હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં વોક કરતા પણ વધુ અસરકારક છે સ્ટ્રેચિંગ

વર્તમાન સમયમાં લોકોને હાઈ બીપીની સમસ્યા વધુ રહે છે. આમ તો આના માટે ઘણા કારણો જવાબદાર છે. વધતી ઉમર, ખાન પાન અને રહેણી કરણી. ભાગદોડ ભરી જિંદગીમાં બીપીની સમસ્યા આમ વાત થઈ ગઈ છે. જો કે આ અંગે કરવામાં આવેલા સંશોધનમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે.

image soucre

આ અંગે કેનેડાની એક યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે હાઈ બ્લડ પ્રેશરથી મુશ્કેલીમાં જો 30 મિનિટની સ્ટ્રેચિંગ એક્સર્સાઈઝ કરવામાં આવે તો ઘણી રાહત થઈ શકે છે. આ દાવામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે વોકિંગ કરતાં પણ વધુ અસરકારક છે. આ અંગ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સ્ટ્રેચિંગ અને વૉકની અસર હાઈ બ્લડ પ્રેશર પર કેટલી પડે છે તેના માટે એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

40 દર્દીઓના 2 ગ્રુપ બનાવવામાં આવ્યા

image soucre

આ સંશોધન દરમિયાન ઘણા ચોંકાવાનારા તારણો સામે આવ્યા છે. આ અંગે વૈજ્ઞાનિકોએ કહ્યું કે, રિસર્ચ દરમિયાન હાઈ બ્લડ પ્રેશરથી પીડિત 40 દર્દીઓના 2 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. જેમા એક ગ્રુપને વૉક અને બીજા ગ્રુપને સ્ટ્રેચિંગ એક્સર્સાઈઝ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સંશોધનમાં સામે આવેલા રિઝર્લ્ટથી સહુ કોઈ ચોકી ગયા હતા. કારણે કે સંશોધન મુજબ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં વૉકથી વધારે સ્ટ્રેચિંગ એક્સર્સાઈઝ વધારે અસરકારક સાબિત થઈ હતી.

image source

આ અંગે ફિઝિકલ એક્ટિવિટી એન્ડ હેલ્થ જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે જ્યારે વ્યક્તિ સ્ટ્રેચિંગ એક્સર્સાઈઝ કરે છે તો મસલ્સથી લઈને ધમનીઓ પર તેની અસર જોવા મળે છે. નોંધનિય છે કે તેનાથી માંસપેશીઓ જકડાઈ જતી નથી. જેના કારણે લોહિનું પરિભ્રમણ સુવ્યવસ્થિત રીતે થાય છે.

બ્લડ પ્રેશર બીમારી નથી

image soucre

આ ઉપરાંત સંશોધનમા એ વાત પણ સામે આવી છે કે જો તમે શરીરમાં રહેલી વધારાની ચરબી ઘટાડવા માગો છો તો વોકિંગ શ્રેષ્ઠ ઓપ્શન છે. તો બીજી તરફ સંશોધનમાં એ પણ જોવા મળ્યું છે કે જે લોકોએ વોકિંગ કર્યું તેમનું વજન સ્ટ્રેચિંગ કરતાં વધારે ઘટ્યું. આ અંગે વૈજ્ઞાનિકોએ કહ્યું કે, પોતાની જાતને રિલેક્સ કરવા માટે સોફા કે બેડને બદલે જમીન પર બેસો અને સૌથી મહત્વની વાત એ છે કે તમે ટીવી જોતાં પણ સ્ટ્રેચિંગ એક્સર્સાઈઝ કરી શકો છો. તો બીજી તરફ મેડિકલ ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. બિસ્વરૂપ રાય ચૌધરીએ કહ્યું કે, બ્લડ પ્રેશર બીમારી નથી તે શરીરમાં થતાં નકારાત્મક ફેરફારનું એક લક્ષણ છે. તેમને કંટ્રોલ કરવા માટે તેમણે બે ઉપાયો બતાવ્યા છે. તેમણે કહ્યું કે સૌ પહેલા પોતાનાં રોજિંદા ભોજનમાં 50% ફળ અને કાચા શાકભાજીનો સમાવેશ કરો અને બીજો ઉપાય એ છે કે વધારે પડતું નમક અને તેલનો ઉપયોગ રસોઈમાં ઓછો કરો. આ બે વસ્તુ પર ધ્યાન આપવાથી તમને ઘણી રાહત મળશે.

વા લેનારા 80% દર્દીઓમાં આ સિન્ડ્રોમ જોવા મળે છે

image source

તેમણે એક ઉદાહરણ આપતા સમજાવ્યું કે જ્યારે કોઈ દદી ડૉક્ટરનો જુએ છે તો તેમનું બ્લડ પ્રેશર વધી જાય છે. જ્યારે તે હોસ્પિટલની બહાર આવે ત્યારે બ્લડ પ્રેશર સામાન્ય થઈ જાય છે. તેને મેડિકલ ભાષામાં ‘વ્હાઈટ કોટ સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દવા લેનારા 80% દર્દીઓમાં આ સિન્ડ્રોમ જોવા મળે છે. આવા દર્દીઓને દવાની એટલી આવશ્યકતા હોતી નથી.

image source

ફક્ત થોડા ફેરફારથી જ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. બીજા એક ઉદારહરણથી આ વાતને સમજીએ તો જો તમને અચાનક સાપ દેખાઈ જાય તો તમારા હ્યદયના ધબકારા વધી જશે જેના કરાણે તમારૂ બ્લડ પ્રેશર પણ વધશે. આવી પરિસ્થિતિમાં મગજ આપણને આવી પડેલી મુસીબત સામે લડવા અને ભાગવા માટે અલર્ટ કરે છે. તેથી બ્લડ પ્રેશર બીમારી નથી. તે ઈમર્જન્સીમાં આપણને તૈયાર કરવાનું એક માધ્યમ છે. આપણા રૂટિનમાં થોડા ઘણા ફેરફાર કરવાથી આ સમસ્યામાંથી આપણે બહાર આવી શકીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત