિંગ આપીએ છીએ. આ સિવાય ક્વિઝ, ડિબેટ, ચેસ, વૈદિક મેથ્સ, લેંગ્વેજ સ્કિલ્સ, એક્ટિંગ, પેઈન્ટિંગ જેવી એક્ટિવિટી પર પણ ધ્યાન આપવામા આવી રહ્યુ છે.

મળતી માહિતી મુજબ કપીશનું સ્ટાર્ટઅપ નીતિ આયોગ સાથે મળીને પણ કામ કરી ચુકયા છે. આ વિશે તેઓ નવી એજ્યુકેશન પોલિસીને લઈને કામ કરી રહ્યા છે જેમા નેશનલ લેવલ પર ઓલ રાઉન્ડર ચેમ્પિયનશીપ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવે છે. આ વિશે વિગતે વાત કરીએ તો આમા દેશભરના હજારો બાળકો ભાગ લે છે. વર્ષમાં બે વાર આયોજિત થતા આ પ્રોગ્રામમાં ગત વખતે લગભગ 25 હજાર બાળકો સામેલ થયા હતા. તેમાં 3 વર્ષથી લઈને 17 વર્ષની વયના બાળકોએ ભાગ લીધો હતો. લગભગ ત્રણ મહિના સુધી આ કાર્યક્રમ ચાલે છે. બાળકોએ તેના માટે કોઈ ફી આપવાની હોતી નથી.

આ વિશે વધારે માહિતી આપતા તેણે કહ્યુ હતુ કે તેમાં ડિબેટ, સિંગિંગ કોમ્પિટિશન, યોગ, સાયકલિંગ, મોડેલિંગ, કુકિંગ જેવી એક્ટિવિટીઝ સામેલ હોય છે. આ વર્ષેની વાત કરવામા આવે તો 20 લાખ બાળકોને આ કાર્યક્રમ સાથે જોડવાનો ટારગેટ છે. તેમની સાથે શરૂઆતથી જ જોડાયેલ ટીમ વિશે તેણે કહ્યુ હતુ કે હાલ 250થી વધુ ટીચર્સ અને અલગ-અલગ ફિલ્ડના એક્સપર્ટ્સ જોડાયેલા છે. આ સિવાય 100 લોકો રેગ્યુલર અને બાકી ફ્રિલાન્સ તરીકે જોડાયેલા છે. તમામ પોતપોતાના ઘરેથી જ બાળકોના ક્લાસ લે છે. તેઓ કહે છે કે અમે કોર્સ અને ક્લાસના હિસાબે ફી નક્કી કરી રાખી છે. જેમ કે એક બાળક એક હજાર રૂપિયા મહિનાની ફી ભરીને તેમાં જોડાઈ શકે છે. તેમાં તેને એકસ્ટ્રા કરિકુલમ એક્ટિવિટીની દરેક સુવિધા મળશે.

આ વાત જેમ જેમ આગળ વધવા લાગી ત્યારે સવાલ થાય કે તેઓ કેવી રીતે શીખવે છે અને શું છે અભ્યાસની રીત? આ વિશે કપીશ વાત કરે છે કે અમારી ટીમે દરેક સ્ટુડન્ટનો ડેટા બેઝ તૈયાર કરીને રાખ્યો છે. તેમાં તમામ બાળકોને તેમના ઈન્ટરેસ્ટના હિસાબે અલગ-અલગ કેટેગરી અને ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે. આ દરેક ગ્રૂપમાં 15 બાળકો છે. દરેક બાળકને ઈ-મેઈલ અને વ્હોટ્સએપ દ્વારા ક્લાસની જાણકારી અને ટાઈમિંગ અગાઉથી જ આપી દેવામાં આવે છે. તેઓ ઝૂમ ને એપ દ્વારા ક્લાસ જોઈન કરે છે. ઉદાહરણ તરીકે જો કોઈ બાળકે ચેસનો ક્લાસ જોઈન કરેલો છે તો તેને ગ્રાફિક્સ દ્વારા તેની પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવશે. કોઈ ડિબેટમાં રસ ધરાવે છે તો તેને ટોપિક આપવામાં આવે છે. તેના પર તે વીડિયો બનાવીને પોતાની આઈડીથી એપ પર અપલોડ કરી દે છે. આ રીતે સિંગિંગ અને બાકીની એક્ટિવિટી માટે કરવાનું હોય છે.

ત્યારબાદ અમારી ટીમ અને એક્સપર્ટસ એ બાળકોનાં વીડિયો જૂએ છે. તેમનું એનેલિસિસ કરે છે કે કઈ જગ્યાએ બાળક સારો દેખાવ કરે છે, ક્યાં નબળું છે અને તેને ક્યાં વધુ સારૂં કરવાની જરૂર છે? તેના માટે તેણે શું કરવું જોઈએ, કઈ રીતે ઈમ્પ્રુવ કરી શકાય છે? આ પછી અમારી ટીમ એ બાળકોને ગાઈડ કરે છે. એ રીતે જ બધી એક્ટિવિટીને લઈને અમારી ટીમ કામ કરી રહી છે. આ સાથે સ્કૂલ લેવલ અને નેશનલ લેવલ પર પણ પ્રોગ્રામ કન્ડક્ટ કરાવે છે કે જેમાં બાળકો અલગ-અલગ કોમ્પિટિશનમાં ભાગ લે છે. આવુ કરવાથી બાળકોનું મનોબળ પણ વધે છે તેવુ જાણકારો પણ માને છે.

આની શરૂઆતની સ્થિતિ વિશે કપીશ કહે છે કે અનેક એવા બાળકો હોય છે જેમને કોઈ કારણ શરૂઆતમાં એ પ્રકારનું એક્સપોઝર મળી શક્તું નથી જે બીજા બાળકોને મળે છે. આવુ એવા બાળકોમા વધારે જોવા મળતુ હતુ કે જ્યા નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા હોય. આમા સમસ્યા એ થાય છે કે આવુ થતા જ બાળકો ખુદને મોટા શહેરોના બાળકોનાં મુકાબલે ઓછા આંકવા લાગે છે. તેમને લાગે છે કે મોટા શહેરોના બાળકો અભ્યાસમાં વધુ મજબૂત થશે અને તેને લઈને તેઓ મેન્ટલી પરેશાન પણ રહે છે.

image source

આ અંગે તેમના કહેવા મુજબ એ બાળકો હવે આ પ્લેટફોર્મ સાથે જોડાયા પછી અત્યારથી જ મોટા શહેરોના બાળકોની સાથે કમ્પિટ કરી શકશે. તેમને ખ્યાલ આવશે કે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ જેવા શહેરોનાં બાળકોનું શું સ્ટાન્ડર્ડ છે, તેઓ કઈ રીતે અભ્યાસ કરે છે. તેનાથી બાળકોનું મનોબળ પણ વધશે અને તેઓ ખુદને અગાઉથઈ એ લેવલ માટે તૈયાર પણ કરી શકશે. આ સાથે જ ધો. 10 પછી બાળક પોતાના ટેલેન્ટ અને સ્કિલના મુજબ પોતાનુ કરિયર બનાવી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong