આ માણસને છે ભયકર બીમારી, જો દિવસ-રાત નહિં જાગે અને ઉંઘી જશે તો થઇ જશે મૃત્યુ, જાણો આ બીમારી વિશે

દીવસ-રાત જાગવા પર મજબૂર આ યુવાન છે – મટકુ પણ મારશે તો થઈ શકે છે મૃત્યુ, જાણો આ અજીબોગરીબ બિમારી વિષે

image source

આ યુવાનને છે અજીબોગરીબ બિમારી- ઉંઘનું એક ઝોલું પણ ખાશે તો થઈ જશે મૃત્યુ

નાના ભૂલકાઓથી માંડીને લાકડી લઈને ચાલતા વૃદ્ધો સુધીના લોકોને ખ્યાલ હશે કે સવારે ઉઠવાની કેટલી બધી આળસ થતી હોય છે. ઘડિયાળના કાંટા જોઈને હજુ પાંચ મિનિટ સુઈ જવાનું મન થાય છે.

image source

અને એમ પણ માણસના સ્વાસ્થ્ય માટે દીવસની 8 કલાકની ઉંઘ લેવી સલાહપૂર્ણ છે. પણ જ્યારે આ જ ઉંઘ તમારા જીવની દુશ્મન બની જાય ત્યારે ! હા, એક યુવાને જીવવા માટે સતત જાગતા રહેવું પડે છે. જો તે એક ઝોલું પણ ખાય તો તેનું મૃત્યુ થઈ શકે છે.

આ વ્યક્તિને એક વિચિત્ર બીમારી છે અને તે છે નહીં ઉંઘી શકવાની બીમારી. એવું નથી કે તેને ઉંઘવું પસંદ નથી પણ જો તે ઉંઘે તો પોતાનો જીવ ગુમાવી શકે તેમ છે. અને માટે તેને ફરજીયાત પણે સતત જાગતા જ રહેવું પડે છે અને ઉંઘવા માટે એક લાઇફ સપોર્ટ મશીનની જરૂર પડે છે.

image source

આ માત્ર 19 વર્ષના યુવાન કહો કે પછી કિશોરને એક ગંભીર બિમારી છે જેનું નામ છે કંઝેનિટલ સેન્ટ્રલ હાઇપોવેન્ટિલેશન સિન્ડ્રોમ.

આ બીમારીમાં મનુષ્યનું તંત્રિકા તંત્ર યોગ્ય રીતે અથવા એમ કહો કે કોઈ સામાન્ય માનવ શરીરની જેમ કામ નથી કરતું. અને માટે આવી વ્યક્તિના મસ્તિષ્ક અને શરીર વચ્ચેનો તાલમેલ નથી બેસતો.

image source

આ બીમારીની સૌથી મોટી જીવલેણ બાબત એ છે કે આ બીમારી ધરાવતી વ્યક્તિ જો એકવાર સુઈ જાય તો પછી ક્યારેય પાછો નથી ઉઠી શકતો. ઉપર જણાવ્યું તેમ તેમનું મસ્તિષ્ક અને શરીર એકબીજાને સાથ નહી આપતા હોવાથી તેઓ સામાન્ય માણસોની જેમ મન ફાવે ત્યારે સુઈ નથી શકતા.

image source

આ યુવાનનું નામ છે લિયામ તેની સ્થિતિ એટલી કફોડી છે કે તેણે પોતાના શરીરને આરામ આપવા માટે સુવડાવવું તો પડે જ છે પણ તેના માટે તેણે એક લાઇફ સપોર્ટ મશીનની મદદ લેવી પડે છે જે તેને ઉંઘ્યા પછી નહીં ઉઠવાના જોખમથી બચાવી રાખવામાં મદદ કરે છે.

કારણ કે આ મશીન ઉંઘમાં પણ તેના શ્વાસ ચાલુ રાખે છે. અને તે દરમિયાન તેને સતત ઓબ્ઝર્વેશન હેઠળ રાખવો પડે છે. જો તેમ ન કરવામાં આવે તો તેની સીધી જ અસર તેના હાર્ટ રેટ, બ્લડ પ્રેશર અને અન્ય જરૂરી અંગો જેમ કે મગજ પર પડે છે.

image source

સામાન્ય રીતે જ્યારે આ રોગથી ગ્રસ્ત વ્યક્તિ જ્યારે જાગતી હોય ત્યારે એક સામાન્ય માણસ જેવી જ સ્વસ્થતા ધરાવે છે પણ જ્યારે તે સુવે છે ત્યારે જ આ સેન્ટ્રલ હાપરવેન્ટીલેશન સિન્ડ્રોમની અસર તેના શરીર પર થાય છે.

આ મશીનમાં એક ટાઈમર લગાવવામાં આવેલું હોય છે જેમાં તેની ઉંઘનો સમય નક્કી કરવામાં આવ્યો હોય છે. તે સમય પૂરો થયા બાદ એક અલાર્મ વાગે છે જેનાથી તે વ્યક્તિના મગજને એક સંકેત મોકલવામાં આવે છે કે ઉંઘ પુરી થઈ હવે ઉઠવાનો સમય થઈ ગયો છે. હવે જ્યારે તમારે તમારા શરીર માટે અત્યંત જરૂરી એવી ઉંઘ માટે મશીનનો સહારો લેવો પડે ત્યારે આવી વ્યક્તિનું જીવન એક મોટો પડકાર બની જાય છે.

તેમ છતાં લિયામ સામાન્ય યુવાનોની જેમ નિયમિત રીતે શાળા-કોલેજને એટેન્ડ કરી શકે છે અને બીજી પ્રવૃત્તિઓ જેમ કે રમવું, વાંચવું, ચિત્રકામ તેમજ લેગો બ્લોક્સની પ્રવૃત્તિઓ પણ કરે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે અને એવું પણ લાગશે કે લિયામ પર ભગવાનની કોઈ કૃપા જ રહી હશે કારણ કે આ રોગથી તે જન્મજાત પિડિત છે અને કોઈપણ રીતે બચી શક્યો છે.

image source

અને જ્યારે તેનામાં આ રોગનું નિદાન થયું ત્યારે તેને ડોક્ટરો દ્વારા માત્ર તે 6 અઠવાડિયા જ જીવી શકશે તેવું જણાવવામાં આવ્યું હતું પણ આજે તે 19 વર્ષનો થઈ ગયો છે અને સામાન્ય બાળકો જેવું જ જીવન જીવે છે. તેમ છતાં તેના માતાપિતાને તેના અનિશ્છિત ભવિષ્ય વિષે ચિંતા રહ્યા કરે છે.

કારણ કે આવી વ્યક્તિ આ ખાસ મશીન વગર ઉંઘી નથી શકતી અને જો તે ઉંઘી ન શકે તો તેના શરીરને આરામ નથી મળતો અને છેવટે જ્યારે શરીર ઉંઘવા માટે મજબૂર થઈ જાય છે અને તેની પાસે આ મશીનનો સહારો નહીં હોય તો તે મૃત્યુને ભેટી શકે છે.

image source

આ એક અત્યંત જોખમી બીમારી છે જે માણસને ઉંઘમાં જ મોતને ઘાટ ઉતારી દે છે. તમને જણાવી દઈએ કે વિશ્વમાં આવા માત્ર 1500 કેસ જ નોંધાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ