ગુજરાતમાં આવેલું આ માતાજીનું મંદિર શુધ્ધ ઘીથી ધોવાય છે

ગાંધીનગરનું રૂપાલ દેશ-વિદેશમાં વિખ્યાત છે. માતાના ભક્તોની આસ્થાનું પ્રતિક આ મંદિર ખાસ વિશેષતા ધરાવે છે. વરદાયિની માતાની કિર્તી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે.

જ્યારે મા વરદાયિનીને ઘીનો અભિષેક કરવામાં આવે છે ત્યારે ઘીની નદીઓ વહે છે અને આખુ ગામ ઘીથી તરબતર થઈ જાય છે. સૈકાઓથી આ પ્રથા અહીં ચાલી આવે છે.

image source

નવપરણિત યુગલ અને નવજાત શિશુઓને માની પલ્લીની જ્યોતની પરીક્રમા કરાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે એવી ભક્તોને મા પર શ્રદ્ધા છે. નવરાત્રીમાં અહીં ખાસ પલ્લીનું આયોજન કરવામાં આવે છે.

કહેવાય છે કે સૃષ્ટિના નિર્માણથી અહીં બિરાજમાન છે માતાજી

image source

કહેવાય છે કે માતા વરદાયીની તમામ દુઃખ દર્દ દૂર કરનારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. માતા વરદાયીના સ્મરણ માત્રથી ભક્તોના તમામ કષ્ટનો સંહાર થઈ જાય છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક છે. કહેવાય છે કે અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજમાન છે. આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્રીવતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયીની બિરાજમાન છે.

વણકર, સુથાર, વાણંદ, કુંભાર, મુસ્લિમ, પટેલ, ક્ષત્રિય પંચોલ સમાજ દ્વારા તૈયાર પલ્લી

image source

પલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા થાય છે. પલ્લી બનાવવા માટે વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાનું લાકડું લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે. વાણંદ ભાઈઓ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા છાન્દે છે અને મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પુરી છે. જ્યારે પટેલ સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે. પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે. તો પંચોલ સમાજના લોકો માતાજીના નિવેદ માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે. ત્યારબાદ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે.

ગુજરાત જ નહીં દેશ-વિદેશથી પણ આવે છે ભક્તો

image source

પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન 27 ચકલાઓ આગળ ઉભી રાખવામાં આવે છે જ્યાં લાખો ભક્તો ઘીનો અભિષેક કરે છે. સમગ્ર ગામમાં ભર્યા બાદ આરતી અને પૂજા અર્ચના બાદ પલ્લી પૂર્ણ થાય છે. આ પલ્લીના દર્શન માટે ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશ બહાર અમેરિકા, લંડનથી પણ ભાવિક ભક્તો ઉમટે છે.

પલ્લી સાથે જોડાએલી લોકવાયકા

image source

દ્વાપર યુગમાં પાંડવો જ્યારે ગુપ્તવાસમાં જતા પહેલા પોતાના શસ્ત્રો ખીજડાના વૃક્ષની નીચે છુપાવ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. જંગલોની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ ઝાડની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાં પાછા ફર્યા હતા. અને શસ્ત્રો લેવા માટે રૂપાલ આવ્યા હતા. ત્યારે તેમણે શસ્ત્રો પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવીને માતાજી પાસે મૂકી હતી આ પછી તેમણે હસ્તીનાપુર જીત્યુ હતુ. અને આ જીતનો આભાર માનવા ભગવાન શ્રી કૃષ્ણ સાથે રૂપાલ પરત ફરીને તેમણે સોનાની પલ્લી બનાવીને નગરયાત્રા યોજી હતી. બસ તે જ સમયથી એટલે કે પાંચ હજાર વર્ષોથી નવરાત્રીના નવમા નોરતે માની પલ્લી યોજાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ