એક ક્લિકે માણો ગુજરાતમાં ઉજવવામાં આવેલી ઉતરાયણનો નજારો

નવા વર્ષના પ્રથમ તહેવારની દેશભરમાં ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાતમાં પતંગ રસિયાઓએ કોરોનાકાળમાં મન મુકીને પેંચ લડાવ્યા હતા.

image source

તો બીજી તરફ સ્વાદના શોખીનોએ ઉંધીયુ લેવા લાઈનો લગાવી હતી.નેતાઓથી લઈને અભિનેતાઓએ માણી પતંગ ચગાવવાની મજા, પોલીસે રાખી ડ્રોનથી નજર

રાજનેતાઓથી લઈને ગાયક કલાકારોએ પણ પતંગ ઉડાવવાની મજા માણી હતી. રાજ્યમાં રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં જનતાએ અલગ અલગ રીતે આ પર્વની ઉજવણી કરી હતી.

પોલીસે ડ્રોન દ્વારા વોચ રાખી

image source

તો વાત કરીએ રાજ્યના મેગા સીટી અમદાવાદની તો શહેરના વિવિધ વિસ્તારમાં 5 પોલીસ પોઈન્ટ ઊભા કરીને નિર્ધારિત કરતાં વધુ લોકો એકઠા ન થાય તેની તકેદારી રાખી હતી. અમદાવાદ પોલીસે વિવિધ જગ્યાએ 20 જેટલા ડ્રોન ઉડાવી શહેરની પરિસ્થિતિ પર વોચ રાખી હતી.

image soucre

જેમાં રામોલ પોલીસ દ્વારા ડ્રોન ઉડાડી અને ધાબા પર વોચ રાખવામાં આવી હતી. તો બીજી તરફ ઉત્તરાયણમાં તકેદારીના પગલાં માટે સરકારે સ્પષ્ટ ગાઇડલાઇન બહાર પાડી હતી. ત્યારે કેટલીક સોસાયટીના ચેરમેન-સેક્રેટરીએ બહારની વ્યક્તિને સોસાયટીમાં ન પ્રવેશવા દેવાનો તેમજ ધાબા પર ફરજિયાત માસ્ક પહેરવાનો ઠરાવ કર્યો હતો.

image source

નોંધનિય છે કે આ પહેલા સરકારે આદેશ જારી કરી કહ્યું હતું કે સોસાયટીમાં નિયમોનું ઉલ્લંઘન ન થાય તે જોવાની જવાબદારી ચેરમેનની રહેશે.

યુવક યુવતીઓએ પીપીઇ કિટ પહેરી પતંગ ચગાવી

image source

તમને જણાવી દઈએ કે સરકારે આ વખતે ધાબા પર વધુ લોકો ભેગા ન થાય તે માટે જાહેરનામુ બહાર પાડ્યું હતું આ ઉપરાંત ડિજે પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેને લઈને રાજ્યમાં વિવિધ શહેરોમાં પહેલીવાર અવાજ વિનાની ઉત્તરાયણ જોવા મળી હતી.

image source

તમને જણાવી દઈએ કે અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર અવાજ વિનાની ઉત્તરાયણ જોવા મળી હતી. નોંધનિય છે કે અમદાવાદ સહિત રાજ્યના દરેક શહેરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી.

image source

ઘણી જગ્યાએ અકસ્માતના બનાવો પણ સામે આવ્યા હતા. તો બીજી તરફ રંગીલા રાજકોટમાં કેટલાક યુવક યુવતીઓએ પીપીઇ કિટ અને માસ્ક પહેરીને પતંગ ચગાવવાની મોજ માણી હતી.

વડોદરામાં દોરી વાગવાના કારણે એક યુવાનનું મોત

image soucre

તો બીજી તરફ વડોદરામાં દોરી વાગવાના કારણે એક યુવાનનું મોત નિપજ્યું હતું. વડસર બ્રીજ પરથી યુવાન પસાર થઈ રહયો હતો ત્યારે ગળામાં દોરી ફસાઈ જતા ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બીજા બનાવમાં નાગરવડા વિસ્તાર વાહન પર પસાર થતી યુવતીના ગળામાં દોરી આવી જતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત