આ દીકરીએ આખા ગુજરાતને આપ્યો અનોખો સંદેશ, લગ્નમાં મહેમાનોને ભેટમાં આપ્યું કંઈક એવું કે આખું ગામ જોતું રહ્યું

મૂળ ભાવનગર અને ખાતે સ્પેશજેટ તરીકેની જવાબદારી નચિકેતા નિભાવી રહી છે. ત્યારબાદ પોતાનાં ક્ષેત્રમાં કાર્યરત ચેન્નઈમાં સ્થિત થઈને સાથે વિમાનચાલક તરીકે ફરજ બજાવતા મૂળ બેંગ્લોરના કેપ્ટન અનિરુદ્ધ ક્રિષ્ના નામના વ્યક્તિ સાથે તેમણે લગ્નગ્રંથિથી જોડાવાનો નિર્ણય કર્યો. લગ્નની તારીખ લેવામાં આવી, મુહૂર્ત જણાયું અને આ સાથે જાનૈયાઓને શું ભેટ-સોગાદ આપવી જોઈએ તે અંગે વિચારણા કરાઈ રહી હતી. આ વિચારણા પછી એવું થયું કે આ ભેટથી એક સંદેશ ગયો કે નિરામય જીવન માટે આયુર્વેદ તરફ પાછા ફરો. જ્યારે આ છોડના રોપા મહેમાનોને ભેટ આપવામાં આવ્યા ત્યારે જય ઘોષ થયો… ‘આયુર્વેદ વિજયી ભવઃ’

image source

અત્યારના કોરોના કાળમાં સ્વસ્થ રહેવાની બાબતને સૌ પ્રાથમિકતા માનવા લાગ્યા હતા. ત્યારે પોતાનો વિચાર મૂકતા નચિકેતાએ તેના પપ્પાને જણાવ્યું કે, પપ્પા, જો આપણે એવું કંઈક કરી શકીએ કે જેથી સમાજને પણ એક સુંદર અને સમજદારીનો સંદેશ પૂરો પાડીએ અને તેમાં મારા મત મુજબ જો આપણે મહેમાનોને અરડૂસીનો રોપો આપીએ તો કેવું રહેશે!! એસ.ડી. રાવલને તો ભાવતું હતું અને વૈદે કહ્યું.

image source

નચિકેતાના પ્રસ્તાવ સાથે પરિવારે પણ પોતાની સહમતી નોંધાવી. લગ્નના ત્રણેક મહિના અગાઉ એટલે કે લગભગ સપ્ટેમ્બર મહિનામાં અરડૂસીના રોપાઓનો ઉછેર ઘરે જ કરવાનું નકકી કર્યુ.

image soucre

લગ્નની ગોઠવણી કચ્છનાં માંડવી ખાતેના આવેલાં એક રિસોર્ટમાં કરવામાં આવ્યું હતું. લગભગ 175 જેટલા કુંડામાં અરડૂસીના રોપાઓ તૈયાર કરીને ઉછેરવામાં આવ્યા, અરડૂસીને કફના નિવારક તરીકે ઓળખવામાં આવે છે. કોરોના એ કફનું અને ફેફસાંનું સંક્રમણ છે. તેને હટાવવા અરડૂસી એક અકસીર ઇલાજ છે.

image socure

આ સિવાય વાત કરવામાં આવે તો એક અનોખા લગ્ન પણ કેટલાક સમય પહેલા ચર્ચામાં આવ્યા હતા. આ વાત છે મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાની કે જ્યાં નવયુગલે અનોખા લગ્ન કર્યા હતા. સાત ફેરા લેવાને બદલે વર-વધૂએ બંધારણના શપથ ગ્રહણ કરીને લગ્ન કર્યા હતા. આદિવાસી સમાજમાં આ રીતનુ અનોખું લગ્ન હતું. હવે આ લગ્નની ઘણી ચર્ચા થઈ રહી છે. બંધારણના શપથ સાથેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ અનોખા લગ્ન જિલ્લા મથકથી 30 કિલોમીટર દૂર ભગવાનપુરા તહસીલના ઢાબલા ગામે થયા હતા. અહીંયા ન તો કોઈ પંડિત હતો અને ન કોઈ સાત ફેરા હતા. બંધારણ નિર્માતા ડો.ભીમરાવ આંબેડકર અને તાંત્યા મામાની તસવીરને સાક્ષી તરીકે આદિજાતિ યુવક ઇકરામ આરસે અને નાઇજાએ બંધારણના શપથ ગ્રહણ કરીને લગ્ન કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ