ભાગ્યે જ જાણતા હશો ગુલાબજળના આ ખાસ ફાયદા, આજથી જ કરશો શરૂ

ગુલાબની પાંખડીઓ જેવી કોમળ અને સુંદર સ્કીન મેળવવાની ઈચ્છા દરેક મહિલાની હોય છે. આ માટે દરેક મહિલાના મેકઅપ કિટમાં ગુલાબજળની બોટલ મળી રહે છે. કેમકે કે એક નેચરલ ટોનરનું કામ કરે છે. તો આજે જાણી લો ગુલાબજળના અનેક ફાયદા ને કરી લો ઉપયોગ શરૂ.

image source

સૌથી પહેલા આ રીતે ઘરે જ બનાવી લો ઓર્ગેનિક ગુલાબજળ

  • ગુલાબની પાંખડીઓને ગુલાબથી અલગ કરો. તેને એક વાર પાણીથી સારી રીતે ધોઈ લો. જેથી તેની પરની માટી સાફ થઈ જાય.
  • હવે જરૂર અનુસાર પાણી ગરમ કરો અને પછી તેમાં ગુલાબની પાંખડીઓ નાખીને તેને 30 મિનિટ સુધી ઉકાળો. ગેસ ધીમો રાખો.
  • પાણીને ગાળીને અલગ કરો અને તેને ઠંડું થવા દો.
  • ગુલાબજળ તૈયાર છે અને તે ઠંડું થાય એટલે તેને સાફ બોટલમાં ભરી લો.
image source

ફેસપેક અને નેચરલ ટોનર

ગુલાબની પત્તીઓથી તમે હોમમેડ ફેસપેક અને નેચરલ ટોનરને તૈયાર કરી શકો છો. પેનમાં થોડું પાણી લો અને તેમાં ગુલાબના પાનને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેનો રંગ ન છૂટે. તેને ઠંડું કરો અને ખાલી બોટલમાં ભરીને ટોનરની જેમ ઉપયોગમાં લો. ગુલાબની પત્તીઓને પીસીને તેમાં થોડું કાચું દૂધ મિક્સ કરો અને તેને ફેસ પર લગાવો. સ્કીન એકદમ ફ્રેશ થશે. જો તમે ઈચ્છો તો તેમાં ચંદન પાવડર પણ મિક્સ કરી શકો છો. તેનાથી પણ ચહેરાને સારો એવો નિખાર મળી રહે છે.

image source

નેચરલ મેકઅપ રિમૂવર

મેકઅપ કરો પણ સૂતા પહેલાં તેને સાફ કરવાનું ભૂલો નહીં. ગુલાબજળ નેચરલ મેકઅપ રિમૂવર છે. ગુલાબજળને કોટનની મદદથી ફેસ પર લગાવો અને સાથે મેકઅપ રીમૂવ કરો. ફેસની તમામ માટી નીકળી જશે.

વાળ પણ થશે શાઈની અને મજબૂત

image source

એલોવેરા જેલમાં ગુલાબ જળને મિક્સ કરો અને વાળના મૂળમાં સારી રીતે મસાજ કરો. 30 મિનિટ રાખ્યા બાદ વાળને ધોઈ લો. તમારા વાળ એકદમ સ્મૂધ, શાઈની અને સિલ્કી બની જશે. પરસેવાના કારણે લોકોના વાળમાથી સ્મેલ આવે છે તે શક્ય છે. આ માટે આ નુસખો કમાલનો છે. કેમકે ગુલાબની સુગંધથી વાળમાં થોડી થોડી સ્મેલ આવે છે.

બળતરામાં મળે છે રાહત

આંખને માટે પણ આ ફાયદો કરે છે. થાક કે સતત કામ કરવાના કારણે જો આંખમાં બળતરા થાય છે તો ગુલાબજળના ટીપાં નાંખો. આંખનો કચરો સાફ થશે અને સાથે બળતરાથી રાહત મળશે.

image source

જો હાથ પગમાં બળતરાની સમસ્યા છે તો ચંદન પાવડરમાં ગુલાબજળ મિક્સ કરીને લેપની જેમ લગાવો. જલ્દી રાહત મળશે. થાક અને સ્ટ્રેસને કારણે માથાનો દુઃખાવો થાય છે તો ચંદન પાવડરમાં કપૂર અને ગુલાબજળ મિક્સ કરી લો અને લેપની જેમ માથા પર લગાવો. તરત જ આરામ મળી જશે.

અનેક લોકોને તળેલું અને શેકેલું ખાવાની આદતના કારણે છાતીમાં દુઃખવાની ફરિયાદ પણ રહે છે. એવામાં 1 કપ ગુલાબજળ અને 1/4 કપ નારંગીનો રસ મિક્સ કરો અને દિવસમાં 2 વાર પીઓ. તેનાથી આ પ્રકારની બળતરા, ગળામાં ખારાશ, જીવ ગભરાવવો વગેરે સમસ્યામાં રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ