70 વર્ષની સફર આખરે પુરી થઈ, 91 વર્ષનું આ કપલ મરતા સુધી રહ્યું એકબીજા સાથે, કહાની જાણીને રોમેન્ટિક થઈ જશો

છેલ્લા શ્વાસ સુધી એકબીજા સાથે 70 વર્ષની મુસાફરી કરતાં કપલની આજે વાત કરવી છે. આ તસવીર યુકેમાં પાર્ટિગનમાં રહેતા પતિ-પત્ની ડેરેક અને માર્ગારેટ ફિથરની છે. માર્ગારેટ ફિથર અને ડેરેક નામના આ દંપતીએ કોવિડ 19 ના ચેપને કારણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, તેઓએ એકબીજાના હાથ પણ પકડ્યા હતા. આ બંને યુગલોની ઉંમર 91 વર્ષ છે. ગયા અઠવાડિયે બંને યુગલોનું ટ્રેફોર્ડ જનરલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ થયું હતું.

image soucre

પાર્ટિગનમાં રહેતા આ દંપતીનો પ્રેમ પણ બાળપણનો હતો. 14 વર્ષની વયે બંનેને પ્રેમ થઈ ગયો અને એક બીજા સાથે લગ્ન કરી લીધાં. આ યુગલો વચ્ચે પરસ્પર લગાવ જોઈને હોસ્પિટલના કર્મચારીઓએ આ બંને યુગલોને સાથે રાખ્યા જેથી તેઓનું મોત થાય એ પહેલાં છેલ્લા શ્વાસ સુધી એકબીજાને જોઈ શકે. તેમની વચ્ચે અપાર પ્રેમને જોઇને લોકો સોસિયલ મીડિયા દ્વારા શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે.

ડેરેક અને માર્ગારેટની મોટી પુત્રી બાર્બરા સ્મિથે અહેવાલ આપ્યો કે પિતા પહેલા બીમાર હતા, ત્યારબાદ માતા બિમાર થઈ હતી. ડોક્ટરોએ વિચાર્યું હતું કે ડેરેક વગર માર્ગારેટ વધુ લાંબું જીવી શકશે નહીં. આવી સ્થિતિમાં તેણે ડેરેકને પણ આ જ હોસ્પિટલમાં દાખલ કર્યો. પરંતુ માર્ગારેટ દ્વારા અંતિમ શ્વાસ લીધાના 3 દિવસ પછી ડેરેક આખરે 31 જાન્યુઆરીએ મૃત્યુ પામ્યો. મૃતક દંપતીને પાંચ બાળકો, 11 પૌત્રો અને ચાર પૌત્ર-પૌત્રો છે. પરિવારે અંતિમ સંસ્કારની તારીખ હજી નક્કી કરી નથી, પરંતુ પરિવારને આશા છે કે બન્નેનો સંયુક્ત સમારોહ થાય.

image soucre

આ સિવાય એક અનોખી લવ સ્ટોરીન કિસ્સો પણ ચર્ચામાં આવ્યો હતો અને આ કિસ્સો યુકેના હર્ડફોર્ડશાયરનો હતો જ્યાં રહેતા એડી ઓકોરોએ પોતાની પ્રેમિકાને સતત એક મહિના સુધી રોજ અલગ અલગ રીતે પ્રપોઝ કર્યુ હતું. જો કે તેની આ પ્રપોઝ કરવાની રીત એકદમ ગુપચુપ હતી જેના કારણે તેની ગર્લફ્રેન્ડને એ વાતની ખબર ન પડી શકી. તેની પ્રેમિકા તેના પ્રપોઝલથી એકદમ અજાણ હતી. એવામાં આ વ્યક્તિએ એક ખાસ રીત અપનાવી. તેણે સીધી ગર્લફ્રેન્ડ સાથે વાત ન કરીને પોતાના ગુપચુપ પ્રપોઝની રીતના ફોટા ક્લિક કરાવ્યા અને પછી તેને એક ફેસબુક પોસ્ટ દ્વારા આખી લવ સ્ટોરી વર્ણવવાની કોશિશ કરી.

image soucre

એડી ઓકોરોએ પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યુ કે અમુક લોકો પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે ફ્લેશ મૉબ કે પછી ખાસ જમવાનુ પ્લાનિંગ કરે છે કે પછી લગ્ન કરવાના સંકેત આપે છે પરંતુ મે એવુ કંઈ કર્યુ નહિ. એડીએ આવુ કંઈ ન કર્યુ પરંતુ તેણે પોતાના ગુપચુપ રીતથી પ્રપોઝ સ્ટાઈલને ફેસબુક પર બતાવી, સાથે ઘણા એવા ફોટા પણ શેર કર્યા. તેણે લખ્યુ કે હું એક ત્વરિત ઈપ્રુવાઈઝ કરનાર વ્યક્તિ છુ. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યુ કે હું સતત એક મહિના સુધી પ્રપોઝ કરવા માટે રિંગ પોતાની સાથે રાખી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ