આ મંદિરે જતા પહેલાં ચેતો, અહીં માણસ નહીં પશુ પક્ષીઓના પણ જાય છે જીવ

દુનિયામાં અનેક ખાસ જગ્યાઓ હોય છે અને સાથે જ તેને લઈને લોકોમાં ખાસ ડર પણ ફેલાયેલો રહે છે. કેટલીક રહસ્યમયી જગ્યાઓમાં આ એક ખાસ જગ્યાનો સમાવેશ થઈ રહ્યો છે જ્યાં વ્યક્તિ નહીં પણ પશુ પક્ષીઓના પણ મોત થઈ રહ્યા છે. દુનિયાની આ જગ્યાનું રહસ્ય આજદિન સુધી કોઈ પણ જાણી શક્યું નથી.

image source

દુનિયામાં આવેલા તુર્કીમાં એક પ્રાચીન શહેર છે અને તેનું નામ છે હેરાપોલિસ. અહીં એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. ખાસ કરીને મંદિરમાં લોકો શ્રધ્ધાથી શીશ ઝુકાવે છે અને સાથે પોતાના કષ્ટને દૂર કરવા આવે છે પણ આ મંદિર એવું છે કે અહીં ભક્તો તો શું પણ કોઈ પશુ પક્ષી પણ આસપાસ પણ ફરકતા નથી. જે કોઈ આ મંદિરમાં આવે છે તેનું મૃત્યુ થાય છે. આ મંદિર એક રહસ્ય બની ગયું છે. અહીં આવું શા માટે થાય છએ તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.

image source

આ મંદિરને લઈને ખાસ માન્યતા છે કે અહીં આવનારાના મોત યૂનાની દેવતાના ઝેરી શ્વાસના કારણે થયા છે. અહીં સતતત થતા મોતના કારણે લોકો આ મંદિરને પૂજતા નથી અને જવાનું ટાળે છે, સાથે જ આ મંદિર અહીંના લોકો અને પશુ પક્ષીઓના માટે નર્કનું દ્વાર બની ચૂક્યુ છે.

image source

કહેવાય છે કે ગ્રીક, રોમન કાળથી જ અહીં લોકો મોતના ડરના કારણે જવાનું ટાળી રહ્યા છે. વૈજ્ઞાનિકો દ્વારા લોકોની રહસ્યમય મોતને ઉકેલવાનો પ્રયાસ કરાયો હતો અને તેમાં તેમને સફળતા મળી અને જાણવા મળ્યું કે આ મંદિરની નીચે એક ગુફા છે અને અહીં મોટા પ્રમાણમાં કાર્બન ડાઈઓક્સાઈડ ગેસ છે.

image source

જ્યાં 10 ટકા પણ કાર્બન ડાઈ ઓક્સાઈડ ગેસ હોય ત્યાં સામાન્ય રીતે માણસ ફક્ત 30 મિનિટમાં મૃત્યુ પામે છે. અહીં ગુફામાં 91 ટકા કાર્બન ડાઈ ઓક્સાઈડ જોવા મળ્યો છે. આ જ્ગાયને આખું વર્ષ વાષ્પથી ભરેલી રહેતી હોવાના કારણે આ મંદિર ઘૂંઘળું રહે છે અને અહીં આવવું મુશ્કેલ બને છે. આ કાર્બન ડાઈ ઓક્સાઈડના કારણે અહીં જમીન પણ સરળતાથી જોઈ શકાતી નથી. અને આ જ કારણ છે કે અહીં કોઈ પણ માણસ કે પશુ પક્ષી જાય છે તો તેનું મોત નીપજે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ