દિલ્હીના આ ખંડેરમાં રહેતું હતું એક રોયલ ફેમિલી, જે લોકો પર છોડતા હતા શિકારી કૂતરા

આઝાદીના કેટલાક દિવસ બહાદ ભારતને રાજશી તંત્રથી હટાવીને દેશનુ સુકાન પ્રજાતંત્રના હાથમા સોંપી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ કેટલાક શાહી પરિવાર તો પોતાની જીદ પર અડેલા રહ્યા પણ કેટલાક ધીમે ધીમે સમયની સાથે સાથે ગુમનામીના અંધારામાં જતા રહ્યા. કંઈક એવું જ અવધના છેલ્લા રાજકુમાર અલી સાથે થયું, તેમનું મૃત્યુ દિલ્લીમાં જ સ્થિત કોઈ ખંડેરમાં થયુ હતું. તો ચાલો આજે અમે તમને જણાવીએ આ છેલ્લા નવાબ અને તેની વાર્તા વિષે.

image source

વાસ્તવમાં તાજેતરમાં જ શહજાદાની બેગમ વિલાયત મહલે એ દાવો કર્યો છે કે 1857ની ક્રાંતિના સૌથી છેલ્લા નેતા વાલિદ અલીના મૃત્યુ બાદ જાણે કે તેમનો આખો પરિવાર દુનિયાથી કપાઈ ગયો હતો. જો કે અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ પિરવાર બીજા લોકો પર શિકારી કૂતરાઓ છોડવા માટે બદનામ રહ્યો છે.

image source

જો કે, 1970મા આ પરિવાર એકવાર ફરી લાઇમલાઇટમાં આવ્યું હતું જ્યારે બેગમે ફરી થી શાહી ઠાઠ-માઠથી પોતાની જિંદગી જીવવાનું નક્કી કર્યું. તે સમયે તે પોતાના દીકરા, દીકરી 7 નેપાળી નોકરો સાથે દિલ્લીમાં આવી ને દિલ્લીના રેલ્વે સ્ટેશનના ફર્સ્ટ ક્લાસ વેટિંગ રૂમમાં રેહવા લાગી. તે સમયે તેમની સાથે 15 શિકારી કૂતરા પણ આવ્યા હતા.

image source

દિલ્લી આવ્યા બાદ રાણીએ જિદ પકડી હતી કે સરકાર જ્યા સુધી તેના પરિવારના બલિદાનને સ્વિકારશે નહી ત્યા સુધી તે ત્યાં જ રહેશે. પણ સરાકરે તેણીની માંગ પુરી કરવામાં 8 વર્ષ લગાવી દીધા. અને પછી તેણીને દિલ્લીના રિજ ક્ષેત્રમાં બનેલા માલચા મહેલને રહેવા આપી દેવામા આવ્યો.

image source

પણ સરાકર દ્વારા આપવામા આવેલા આ મહેલમાં ન તો પાણી હતું કે નહોતી તો વિજળી, તેમ છતાં તે પરિવાર અહીં રેહવા માટે તૈયાર હતો. સાથે સાથે તેણીએ મહેલ બહાર બોર્ડ પણ લગાવ્યુ હતું જેના પર લખ્યું હતું કૂતરાઓથી સાવધાન. આ મહેલની હાલત આજે સાવ જ બિસ્માર છે. તમે તસ્વીરોમાં જોઈ શકો છો કે તે કોઈ હિન્દિ હોરર ફિલ્મના ભૂત બંગલા જેવો ભાસી રહ્યો છે.

image source

ભારતને આઝાદી મળ્યા બાદ દેશનું સુકાન પ્રજાના હાથમાં આવ્યું અને ત્યાર બાદ પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા નેતાઓને દેશને ચલાવવા માટે સોંપવામા આવ્યો.

image source

આ પહેલાં ભારત જુદા જુદા નાના-નાના રજવાડાઓમાં વહેંચાયેલો દેશ હતો. પણ સરદાર વલ્લભ ભાઈ પટેલે ખૂબ જ મહેનત કરીને બધાએ રજવાડાને ભેગા કરીને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું. રાજા રજવાડાઓ પાસેથી તેમની સત્તાઓ લઈ લેવામા આવી અને દેશને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યો.

image source

જો કે સરકાર તરફથી રજવાડાઓના રાજવી પરિવારને કેટલીક રાહતો અને સાલિયાણાની પણ વ્યવસ્થા કરવામા આવી હતી. પણ આ સાલિયાણા ઇન્દિરાગાંધીએ પોતાના શાસન દરમિયાન નાબૂદ કર્યા. અને રજવડાઓને પોતાના પર જ છોડી દેવામાં આવ્યા. જેમાંથી કેટલાક આજે પણ પોતાનું સ્ટેટસ જાળવવામાં સફળ રહ્યા છે તો વળી કેટલાકનો આજે કોઈ પત્તો નથી રહ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ