ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ ઓવરબ્રીજ પર અકસ્માત, 1 મોત

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ શહેરો ની ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ઓવરબ્રિજ અંડરબ્રિજ સહિતના રોડ-રસ્તાના કામ રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે. તેવામાં ડીસા શહેરમાં રાજ્યમાં સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ઓવર બ્રિજ થી ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે. આ ઓવર બ્રીજનું નિર્માણ કેન્દ્ર સરકારની નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઓવરબ્રિજનું હજી સુધી તો ઉદઘાટન પણ થયું નથી ત્યાં તે રક્તરંજિત બન્યો છે.

image source

બનાસકાંઠાના ડીસા શહેર ની મધ્યમાંથી પસાર થતાં આ સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર ઓવરબ્રિજ પર એક અકસ્માત સર્જાયો છે. આ ઓવર બ્રિજ માં થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અંગે જાણવા મળતી માહિતી અનુસાર બ્રિજ પર લાઇટ બંધ હોવાના કારણે આ ઘટના બની હતી

અકસ્માત અંગે જાણવા મળતી વિગતો અનુસાર બ્રિજ પર રસ્તાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ટ્રેલર ચાલકે અહીં કામ કરતા શ્રમિકોના વાહને ટક્કર મારતા આ ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓવર બ્રિજ નું હજી સુધી ઉદઘાટન થયું નથી ત્યાં કામકાજ ચાલી રહ્યું છે તે દરમ્યાન જ ઓવરબ્રિજ એ એક વ્યક્તિનો ભોગ લીધો છે.

image source

ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતો ઓવરબ્રિજ ખાસ એટલા માટે છે કે તે રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર ઓવરબ્રિજ છે. જેની લંબાઇ 3.750 છે. સરકારનું અનુમાન છે કે ડીસા શહેર ની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આ ઓવરબ્રિજ શરૂ થઇ ગયા બાદ આવી જશે. આ એલિવેટેડ કોરિડોર નેશનલ હાઇવે નંબર 27 પર બનાવવામાં આવ્યો છે જે ગુજરાતના પોરબંદર અને આસામના સિલચરને જોડતો ઈસ્ટ-વેસ્ટ કોરીડોર છે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 222 કરોડના ખર્ચે માત્ર બે વર્ષમાં જ આ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે ડીસા શહેર ની ટ્રાફિકની સમસ્યાઓના નિવારણ માટે 4 લેન ઉપર અને 4 લેન નીચે એમ બે લેન વાળા બંને તરફ સર્વિસ રોડ તૈયાર કરવામાં આવ્યા છે. આ બ્રિજ 107 પિલર પર ઉભો કરાયો છે.

image source

એલિવેટેડ ઓવરબ્રીજ પર તાજેતરમાં જ કંડલા પોર્ટના કોમર્શિયલ તેમજ ઓવરલોડ વાહનો ને પસાર કરીને સફળ ટ્રાયલ કરવામાં આવી હતી. ઓવરબ્રિજ તૈયાર કરનાર કંપની ૩૦ જૂને નેશનલ હાઈવે ઓથોરિટીને ઓવરબ્રિજ સોંપી દેશે. ત્યારબાદ આપોને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવશે. જોકે આ બ્રીજનું લોકાર્પણ થાય તે પહેલાં જ અહીં અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong