ચોકલેટ દેડકાની તસવીરો જોઈ તમે આશ્ચર્યચકિત થઈ જશો

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા ટાપુ ન્યુ ગિનીના ગાઢ જંગલોમાં ‘ચોકલેટ દેડકો’ શોધી કાઢ્યો છે. ઝાડ પર રહેતા આ દેડકાનો રંગ જોઇને દરેક જણ આશ્ચર્યચકિત થાય છે. દેડકાની આ પ્રજાતિ તેની ખાસ ત્વચા માટે જાણીતી છે અને તેના બ્રાઉન કલરને કારણે વૈજ્ઞાનિકોએ તેનું નામ ‘ચોકલેટ ફ્રોગ’ રાખ્યું છે.

image source

ચાલો તમને જણાવી દઈએ કે આ દેડકાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કેડબરી ફ્રેડોની ચોકલેટ બાર ઓસ્ટ્રેલિયામાં ખૂબ પ્રખ્યાત છે, અને આ દેડકાની શોધ બાદ ફ્રેડો ચોકલેટ ટ્રેન્ડિંગ થઈ રહી છે. સેન્ટર ફોર પ્લેનેટરી હેલ્થ એન્ડ ફૂડ સિક્યુરિટીના પૌલ ઓલિવર અને ક્વીન્સલેન્ડ મ્યુઝિયમ ઓસ્ટ્રેલિયન જર્નલ ઓફ ઝૂલોજીના એક પેપરમાં આ દેડકાની ચર્ચા કરવામા આવી છે.

આ દેડકાને શોધવામાં સફળતા મેળવી

image source

અહેવાલો અનુસાર, આ દેડકા લાંબા સમય સુધી માનવ દૃષ્ટિથી દૂર રહેવાના કારણે રહસ્ય બની રહ્યો, કેમ કે તે રહે છે તે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં પ્રવેશ કરવો મુશ્કેલ પડકાર છે. જો કે, સંશોધનકારોએ ખૂબ જ જહેમત બાદ આ દેડકાને શોધવામાં સફળતા મેળવી છે.

લેટિન નામ લિટોરિયા મીરા રાખી દીધુ

image source

વૈજ્ઞાનિકોએ આ દેડકાને લેટિન નામ લિટોરિયા મીરા આપ્યું છે, જેનો અર્થ આશ્ચર્ય કે વિચિત્ર થાય છે. ખરેખર, નિષ્ણાતો આ દેડકાને જોઈને આશ્ચર્યચકિત થયા, તેથી તેનું લેટિન નામ લિટોરિયા મીરા રાખી દીધુછે. પોલ ઓલિવરના જણાવ્યા અનુસાર ચોકલેટ દેડકો એટલે કે લિટોરિયા મીરાના સૌથી નજીકના ઓસ્ટ્રેલિયન ગ્રીન ટ્રી દેડકો છે, અને બંને જાતિઓ એકદમ સરખી હોય તેવું લાગે છે. આ બે દેડકા વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે એકનો રંગ લીલો હોય છે, અને બીજાનો રંગ ચોકલેટ જેવો બ્રાઉન હોય છે.

ચોકલેટ દેડકાની શોધ એ એક મોટી સિદ્ધિ

image source

નોંધનીય છે કે આ જગ્યા જ્યાં આ ચોકલેટ દેડકા મળી આવ્યા છે તે ગરમ વરસાદી જંગલો છે અને મનુષ્ય માટે ખૂબ જોખમી છે. મેલેરિયા મચ્છરો, મગરની હાજરી અને કાદવકીટડવાળા પ્રદેશ આ ક્ષેત્રને એકદમ પડકારજનક બનાવે છે. આવી સ્થિતિમાં, ચોકલેટ દેડકાની શોધ એ એક મોટી સિદ્ધિ છે.

ભારતમા આવેલુ છે દેડકાનું મંદિર

image source

લખીમપુર-ખેરી જિલ્લામાં એક શિવ મંદિર છે જેમાં શિવ દેડકાની પીઠ પર બિરાજમાન છે. જિલ્લા મથકથી લગભગ 12 કિમી દૂર ઓયલ શહેરમાં સ્થિત આ મંદિરને દેડાકા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની વિશેષ વાત એ છે કે અહીં નર્મદેશ્વર મહાદેવના શિવલિંગે રંગ બદલ્યો છે, અને ત્યાં ઉભી નંદીની મૂર્તિ છે જે તમને ક્યાંય જોવા નહીં મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong