12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની ઈચ્છા નહીં હોય તો પરીક્ષા આપી શકાશે, પણ કરવું પડશે આ કામ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ધોરણ 12 ના તમામ પ્રવાહોમાં વિદ્યાર્થીઓને જો સરકારે આપેલા પરિણામથી સંતોષ ન હોય અને તેને પરીક્ષા આપવાની ઈચ્છા હોય તો તેઓ પરીક્ષા આપી શકશે. આવા વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

image source

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ધોરણ 12 ના તમામ પ્રવાહોના નિયમિત ઉમેદવારો માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામથી જે વિદ્યાર્થીઓને સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ એ પરીણામ જાહેર થયાના 15 દિવસમા પોતાનુ પરીણામ બોર્ડમાં પરત જમા કરવુ પડશે. પરિણામ બોર્ડ માં જમા કરાવનારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ અલગથી પરીક્ષા યોજશે.

image source

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આવા વિદ્યાર્થીઓ માટે અલગ પરીક્ષા લેશે. જોકે આ પરીક્ષા ક્યારે લેવામાં આવશે તે અંગે હાલ જાહેરાત કરવામાં આવી નથી. સરકારે આપેલા પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે ની પરીક્ષા નો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

image source

જણાવી દઈએ કે શનિવારે જ ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની સરળતા માટે વિષયો અને તેની સાથે ધોરણ 10ના કયા વિષયને જોડવામાં આવશે તેની યાદી જાહેર કરી હતી. જે અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 20 વિષયો, સામાન્ય પ્રવાહ માટે 29 વિષયો નો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં વિજ્ઞાન પ્રવાહના ગ્રુપે ના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10ના ગણિતના વિષયોમાં મેળવેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે. જ્યારે ગ્રુપ બી માટે વિદ્યાર્થીઓએ ધોરણ 10 માં વિજ્ઞાન વિષયમાં મેળવેલા ગુણને ધ્યાનમાં લેવાશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા ના ગુણ ને ધ્યાનમાં લેવામાં આવશે.

image source

આ સિવાય શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે ગુજરાતના ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા નો કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો. ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 15 જુલાઈએ યોજવાનું બોર્ડ દ્વારા નિર્ણય કરાયો છે આ પરીક્ષાનો કાર્યક્રમ પણ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસ ની બીજી લહેર માં કોરોનાવાયરસ ના કેસ ચિંતાજનક રીતે વધી ગયા હતા આવી સ્થિતિ ફરીથી ન ઉદ્ભવે તેની તકેદારી રાખી ગુજરાત સરકારે ધોરણ 1થી લઇ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન ની જાહેરાત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong