શું તમે જાણો છો ગુજરાતમાં વસેલા આ આફ્રિકન ગામ વિશે?

શું તમે ગુજરાતમાં વસેલા આ આફ્રિકન ગામ વિષે જાણો છો ? અહીં વસે છે હજારો સિદ્દિ, ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક ગામ આવેલું છે જ્યાં હજારો આફ્રિકન નિગ્રો વસે છે. તેઓ અહીં આજકાલના નહીં પણ સદીઓથી વસેલા છે.

image source

ભારત દેશ પ્રાકૃતિક, સાંસ્કૃતિક ધાર્મિક બધા જ પ્રકારનું વૈવિધ્ય ધરાવે છે. અહીં તમને ઉત્તરે હિમાલય જોવા મળે છે તો વળી પુર્વ, પશ્ચિમ અને દક્ષિણે હિલોળા ખાતો સમુદ્ર કિનારો જોવા મળે છે. અહીં તમને નવરાત્રીમાં ગરબે ઘુમતી ગુજરાતણો પણ જોવા મળે છે અને દુર્ગાપુજા કરતી બંગાળણો પણ જોવા મળે છે. તો વળી એક જ શહેરમાં તમને હિન્દુ, મુસ્લિમ, સિખ, ખ્રીસ્તી, યહુદી, પારસી, ખોજા વિગેરે જોવા મળી જશે.

image source

તમે ભારત વિષે અનેક વૈવિધ્ય સભર કલ્પના કરી શકો છો પણ જ્યારે તમને એમ કહેવામા આવે કે ભારતના ગુજરાતમાં જ એક આખું ગામ આફ્રિકન સિદ્દિઓનું છે તો તમને વિશ્વાસ નહીં થાય ! પણ આ વાત સતપ્રતિશત સાચી છે.

image source

આફ્રિકન મૂળના આ સિદ્દીઓ છેલ્લા ઓછામાં ઓછા 200 વર્ષથી ગુજરાતમાં વસે છે. જો કે તેમને આફ્રિકન સિદ્દિ કહેવા કરતાં ગુજરાતી સિદ્દિ કહેવા વધારે યોગ્ય છે. કારણ કે અમેરિકામાં ગયેલો ભારતિય ગ્રીનકાર્ડ હોલ્ડર પોતાને અમેરિકન ગણવા લાગે તો આ લોકો તો છેલ્લા 200 વર્ષથી અહીં રહે છે તો વળી તેમને આફ્રિકન શા માટે કહેવા તેમને તો ગુજરાતી સિદ્દિ જ કેહવા જોઈએ.

ગુજરાતી આફ્રિકન સિદ્દિઓનો ઇતિહાસ

image source

ગુજરાતમાં વસેલા આ આફ્રિકન નિગ્રો સદીઓ પહેલાં આફ્રિકા અને આરબ દેશમા કામ કરતાં મજૂરોના વંશજો છે. આપણે બધા બ્રિટિશ લોકોની ગુલામી પ્રથાથી સારી રીતે માહિતગાર છે. તેમણે ભારતમાં રહીને ભારતના જ લોકો સાથે ગુલામી કરાવી હતી. અને અમેરિકામાં પણ એક સમયે કાળા લોકો પાસે ગુલામો જેવું વર્તન કરવામાં આવતું હતું. જેના માટે ઘણી લાંબી ક્રાંતિ પણ કરવામાં આવી હતી અને છેવટે તેમને તે ગુલામી પ્રથામાંથી છુટકારો પણ મળ્યો હતો. તેવી જ રીતે બ્રિટિશ રાજ પહેલાં જ્યારે ભારતના યુરોપ તેમજ ખાડી દેશો સાથેના વેપાર દરમિયાન આરબો પોતાની સાથે આફ્રિકાના હબસીઓને પણ ગુલામ તરીકે પોતાની સાથે લાવતા હતા અને ગુલામ તરીકે અહીંના રાજાઓને તેમની ભેટ આપતા. આમ ધીમે ધીમે તે લોકો અહી આવીને વસી ગયા.

image source

તે જ સમય દરમિયાન ગુજરાત તેમજ આસપાસના વિસ્તારોમાં સમગ્ર ભારતમાં 25000 કરતા પણ વધારે આફ્રિકન નિગ્રો આવીને વસ્યા હતા. જો કે તેમના પણ અલગ અલગ ધર્મો છે તેમાંના કેટલાક મુસલમાન છે તો કેટલાક ખ્રીસ્તી છે તો વળી કેટલાક હિન્દુ છે.

ગુજરાતમાં આફ્રિકન નિગ્રો ક્યાંથી આવ્યા

image source

એક કથા પ્રમાણે જુનાગઢના નવાબ જ્યારે આફ્રિકા ગયા હતા તે વખતે તેમને કોઈ આફ્રિકન મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો. તેણી જ્યારે ભારત આવી ત્યારે પોતાની સાથે ઘણા બધા ગુલામ લેતી આવી હતી. અને તે જ લોકો ગુજરાતમાં વસી ગયા અને ગુજરાતી આફ્રિકન સિદ્ધિ બની ગયા. જો કે તેઓ ક્યારે અહીં આવ્યા અને તેમણે ક્યારે અહીં વસવાટ કર્યો તેની જાણકારી ક્યાંય મળી નથી. પણ એટલી વાત સાચી છે કે તેઓ છેલ્લા 200 વર્ષથી અહીં રહે છે.

image source

જો કે એક સ્થાનિક વાયકા પ્રમાણે એવું પણ કહેવામાં છે કે એકવાર સેંકડો હબશી ગુલામો ભરેલું વહાણ ગુજરાતના સમુદ્રકાંઠે ભાંગી પડ્યું હતું. પોતાનો જીવ બચાવતા તેઓ ગુજરાતના કિનારે આવી પહોંચ્યા. અને ત્યાં તેમને ગીરનો સાવજ એટલે કે સિંહ દેખાયો, ત્યારે તેમને એવું લાગ્યું કે તેઓ આફ્રિકા પહોંચી ગયા છે ! પણ વાસ્તવમાં તો તેઓ ભારતમાં આવી ગયા હતા ! હવે શું સાચું છે શું ખોટું તેનો તો કોઈ રેકોર્ડ નથી.

ગુજરાતનું આફ્રિકન ગામ જામ્બુર એક અનોખુ ટુરિસ્ટ ડેસ્ટિનેશન

image source

ગુજરાતમાં આવેલું જામ્બુર નામનું આ આફ્રિકન ગામડું ગિરના જંગલથી માત્ર 68 કિલોમીટરના અંતરે આવેલુ છે. પણ લોકો અહીં ગીરના જંગલોમાં તો સફારી કરવા આવે જ છે પણ. પ્રવાસીઓમાં આ અનોખું ગામ પણ અનોખું આકર્ષણ ધરાવે છે. અહીં પ્રવાસી આવીને આફ્રિકન અમેરિકન લોકો સાથે તસ્વીરો ખેંચાવે છે.

ગુજરાતી આફ્રિકન સિદ્દિઓની રહેણી કરણી

image source

સામાન્ય ગુજરાતીઓની જેમ આ સિદ્દિઓ પણ ગુજરાતી ભાષા જ વ્યવહારમાં વાપરે છે. અને તેઓ ગુજરાતી વ્યંજનો પણ બનાવે છે. પણ તેઓ એક વાતે અહીં અલગ પડે છે અને તે છે તેમનો આફ્રિકન ડાન્સ. તેમણે આજે પણ પોતાના સદીઓ જુના વારસા એવા આફ્રિકન ડાન્સને પોતાનામાં સાંચવી રાખ્યો છે. અહીં અવાનાવારા પ્રવાસિઓ ધાડિયા આવે છે જેનું આ હબસી લોકો પોતાના અનોખા ડાન્સ દ્વારા મનોરંજન કરે છે અને તે દ્વારા નાની સરખી કમાણી પણ કરી લે છે.

image source

જો વહે પછી ક્યારેય તમે ગીરના જંગલની મુલાકાત લો તો તમારે પણ જાંબુર ગામના હબસીઓની મુલાકાત લઈને પ્રવાસનો એક અલગ જ રોમાંચ અનુભવવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ