આ રીતે હાથના પ્રકાર પરથી જાણી લો વ્યક્તિનું સચોટ ભવિષ્ય, ખબર પડી જશે બધી જ

ગંઠાયેલો હાથ :

આ જાતનો હત ઘણા લોકોને મળતો હોય છે તે કોમળ હોતો નથી. આવ હાથમાં લાંબા પર્વતો જેવુ કઈક અને ગંઠાયેલા અને બધી આંગળીઓ જોડાયેલી હોય તેવા લાગે છે. આવા હાથ વાળા લોકોની બુદ્ધિ અને માનસિક પ્રગતિ ખૂબ સારી હોય છે. આંગળીઓના મૂળમાં પર્વતોનો ભાગ સાધારણ ચોરસ અને આંગળીઓના નખવાળો તેરવાનો ભાગ ઇંડાની જેમ આકૃતિ વાળો હોય છે. આ વ્યક્તિના આચાર વિચાર પાલનારા, વ્યહારિક બાબતોમાં અનભિજ્ઞા સંશોધનવૃત્તિ વાળા, સાડી અને શાસ્ત્રીય વિષયની આવડત રહેલી હોય છે.

image source

જો હથેળીનો ભાગ ચોરસ હોય તો તે વ્યક્ત પૈસાને લગતી બાબતમાં ખૂબ જ બેદરકાર હોય છે. તે કોઈ નવા સંશોધનમાં વધારે ખર્ચ કરવા વાળા હોય છે. તેમનું મુખ્ય કામ એકાગ્રતા હોય છે. તેની સાથે શાસ્ત્રીય આવડત વાળી પણ હોય છે. તે બહારની સુંદરતા કરતાં નિજાનદમાં માનવા વાળા હોય છે. તે સત્ય, સ્વતંત્રતા, તત્વજ્ઞાનની શોધ કરવા વાળા અને ખગોળ પુસ્તકો વાંચવાનો શોખ ધરાવે છે.

તત્વજ્ઞાની હાથ :

image source

આવો હાથ લાંબો, પાતળો,હાડકાં દેખાય તેવા આકારનો અને અણીદાર ટેરવાં વાળો હોય છે. આ હાથ કોઈ વખત વેઢાની ગાંઠથી કાટખૂણો પડે તેમ દેખાય છે. આ હાથ વાળા લોકો તત્વજ્ઞાનમા વૃત્તિ ધરાવે છે, ઊર્મિનો ઉછાળો, કલ્પના કરવા વાળા અને સ્વતંત્રતા મેળવવા વાળા હોય છે. તે સ્વ્પ્નસૃષ્ટિમાં પરિભ્રમણ દર્શાવવા વાળા હોય છે. આ વ્યક્તિ તેની કલ્પના અને તેના સપનામાં જ રમતો હોય છે. આ દુનિયાની આર્થિક ઉપાર્જના ને ધમાલનો તે બહિષ્કાર કરે છે. જો હાથ ગાંઠ વાળો હોય ત્યાએ તે વ્યક્તિ તેની કલ્પના પર કાબૂ મેળવી શકે છે. પરંતુ તે વધારે ભગવાન પર વિશ્વાસ રાખીને તેના કર્તવ્ય કરે છે.

મિશ્ર હાથ :

image source

આવા હાથમાં ઉપર જણાવેલ બધા અથવા એમાથી થોડાક હાથની પ્રવૃતિમાં વધારે થવા ઓછું મિશ્રણ રહેલું હોય છે. તેની એક આંગલાઈ પાતળી તો બીજી જાડી રહેલી હોય છે. તેની એક આંગલાઈ ચોરસ તો બીજી શંખ આકારણી હોય છે. તેમાં કોઈ એક આંગળી ગાંઠ વાળી પણ હોય છે. આવા હાથ વાળી વ્યક્તિ બદલાતા વિચારો, ઘણી વસ્તુ એક સાથે કરવા વાળા, અચોક્કસ પ્રવૃતિ વાળા અને સબ બંદરનો વેપાર કરનારા હોય છે. આ લોકો ઘણી વસ્તુઓકારે છે તે એક વસ્તુમાં અમલ મૂકી શકતા નથી. તેના હેતુ અને લક્ષ્ય હમેશા બદલાતું રહે છે.

image source

તેથી તે કોઈ જગ્યાએ સફળતા મેળવી શકતો નથી. તે સઘળી વસ્તુ વિષે માહિતી ધરાવે છે તેને કોઈ પણ વસ્તુનું પૂરું ધ્યાન રહેતું નથી. તે સબ બંદરનો નિષ્ફળ ધંધો કરનાર વ્યક્તિ હોય છે. તેની અચોક્કસ પ્રવૃતિથી તે વધારે ધન અને માલમિલક્ત ભેગા કરી શકતો નથી. તે તેના મન પર પ્રભૂત્વ મેળવી કોઈ એક કામ પર તેનું ધ્યાન રાખે તો તે ધનવાન બની શકે છે. તેને શનિ અને ગુરુની આંગળીઓ ટટ્ટાર રહેલી હોય છે. બુધ અને રવિની આંગળી ટેરવાં ઉપર છેડેથી ઊંચી અને હથેળી તરફ ઢાળ લેતી હોય છે.

ગુરુગિરિ :

image source

ગુરુના ગરવા મહિમાને માણતો આ વ્યક્તિ સદાય મનોરથનો માંધાતા સત્તા પર અને પદવીનો શોખ ધરવતો હોય છે. એ ધનનો રાજા, શ્રદ્ધાનો સરપતિ. ધ્યાનનો ધ્યાતા, અભિમાનનો અધિષ્ઠતા, ધર્મનો ધુરંધર, કર્મનો કાર્તિકેય, અબળનો આધાર અને કુદરતનો પૂજનીય હોય છે. થોભ વિનના લોભ વાળા અને મહત્વકાક્ષાનો એ મહારથે હતહમાં લીધેલા કામ સારી રીતે પૂરા કરવા માટે તે ઘણી મહેનત કરે છે. તેના માટે તે ઘણા પ્રયત્ન કરે છે અને ઘણાને કચડીને તે આગળ વધે છે. તેના અહંકાર અને સમય, સત્પાત્ર અને સન્મિત્રની શાણી શિખામણ સાંભળતો નથી. તે કોઇની શિખામણ સાંભળ્યા વગર તે આગળ વધે છે. તેનાથી તેને ઘણું ન ધારેલી સમસ્યામાથી પસાર થવાનો વારો પણ આવે છે. તે છતા પણ તે હીમત હારતો નાથે. તે મોતનો સામનો કરીને પણ સફળતા મેળવી લે છે.

image source

અંગૂઠાની બાજુમાં આવેલી ગુરુની આંગળીના મૂળમાં જે ટેકરી જેવો ઊપસેલો ભાગ હોય છે તેને ગુરુગિરિ અથવા ગુરુનો પહાડ કહેવામા આવે છે. તે પહાડ જો ખૂબ વધારે હોય તો તે વ્યક્તિ ખૂબ અહંકારી, પ્રબળ સત્તા ભોગવવાનો શોખીન, અતિ સ્વાર્થી, અતિ આડબરી અને અતિ ઝેરોલા હોય છે. ગુરુગીરી અથવા ગુરુનો પહાડ જો મધ્યમ ક્દે વિકસેલૂ હોય તો તે વ્યક્તિ વ્યક્તિ પ્રમાણસર મહત્વાકાંક્ષા વાળો હોય છે. સ્વમાન જાળવનારો પ્રમાણસર ધાર્મિક વૃત્તિ વાળો અને હીમત વાળો અને પોતાની સાચી પ્રસંશાથી ખુશ થનારો હોય છે. તેનું આદર્શ સ્વરૂપ હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ