ફોલો કરો આ ટિપ્સ, અને બચાવી લો તમારા વાળને પોલ્યુશનથી

પોલ્યુશનથી તમારા વાળને આ રીતે બચાવો અને શિયાળામાં પણ સુંદર વાળથી આકર્ષક લાગો

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ તમારી ખોપરી એટલે કે જ્યાં તમારા વાળ હોય છે તેની નીચે ડોઢ લાખ કરતાં પણ વધારે ગ્લાન્ડ્સ હોય છે. જ્યારે તમારા વાળ નીચેની ત્વચા વધારે પડતા પોલ્યુશન, ધૂળ તેમજ ગંદકીના સંપર્કમાં આવે છે ત્યારે તે વાળને અત્યંત નુકસાન પહોંચાડે છે.

image source

ત્વચામાં જ્યારે પ્રદૂષકો પ્રવેશે છે ત્યારે તે મુક્ત કણો ઉત્પન્ન કરે છે. આગળ જતાં તમારા વાળ નીચેની ત્વચાને નુકસાન કરે છે, તેમાં બળતરા, ડીહાઇડ્રેશન તેમજ એજીંગની સમસ્યા ઉત્પન્ન કરે છે.

તમારા વાળની નીચેની જે ખોપરીની ત્વચા છે તે ઘણી કૂણી હોય છે કારણ કે ત્યાં અગણિત ગ્લાન્ડ્સ એટલે કે ગ્રંથીઓ આવેલી હોય છે, જેમ કે પરસેવાની ગ્રંથી, વાળની ગ્રંથીઓ વિગેરે. જેના કારણે શરીરના બાકીના ભાગોની ત્વચા કરતાં તે વધારે સેન્સિટિવ બની જાય છે. અને માટે જ તમારે તમારા વાળ નીચેની ત્વચાનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

image source

જેમ ત્વચાની વિવિધ સમસ્યાઓ માટે તેને અનુકુળ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છે તેવી જ રીતે વાળની ત્વચા માટે પણ તેવું જ હોય છે. તો ચાલો જાણીએ સ્વસ્થ સ્કાલ્પ માટે શું કરવું જોઈએ.

– સૌ પ્રથમ તો તમારે તમારી માથાની ત્વચાના પ્રકારને અનુપુર શેમ્પુની પસંદગી કરવી જોઈએ જેથી કરીને તમારી ખોપરી ઉપરની ચામડી સ્વચ્છ થઈ શકે અને પુનઃસંતુલીત થઈ શકે. બજારમાં ઘણા બધા સિલિકોન મુક્ત સ્કાલ્પના પ્રકાર પ્રમાણે શેમ્પુ ઉપલબ્ધ છે.

image source

– ખોપરીની ત્વચાની વિવિધ સમસ્યાઓ જેમ કે તે વધારે પડતી તૈલી હોવી કે વધારે પડતી શુષ્ક હોવી કે વધારે પડતી સંવેદનશીલ હોવી, તેમજ વાળ વધારે પડતા ઉતરવા, કે પછી વાળ પાતળા થવા આ બધા માટે તમારે તમારા વાળને સ્વચ્છ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખવા જરૂરી છે.

– બજારમાં મળતા આ શેમ્પુ તેમની અલગ બનાવટના કારણે તેમાં AOX કોમ્પ્લેક્સ ધરાવતા હોય છે. તેમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ ગુણધર્મો હોય છે અને તે આંતરીક તેમજ બાહ્ય આક્રમણ સામે લડે છે.

image source

– જ્યારે તમે શેમ્પુથી વાળ ધોઈ લો ત્યારે તમારે તમારી ખોપરીની ત્વચાને પુનઃ સંતુલીત કરવી પડે છે અને માટે વાળ ધોયા બાદ એક હેર માસ્ક પણ લગાવવો પડે છે. તે તમારી ખોપરીની ત્વચાને મુલાયમ બનાવે છે અને તેને હાઇડ્રેટ કરે છે અને તેમાં રહેલા તેલ તેમજ મોઇશ્ચરને પુનઃસ્થાપિત કરે છે.

– તમારે શેમ્પુ તેમજ કન્ડીશ્નર દ્વારા તમારા વાળને પોષણ તો પુરુ પાડવાનું જ છે પણ સાથે સાથે તેને પ્રદૂષકોથી પણ બચાવવાના છે અને ખાસ કરીને શિયાળામાં. અને તેમાં તમારી મદદ કરશે કોઈ પણ પ્રકારનું સારી ગુણવત્તાવાળુ હેર ઓઇલ. તે તમારા વાળને સ્વસ્થ અને સીલ્કી બનાવશે.

image source

– માથામાં તેલ નાખવાથી તે માત્ર તમારા તેલમાં જ નથી રહેતું પણ ખોપરીની ચામડીમાં પણ ઉતરે છે અને તે રીતે તે આખો દીવસ તેને પોષણ પુરુ પાડે છે.

– તમારા વાળને સૂર્ય પ્રકાશથી, પોલ્યુશનથી તેમજ ગંદકી તેમજ ધૂળથી બચાવવા માટે હંમેશા માથામાં સ્કાર્ફ પહેરી રાખવો. તેનાથી તમારા વાળ ઘણા નુકસાનથી બચી જશે.

image source

– તમારા વાળને ડીપ ક્લીન્ઝ કરવા માટે તમે મહિનામાં બે વાર સલૂનમાં જઈને વાળને ક્લીન કરાવી શકો છો. સલૂનમાં હોલીસ્ટીક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જેમાં રીફાઈન્ડ સામગ્રીઓ વાપરવામાં આવે છે જેથી કરીને તમારા વાળ તેમજ તેની નીચેની ચામડીને મોઇશ્ચરાઇઝ કરી શકાય અને ડીટોક્સીફાઈ કરી શકાય.

image source

– આ ઉપરાંત સલૂનમાં જે હેર મસાજ કરવામાં આવે છે તેનાથી તમારી ખોપરીની સ્કીનમાં લોહીનો પ્રવાહ વધે છે જે તમારા વાળના મૂળિયાને તેમજ તમારી ખોપરની ત્વચાને પોષણ પુરુ પાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ