ગુજરાતમાં પોલીસ બનવા ઈચ્છતા યુવકો માટે સારા સમાચાર, જાણી લો ફોર્મની તારીખથી લઇને બીજી તમામ માહિતી

ઉમેદવારો માટે ૧૩૮૨ જેટલી પોસ્ટ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

image source

Ojas.gujarat.gov.in પર ફોર્મ ભરીને ઉમેદવાર અરજી કરી શકે છે. લાંબા સમયથી ગુજરાત રાજ્યમાં પોલીસની ભરતી થવાની રાહ જોઈ રહેલ યુવાનો માટે હવે અવસર આવી ગયો છે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસ વિભાગમાં અરજી કરવા માટે ફોર્મ ભરવાની તારીખની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

image source

પોલીસ વિભાગમાં ૧૩૮૨ ખાલી પદો માટે ભરતી કરવામાં આવશે. બિન હથિયારધારી PSIની ૨૦૨ પોસ્ટ, બિન હથિયારધારી મહિલા PSIની ૯૮ પોસ્ટ, હથિયારધારી PSIની પોસ્ટ ૭૨, પુરુષ ઈન્ટેલીજન્ટ ઓફિસરની ૧૮ પોસ્ટ માટે પોલીસ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવશે.

image source

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત.

  • પોલીસ વિભાગમાં ૧૩૮૨ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
  • બિન હથિયારધારી PSIની ૨૦૨ પોસ્ટ માટે,
  • બિન હથિયારધારી મહિલા PSIની ૯૮ પોસ્ટ માટે,
  • હથિયારધારી PSI ૭૨ પોસ્ટ માટે,
  • પુરુષ ઈન્ટેલીજન્ટ ઓફિસરની ૧૮ પોસ્ટ માટે,
  • મહિલા ઈન્ટેલીજન્ટ ઓફિસરની ૯ પોસ્ટ માટે,

    image source
  • બિન હથિયારધારી મદદનીશ સબ ઇન્સ્પેકટરની ૬૫૯ પોસ્ટ માટે,
  • બિન હથિયારધારી મહિલા મદદનીશ સબ ઇન્સ્પેકટરની ૩૨૪ પોસ્ટ માટે,
  • તા. ૧૬ માર્ચ, ૨૦૨૧થી પોલીસ વિભાગમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
  • Ojas.gujarat.gov.in પર જઈને ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે.
  • તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી પોલીસ વિભાગમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
  • તા. ૧૬ માર્ચ, ૨૦૨૧થી પોલીસ વિભાગમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી શકશે.
image source

પોલીસ વિભાગ દ્વારા યોજવામાં આવનાર આ મોટાપાયાની ભરતી માટે ઉમેદવારો તા. ૧૬ માર્ચ, ૨૦૨૧ના દિવસથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉમેદવાર વ્યક્તિએ ફોર્મ ભરવા માટે ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી ઉમેદવાર દ્વારા કરવામાં આવેલ અરજીને પોલીસ વિભાગ દ્વારા સ્વીકાર કરવામાં આવશે. વર્ષ ૨૦૨૧માં ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. જેની મદદથી યુવાનોની બેરોજગારી દુર કરવામાં મદદ કરી શકશે અને રોજગાર ઉભા કરવામાં આવ્યા છે.