તમારા ફોનમાં પણ આ 8 એપ્સ હોય તો થઇ જજો સાવધાન, નહિં તો આ નવો વાયરસ ચોરી શકે છે તમારો મહત્વનો ડેટા

આજ કાલ અનેક લોકો ફોનમાં અનેક પ્રકારના એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ સમયે આપણે કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખી લેવાની જરૂર છે. કેટલાક વાયરસ ફોનના એપ્સની મદદથી ડેટા ચોરી લેતા હોય છે. જો તમે ખાસ કરીને કોઈ પણ એન્ડ્રોઈડ ફોન વાપરો છો તો તમારે ચેતી જવાની જરૂર છે. એક વર્ષ પહેલા એન્ડ્રોઈડ એપ્સ પર જોકર વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. આ વાયરસે એક્ટિલ થતાની સાથે જ 40 એપ્સને તેનો ટાર્ગેટ બનાવી છે. આ વાત સામે આવતા જ ગૂગલ પ્લે સ્ટોરે આ તમામ એપ્સને તરત જ હટાવી દીધી છે. ખાસ કરીને આ નવો જોકર વાયરસ 8 એન્ડ્રોઈડ એપ્સને ટાર્ગેટ કરવા માટે બનાવાયો છે.

image source

જોકર વાયરસની મદદથી એન્ડ્રોઈડ ફોનના ખાસ કરીને 8 એપ્સને તરત જ કંટ્રોલમાં લઈ શકાય છે. આ વાયરસ ફોન પર હુમલો કરે છે અને તમારા એસએમએસ, કોન્ટેક્ટ લિસ્ટ, ઓટીપી જેવી માહિતી ચોરી લે છે. આ વાયરસથી 8 એપ્સ પ્રભાવિત થયાના સમાચાર મળ્યા છે. તો તમે પણ જાણી લો કયા છે આ 8 ખાસ એપ્સ જે તમારા માટે નુકસાન કે મોટી મુસીબત ઊભી કરી શકે છે.

  • Auxiliary Message
  • Fast magic SMS

    image source
  • Free CamScanner
  • Super Message
  • Element Scanner
  • Go messages
  • travel wallpapers
  • Super SMS
image source

એક રિપોર્ટમાં ખાસ માહિતી મળી રહી છે અને તેમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્સને દૂર કરવામાં આવી છે. જો યૂઝરના ફોનમાં આમાંથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ હશે તો ફોનમાં જોકર વાયરસ એક્ટિવ રહી શકે છે અને તમે જે એપ યૂઝ કરો છો તેનાથી તમારી અનેક પર્સનલ માહિતીને પણ ખતરો હોઈ શકે છે. જો તમારા ફોનમાં 8માંથી કોઈ પણ એક એપ યૂઝ થઈ રહી છે તો તમારે તેને ડિલિટ કરી લેવી જરૂરી છે.

શું છે જોકર વાયરસ

image source

જોકર વાયરસ એક ખાસ પ્રકારનો વાયરસ છે તે સાયલન્ટ રીતે કામ કરે છે અને સાથે જ મિનિમમ જાવા કોડનો ઉપયોગ કરે છે. જોકર વાયરસથી પ્રભાવિત થયેલી અગાઉ પણ લગભગ 34 એપ્સને ગૂગલે પ્લે સ્ટોરથી ડિલિટ કરી દીધી હતી. જોકર વાયરસ ફોનના મેસેજ અને કોન્ટેક્ટ લિસ્ટની ઈન્ફોર્મેશન પણ વાંચી શકે છે અને તમારો ડેટા ચોરાઈ જાય છે. જો તમારા માટે લાંબા ગાળે નુકસાન કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong