“ઈન્સ્પાયર”ના મતે દુનિયાની સૌથી સુંદર ૩૦ સ્ત્રીઓની યાદી.

વિશ્વની ત્રીસ અત્યંત સુંદર સ્ત્રીઓ

અહીં જે દુનિયાની ત્રીસ સુંદરીઓ વિષે જણાવવામાં આવ્યું છે તેઓ માત્ર દેખાવે જ સુંદર નથી પણ તેમણે જીવનમાં આપબળે પોતાનું સ્થાન મેળવ્યું છે. તો ચાલો જાણીએ વિશ્વની આ ત્રીસ રુપ સુંદરીઓ વિષે.

30. મોઝદાહ જમાલઝાદાહ

image source

મોઝદાહ એક અફઘાની યુવતી છે. તેણી કેનેડાની એક જાણીતી ગાયિકા છે. તેણીએ માતાપિતા સાથે ખુબ જ નાની ઉંમરે અફઘાનિસ્તાનથી કેનેડામાં સ્થળાંતર કર્યું હતું. અને ત્યાં તેણીએ સંગીત શીખવાની શરૂઆત કરી હતી. તેણીના ‘અફઘાન ગર્લ’ ગીતે તેણીને રાતો રાત વિખ્યાત બનાવી મુકી હતી.

29. એલિશિયા વિકેન્ડેર

image source

હોલીવૂની અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રી એલિશિયા સુંદર તો છે જ પણ સાથે સાથે ટેલેન્ટેડ પણ છે. તેણી એક સ્વિટિશ એક્ટ્રેસ છે તેણીને તેની ફિલ્મ એક્સ મશિન માટે ગોલ્ડન ગ્લોબમાં નોમિનેશન મળ્યું હતું જ્યારે તેણીએ ધી ડેનીશ ગર્લ માટે ઓસ્કાર અવોર્ડ પણ મેળવ્યો હતો.

28. તરાનેહ અલિદૂસ્તી

image source

જો તમે મિડલ ઇસ્ટર્ન ફિલ્મોના ફેન હોવ તો તરાનેહનું નામ તમારા માટે જરા પણ અજાણ્યું નહીં હોય. તરાનેહને છેલ્લા દસ વર્ષની ઉત્તમોત્તમ ઇરાનીયન ટીવી એક્ટ્રેસ તરીકે ચૂંટવામાં આવી હતી. તેણીને તેના અભિનય તેમજ તેના સૌંદર્ય માટે ખુબ વખાણવામાં આવે છે.

27. નાઓમી કેમ્પબેલ

image source

નાઓએમી કેમ્પબેલ વિશ્વની પહેલી હરોળની ફેશન મોડેલ છે. તેણીનું સૌંદર્ય એટલું અલગ અને અદ્ભુત છે કે જેની સરખામણી કોઈની પણ સાથે ન થઈ શકે. તેણી 47 વર્ષની બ્રિટિશ મોડેલ છે તેમ છતાં જે ક્ષણે તેણી રેમ્પર વોક કરતી દેખાય કે આખા રેમ્પની રોનક જ બદલાઈ જાય છે.

26. એને કર્ટીસ

image source

આ યુવતિને જોઈ કોઈ પણ ન કહી શકે કે તેણી 32 વર્ષની છે. તેણી ફિલિપિન્નો-ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ છે. જો કે તેણી માત્ર અભિનેત્રી જ નહીં પણ, ટેલિવિઝન હોસ્ટ, વીજે, રેકોર્ડીંગ આર્ટીસ્ટ અને બીજી ઘણી બધી આવડતો ધરાવે છે.

25 મેન્યુએલા અર્કુરી

image source

1977માં જન્મેલી મેન્યુએલા વ્યવસાયે એક મોડેલ તેમજ એક્ટ્રેસ છે. તેણી એક ઇટાલિયન છે. તેણીને જોતાં તેણી કોઈ એક્ટ્રેસ નહીં પણ કોઈ યુરોપિયન દેશની રાજકુમારી જેવી લાગે છે.

24 રોન્ડા રોઝી

image source

રોન્ડા રોઝી એક અમેરિકન કુશ્તિબાજ, અભિનેત્રી, લેખિકા, માર્શલ-જુડોકા આર્ટિસ્ટ છે. તેણી હાલ WWE સાથે કરારબદ્ધ છે. તેણીને તેના પ્રોફેસનમાં રાઉડી કહીને બોલાવવામાં આવે છે. તેણીએ પોતાનું આ મુકામ ઘણા બધા સંઘર્ષોનો સામનો કરીને મેળવ્યું છે. તેણી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7માં પણ જોવા મળી હતી.

23. એલિઝાવેટા બોયારસ્કાયા

image source

રશિયાની આ એક્ટ્રેસના લોહીમાં એક્ટિંગ છે. તેણી રશિયન ફિલ્મો તેમજ રશિયન નાટકોની રાણી છે. તેણીના માતાપિતાને ચોક્કસ તેણી પર ગર્વ થતો હશે. માત્ર 33 વર્ષી ઉંમરમાં તેણીએ જીવનમાં ઘણું બધું હાંસલ કરી લીધું છે.

22. ઐશ્વર્યા રાય બચ્ચન

image source

ઐશ્વર્યાને અવારનવાર ઘણી બધી ઇવેન્ટ્સમાં દુનિયાની સૌથી સુંદર સ્ત્રી તરીકે સંબોધવામાં આવે છે પણ વાસ્તમાં તેણી આ ખિતાબથી કંટાળી ગઈ છે. પણ તેણીની સુંદરતાને તો આપણે ન જ નકારી શકીએ. જો કે તેણીના ફેન્સને હંમેશા એ ફરિયાદ રહ્યા કરે છે કે તેણી ઘણું ઓછું કામ કરે છે.

21. કેલ અપટન

image source

કેટ એક અમેરિકન સુપર મોડેલ છે. તેણીને ખાસ લોકો સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિસ્યૂટના મેગેઝિનમાં જોવાનું વધારે પસંદ કેર છે. તેણીની મુખ્ય કારકીર્દી તો એક મોડેલની છે તેમ છતાં તેણીએ કેટલીક ફિલ્મોમાં પણ કિસ્મત અજમાવી છે.

20. હૈફા વેહ્બ

image source

હૈફા એક અરેબિયન પોપ સિંગર છે. તેણી મૂળે લેબનોનની છે. પિપલ્સ મેગેઝિન દ્વારા 2006માં તેણીને દુનિયાની સૌથી સુંદર 50 સ્ત્રીઓની યાદીમા સમાવવામાં આવી હતી. 41 વર્ષે પણ હૈફા તેટલી જ સુંદર લાગી રહી છે.

19. એન્ડ્રીયાના લિમા

image source

35 વર્ષિય એન્ડ્રીયાના એક બ્રાઝિલિયન મોડેલ તેમજ એક્ટ્રેસ છે તેણી વિક્ટોરિયાઝ સિક્રેટ એન્જલ 1999 થી 2018 માટેની જાણીતી મોડેલ રહી ચુકી છે. 35 વર્ષિય એડ્રીયાના બે બાળકોની માતા છે. તેણી વિશ્વની અત્યંત મોંઘી મોડેલ છે.

18. એમાન્ડા સેર્ની

image source

એમેન્ડા સેર્ની ધી વાઈન નામની યુટ્યુબ ચેનલ ધરાવે છે તેણી એક યુટ્યુબ સ્ટાર છે. તેના ફેન્સ તેણીની એક્ટિંગ, તેણીના રમુજી સ્વભાવના કાયલ છે. સેર્નીએ આ મુકામ ખુબ જ મહેનત કરીને મેળવ્યું છે.

17. બ્લેક લાઈવલી

image source

બ્લેક લાઈવલી હોલીવૂડની જાણીતી અભિનેત્રી છે તેણી ડેડપોલ ફિલ્મના મુખ્ય હીરો રિયાન રેનોલ્ડ્સની પત્ની છે. તેણીની સુંદરતામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. હાલ તેણી રિયાનના ત્રણ બાળકોની માતા છે. પ્રેગ્નન્સી દરમિયાન તેણીના સૌંદર્યે લોકોને ખુબ આકર્ષ્યા હતા.

16. ગેલ ગેડોટ

image source

ગેલ ગેડોટને આપણે બધા વન્ડર વૂમન તરીકે સારી રીતે જાણીએ છીએ. તેમી મૂળે ઇઝરાયેલી એક્ટ્રેસ તેમજ મોડેલ છે. તેણી ફાસ્ટ ફ્યુરિયસ ફિલ્મ સિરિઝમાં પણ જોવા મળી હતી. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ એક એવી મોડેલ તેમજ એક્ટ્રેસ છે કે જેણે ઇઝરાયેલી મિલેટ્રીમાં બે વર્ષ સેવા આપી હતી.

15. એશ્લી ગ્રેહામ

image source

એશ્લી ગ્રેહામ વિશ્વની પ્રથમ નમંબરની પ્લસ સાઇઝ મોડેલ છે. એશલી અમેરિકન મેગેઝિન સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમ સ્યૂટના ઇશ્યુના કવર પર પહેલીવાર જેવા મળી હતી.

14. નિકિ કરિમિ

image source

નિકિ કરિમિ એક ઇરાનિયમ અભિનેત્રી છે. તેણી એક એક્ટ્રેસ તરીકે ખુબ જ સફળ રહી પણ ત્યાર બાદ તેણીએ દીગ્દર્શન તેમજ સ્ક્રીન રાઈટીંમાં પણ પોતાની કિસ્મત અજમાવી. અને ત્યાર બાદ તેણીએ પોતાના નામે ઘણા બધા અવોર્ડ કર્યા છે. તેણીનો એક અલગ ચાહકવર્ગ છે.

13. ગીગી હદીદ

image source

સુપર મોડેલ બેલા હદીદની નાની બહેન ગિગિ હદીદ, દુનિયાની પ્રથમ હરોળની સુપર મોડેલમાંની એક છે. તે જાણીતા પોપ સિંગર ઝીયાન મલિકની ગર્લફ્રેન્ડ છે જો કે તેની સાથે તેણીને ઘણીવાર બ્રપેકઅપ-પેચઅપ થયેલા છે.

12. એમા સ્ટોન

image source

એમા સ્ટોનને અત્યાર સુધીમાં એક એકેડેમી અવોર્ડ અને એક ગોલ્ડન ગ્લોબ અવોર્ડ પોતાની અભિનય ક્ષમતાના આધારે મળી ચુક્યો છે. તેણી 2017માં વિશ્વની સૌથી વધારે ફી વસુલતી અભિનેત્રી બની હતી. માત્ર ત્રીસ વર્ષની ઉંમરે એમા ઘણા ઉંચા મુકામ પર પહોંચી છે.

11. પિયા વર્ટ્ઝબેક

image source

2015માં પિયા મિસ યુનિવર્સનો ખિતાબ જીતી હતી. તેણી એક ફિલિપિનો-જર્મન એક્ટ્રેસ તેમજ મોડેલ છે. તેણી ખરેખર આ લિસ્ટમાં 11માં સ્થાને આવવાને લાયક છે.

10. એલેક્ઝાન્ડ્રા ડાડેરિઓ

image source

હોલીવૂડની આ હીટ અભિનેત્રી ઘણી નાની ઉંમરે અભિનય ક્ષેત્રમાં પ્રવેસી હતી. તેણીની આંખો જ તેના સૌંદર્યનું વર્ણન કરવા માટે પુરતી છે. તેણીએ ભારતમાં હીટ ગયેલી હોલીવૂડ ફિલ્મ સાન ડ્રીસમાં મુખ્ય ભુમિકા ભજવેલી. તેમજ તેણી 2017ની બેવોચમાં પ્રિયંકા ચોપરા સાથે પણ જોવા મળી હતી.

9. ફાહરિયા એવ્સેન

image source

મધ્ય પુર્વના એક દેશની અત્યંતુ સુંદર સ્ત્રી. ફાહરિયા એક ટર્કિશ અભિનેત્રી છે. તેણી ટર્કીશ ટીવી સિરિઝનો એક જાણીતો ચહેરો છે. તેણી મૂળે જર્મનીમાં જન્મેલી હતી અને 19 વર્ષની ઉંમરે તેણી પોતાની માતૃભુમિમાં પાછી ફરી હતી.

8. એન્જેલિના જોલી

image source

હોલીવૂડની ટોપ એક્ટ્રેસ એન્જેલિના જોલી વિશ્વની માત્રી સૌથી સુંદર જ નહીં પણ સૌથી આકર્ષક સ્ત્રીઓમાંની એક છે. તેણી છેલ્લા કેટલાક વર્ષોથી પતિ બ્રાડ પિટ સાથેના છુટ્ટા છેડાના કારણે ચર્ચામાં રહી હતી અને તેના સ્વાસ્થ્ય પર પણ તેની માઠી અસર થઈ હતી. જો કે તેણી ફરી પાછી મેલેફિસન્ટ 2માં પોતાનો જાદૂ પાથરવા આવી રહી છે.

7. માર્ગોટ રોબ્બી

image source

હોલીવૂડ એક્ટ્રેસ માર્ગોટ ફિલ્મ ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રિટથી ઘણી જાણીતી બની હતી. ઓસ્ટ્રેલિયાની આ અભિનેત્રીના યુએસએમાં માઈગ્રેટ થતાંની સાથે જ ખ્યાતનામ બની ગઈ હતી.

6. દિપિકા પદુકોણ

image source

ભારતિયોમાં દિપિકા પદુકોણનું નામ જરા પણ અજાણ્યું. બોલીવૂડમાં દિપિકાના નામનો ડંકો છે. તેણી દેસની સૌથી વધારે બેંકેબલ એક્ટ્રેસ છે. છેલ્લા ઘણા સમયથી તેણીની કોઈ જ ફિલ્મ ફ્લોપ નથી ગઈ. બોલીવૂડમાં આવતા પહેલાં તેણી એક સુપર મોડેલ હતી.

5. ડકોટા જોહ્ન્સન

image source

હોલીવૂડની બહુચર્ચિત અને બહુ જ વખોડાયેલિ ફિલ્મ ફિપ્ટી શેટ્સ ઓફ ગ્રેની મુક્ય અભિનેત્રી ડકોટા જોહ્ન્સને હોલીવૂની સૌથી હોટ અભિનેત્રિઓમાં ગણવામાં આવે છે.

4. એમા વોટસન

image source

હેરી પોર્ટર મુવી સિરિઝની જાન એવી હરમાઈની એટલે કે એમા વોટસનને બાળ-બાળ ઓળખે છે. તેણી એક ઉત્તમોત્તમ અભિનેત્રી છે જે તેણીએ પોતાની ફિલ્મોમાં સાબિત કર્યું જ છે. પણ તેણી દીલની ઘણી ઉદાર પણ છે અને સાથે સાથે અત્યંત બુદ્ધિશાળી પણ છે. એક યુવતિમાં આથી વિશેષ બીજું શું જોઈએ.

3. ટેઈલર હિલ

image source

23 વર્ષિય ટેલર હિલ એક અમેરિકન મોડેલ છે તેણીએ વિક્ટોરિયાઝ સિક્રેટ એંજલ 2015 માટે મોડેલીંગ કર્યું હતું. તેણીના કેટવોકથી ભલભલા ડીઝાઈનર્સ ઘાયલ થઈ જાય છે. ઘણી નાની ઉઁમરે તેણીએ સુપર મોડેલનું સ્થાન મેળવ્યું છે.

2. પ્રિયંકા ચોપરા

image source

ભૂતપુર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરા લાંબી રેસનો ઘોડો છે. તેણી જ્યારથી મિસ વર્લ્ડ બની હતી ત્યારથી જ તેણી અવનવી બુલંદીઓ પામશે તેવું નક્કી જ હતું. પ્રિયંકા બોલીવૂડની તો હીટ અભિનેત્રી હતી જ પણ હવે તેણી હોલીવૂડમા પણ પોતાનો જાદૂ વિખેરી રહી છે. તેણીને આંતરરાષ્ટ્રિય સ્તરે તેણીની સાદગી માટે ચાહવામાં આવે છે.

1. બેયોન્સે

image source

બેયોન્સેને તેના ફેન્સ ક્વીન બી કહીને સંબોધે છે. તેણી એક અત્યંત સફળ, અત્યંત વખણાયેલી પોપ સિંગર છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ દીકરી ઇશા અંબાણીના લગ્નમાં બેયોન્સેની પ્રાઇવેટ કોન્સર્ટ કરાવી હતી જેમાં લાખો ડોલર્સની ફી બેયોન્સેએ વસુલી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ