ગુણકારી તજના પાણીના અગણિત લાભ…

તજના પાણીમાં રહેલા ગુણોથી તમારા શરીરને તંદુરસ્ગુત બનાવો..

સંશોધકોના જણાવ્યા પ્રમાણે બધી જ જડીબુટ્ટીઓ અને મસાલાઓમાં તજને પ્રથમ સ્થાન પર મુકવામાં આવ્યું છે ખાસ કરીને તેના એન્ટિઓક્સિડન્ટ સ્તર માટે.

એક ટેબલસ્પૂન તજના પાવડરમાં

 • 9 કેલરી હોય છે
 • 0 ગ્રામ ચરબી, ખાંડ, અને પ્રોટિન હોય છે.
 • 4 ગ્રામ રેશા
 • રોજિંદી જરૂરિયાતનું 68 ટકા મેન્ગેનિઝ હોય છે
 • રોજિંદી જરૂરિયાતનું 8 ટકા કેલ્શિયમ હોય છે.
 • રોજિંદી જરૂરિયાતનું 4 ટકા આયર્ન હોય છે.
 • રોજિંદી જરુરિયાતનું 3 ટકા વિટામિન કે હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sweet Treat By. Crystal (@sweettreatby.crystal) on

તજનો ઉપયોગ અહીં ભારતમાં મુખ્યત્વે મસાલાઓ બનાવવામાં વધારે કરવામાં આવે છે. પણ વિદેશમાં તજનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. તેને કેક, પેનકેક, ચોકલેટ પુડિંગ વિગેરે મિષ્ટાનોમાં વાપરવામાં આવે છે.

તજ માત્ર કોઈ તેજાનો જ નથી પણ તે તેથી પણ વિશેષ છે. તજના વિવિધ ઉપયોગથી શરીરને અગણિત ફાયદા થાય છે. તજને પોશકતત્ત્વો અને ખનીજથી ભરપુર ગણવામાં આવે છે કારણ કે તેમાં મેંગેનિઝ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને આયર્ન સારા પ્રમાણમાં હોય છે.

આ દરેક તત્ત્વ તમારા બ્લડપ્રેશર તેમજ રક્ત શર્કરાના સ્તરને ઓછુ કરે છે અને તમારી પાચનની સમસ્યાઓમાં પણ તમને રાહત આપવનામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ તજના વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત લાભો વિષે.

માત્ર થોડા પ્રમાણમાં જ તજનું સેવન કરવાથી તમને અગણિત ફાયદા થઈ શકે છે. માત્ર અરધી ચમચી રોજ તજનું સેવન કરવાથી તમારી રક્ત શર્કરા, પાચન, રોગપ્રતિકારક શક્તિ વિગેરે પર ઉત્તમ અસર થઈ શકે છે.

જો કે તેને તમે તેથી વધારે પ્રમાણમાં લેશો તો તેનાથી હૃદયને લગતા રોગોનું જોખમ ટળે છે અને ડાયાબિટીસ તેમજ કેન્સરનું જોખમ પણ ઘટે છે.

તજ અને મધનું પાણીઃ

જો તજના પાણીને મધ સાથે પીવનામાં આવે તો શરીરમાના ઝેરીતત્ત્વો બહાર કાઢવામાં મદદ થાય છે. આ પાણીના નિયમિત સેવનથી તમારી ભુખ સામાન્ય બને અને તમને જંક ફૂડ ખાવાની ઇચ્છા ઓછી થાય છે. અને સાથે સાથે તમારું વજન પણ ઘટે છે. આ પાણીના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

તેમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોવાથી પણ શરીરને લાભ રહે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબુત બને છે. આ ઉપરાંત તેનાથી યાદશક્તિ પણ સુધરે છે.

અભ્યાસ પ્રમાણે તજના ઉપયોગથી પાર્કિન્સન્સ જેવી બીમારી થવાની શક્યતા ઘટી જાય છે.

જો તમને દાતમાં પીડા થતી હોય તો તજના પાણીનો ઉપયોગ કરી તમે તેના એનાલ્જેસિક ગુણોનો ફાયદો લઈ પીડામાં ઘટાડો કરી શકો છો.

જો તમને સાંભળવામાં તકલીફ થતી હોય તો તમારે તરત જ તજનું પાણી પીવું શરૂ કરી દેવું જોઈએ. તજમાં એવા રસાયણો હોય છે જેનાથી ઓછું સાંભળવાની સમસ્યામાં રાહત મળે છે.

તજના પાણીના નિયમિત સેવનથી ત્વચાનો રંગ સારો થાય છે. તજમાં પુષ્કળ રેશા હોય છે જે શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.

મહિલાઓમાં જોવા મળતો પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એક હોર્મોનલ સમસ્યા છે. આ સમસ્યામાં સિસ્ટ બનવાના કારણે ઓવરીનું કદ વધી જાય છે. તજના પાણીનું નિયમિત સેવન કરવાથી તમારી આ સમસ્યા પણ ઘણા અંશે દૂર થશે.

તજના વિવિધ સ્વાસ્થ્યવર્ધક લાભો

  • એન્ટિઓક્સિડન્ટનો ઉત્તમ સ્રોત
  • દાહરોધી તત્ત્વોથી ભરપુર
  • હૃદયના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે
  • કોલેસ્ટેરોલનું સ્તર જાળવી રાખે છે
  • ઉચ્ચ રક્તચાપ દબાણને પણ અંકુશમાં રાખે છે

 • ડાયાબિટસ સામે રક્ષણ આપે છે
 • મજગની કાર્યક્ષમતા જાળવી રાખવનામાં મદદરૂપ
 • કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ
 • ચેપ તેમજ વાયરસ સામે રક્ષણે આપે છે
 • દાતનું સ્વાસ્થ્ય જાળવે છે અને તમારા શ્વોસોચ્છ્વાસને પણ કુદરતી રીતે તાજા રાખે છે
 • ત્વચાના સ્વાસ્થ્ય માટે લાભપ્રદ
 • એલર્જી સામે રક્ષણ આપે છે
 • તેના મીઠા સ્વાદના કારણે ખાંડની જગ્યાએ વ્યંજનમાં મીઠાશ ઉમેરવામાં માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
 • કુદરતી ફૂડ પ્રિઝર્વેટીવ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

ડીટોક્ષ ડ્રીન્ક

તૈયાર કરવનો સમય 2 મિનિટ

સામગ્રીઃ

 • 1 ગ્લાસ પાણી
 • 2 ટેબલસ્પૂન એપલ સિડર વિનેગર
 • 2 ટેબલસ્પુન લીંબુનો રસ
 • 1 ટી સ્પૂન તજનો પાવડર


બનાવવાની રીતઃ

બધી જ સામગ્રીને વ્યવસ્થીત રીતે મિક્સ કરી દેવી. તૈયાર થઈ ગયું ડીટોક્ષ ડ્રીંક, આ પીણાનો નિયમિત ઉપયોગ કરવાથી તમે તજના એન્ટીઓક્સિડન્ડ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોનો ભરપુર ફાયદો મેળવી શકો છો અને તે દ્વારા તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વેને દૂર કરી શકો છો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ