એક શિશુ એવી રીતે જન્મ્યુ કે સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ હતા, માતા-પિતાએ કહ્યું- દીકરી બનાવી દો, ડોક્ટરોએ કરી બતાવ્યું

હાલમાં એક અનોખી જ સર્જરીનો કિસ્સો સામે આવ્યો છે અને લોકો તેની ભારે ચર્ચા કરી રહ્યા છે. કારણ કે આ કિસ્સામાં એવી બાળકી જન્મી કે જે પુરુષ અને સ્ત્રી બન્ને હતી. ત્યારે હવે લોકો વચ્ચે આ કિસ્સો એક સફળ સર્જરીના નામે વાયરલ થઈ રહ્યો છે. તો આવો વિગતે જાણીએ આ કિસ્સા વિશે. આ વાત છે પાલનપુર તાલુકાથી 12 કિ.મી. દૂર આવેલા એક ગામની કે જ્યાં રહેતી 9 વર્ષની બાળકીને જન્મથી જ પુરુષના ગુપ્તાંગ સાથે જ જન્મ થયો હતો અને લોકો આ બાળકીને જોઈ ચકિત થઈ ગયા હતા.

image source

જો આ બાળકી વિશે વાત કરીએ તો બાળકીને 4 માસ પૂર્વે ઓપરેશન કરી પુરુષનું ગુપ્તાંગ કાઢી દેવામાં આવ્યું હતું. પાલનપુર સિવિલે 4 મહિના સુધી મોનિટરિંગ કર્યા બાદ વિનામૂલ્યે કરાયેલું ખર્ચાળ ઓપરેશન સક્સેસ રહ્યું હોવાનું જાહેર કર્યું હતું અને હવે ડોક્ટરના વખાણ કર્યા હતા. બાળકી હજુ તો ત્રીજા ધો.માં ભણતી હતી અને બાળકીને સ્ત્રી-પુરુષના સાથેનાં ગુપ્તાંગ હતાં એવી વાત પણ સામે આવી હતી.

image source

જો પરિવાર વિશે વાત કરીએ તો વહાલી દીકરીના શરીરમાં વધારાના ગુપ્ત ભાગને ઓપરેશન દ્વારા દૂર કરવા માટે તેનાં માતા-પિતા ઘણા ડોક્ટરને મળ્યાં પરંતુ દરેક જગ્યાએથી નિરાશા જ મળી હતી. જો કે માતા પિતા દવાખાનાંમાં બતાવ્યું, રિપોર્ટ કરાવ્યા. ઘણી નિરાશા મળી, ત્યારબાદ તેમને એક નવી આશા જાગી અને બનાસ મેડિકલ કોલેજની સિવિલ હોસ્પિટલમાં 4 મહિના પૂર્વે બતાવ્યું અને ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશન કરનાર ડો. સુનીલ જોશીએ જણાવ્યું હતું કે-માતા-પિતા ઈચ્છતાં હતાં કે તેમનું સંતાન દીકરી તરીકે જ રહે.

image source

ડો. કલ્પેશ પટેલ અને ડૉ. ફોરમ મોઢની ટીમ સાથે મળી પુરુષનો પાર્ટ શરીરમાંથી જુદો કરી દેવામાં આવ્યો હતો. બાળકી 4 મહિનાથી ઓબ્ઝર્વેશનમાં હતી. હવે બાળકી એકદમ સ્વસ્થ છે જે એક સારી વાત કહી શકાય. બાળકીના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે “અમારી દીકરી ભણવામાં ખૂબ હોશિયાર છે. તેથી હવે તેની કારકિર્દીની એક નવી આશા પણ જાગી છે. ત્યારે આ કિસ્સો વાયરલ થતાં લોકો હવે ડોક્ટરોના વખાણ પણ કરી રહ્યા છે.

image source

આ પહેલાં પણ અમદાવાદ સિવિલનો એક વિપરીત કિસ્સો સામે આવ્યો છે. ત્યાં સ્પાઈન સર્જને અતિ ગંભીર ગણાતી એટલાન્ટો એક્સિઅલ ડિસલોકેશન સર્જરી કરીને દર્દીને જીવનદાન આપ્યું હતું. ઈંદોરનો 17 વર્ષનો દર્દીનો મણકો સંપૂર્ણરીતે ફરી ગયો હતો, પરંતુ સિવિલના ડોક્ટરોએ સફળ સર્જરી કરી હતી. સંદીપ 8 મહિના પહેલા અચાનક ધાબા પરથી પડી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેને હલન-ચલનમાં પણ તકલીફ પડવા લાગી હતી. ખેતમજૂરી કરીને માંડ ગુજરાન ચલાવતા પરિવારે દીકરાની સારવાર માટે ઈંદોરની સરકારી અને અનેક ખાનગી હોસ્પિટલોના ધક્કા ખાધા હતા, પરંતુ તમામે ઓપરેશન કરવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન સંદીપના નજીકના સંબંધીએ તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવાનું કહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong