અમેરિકામાં રહેતા ગુજરાતી ડોક્ટર દંપત્તી થયા હતા કોરોનાથી સંક્રમીત, એલોપેથી તેમજ ઘરગથ્થુ દવાઓથી થયા સાજા અને ફરી પાછા કરવા લાગ્યા લોકોની સેવા

ગર્વ થશે તમને પણ આ અમેરિકન ગુજરાતી ડો. દંપત્તિ પર – કોરોનાને મ્હાત આપી ફરી પાછા લાગ્યા સેવામાં, કોરોના સંક્રમિતોની સારવાર કરતા અમેરિકન ભારતીય દંપત્તિને લાગ્યો ચેપ – એલોપથી અને ઘરગથ્થુ ઉપચારથી થયા સાજા અને ફરી પાછા સેવામાં લાગી પડ્યા, અમેરિકામાં રહેતા ગુજરાતી ડૉક્ટર દંપત્તી થયા કોરોનાથી સંક્રમીત – એલોપથી તેમજ ઘરગથ્થુ દવાઓથી સાજા થઈ ફરી સેવામાં લાગી ગયા

image source

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પ્રભાવમાં કોઈ જ ફેરફાર નથી થઈ રહ્યો, ભારતમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે તો બીજી બાજુ યુ.એસ.એની સ્થિતિ વિશ્વમાં સૌથી ખરાબ છે. અહીં રોજ હજારોની સંખ્યામાં લોકો સંક્રમીત થઈ રહ્યા છે અને રોજ સેંકડોની સંખ્યામાં સંક્રમીત દર્દીઓ મરી પણ રહ્યા છે. મેડિકલ સ્ટાફની તેમજ ઇક્વિપમેન્ટની પણ અછત છે. તેવા સંજોગોમાં એક પણ ડૉક્ટરનો ઘટાડો થાય તો સ્થિતિ ઓર વધારે ખરાબ થઈ શકે છે.

image source

યુ.એસ.એમાં આ વાયરસની સૌથી વધારે અસર ન્યૂયોર્કને થઈ છે. અહીંની બ્રુકલિન હોસ્પિટલમાં કોવીડ – 19ના દર્દીની સારવાર વડોદરાનું એક ડૉક્ટર દંપત્તિ છેલ્લા ઘણા દિવસોથી કરી રહ્યું છે. તેઓ રોજ ઓછામાં ઓછા 40 સંક્રમિતોની સારવાર કરતા હતા. પણ છેવટે તેમને પણ વાયરસનો ચેપ લાગી ગયો હતો. પણ તેમણે થોડાક જ દિવસોમાં એલોપથી તેમજ ઘરગથ્થુ ઉપચારો દ્વારા તેમજ કેટલીક કાળજી રાખીને પુનઃ સ્વસ્થતા હાંસલ કરી લીધી અને ફરી પાછા દર્દીઓની સેવામાં લાગી ગયા છે.

image source

આ પતિ-પત્નીએ પોતાના અનુભવ પ્રમાણે જણાવ્યું છે કે કોરોના વાયરસથી ગભરાવાની જગ્યાએ કેટલીક સાવચેતી જાળવીને પણ આ વાયરસને હરાવી શકાય છે. ડો. સિદ્ધાર્થ ભેંસાણીયા અને તેમના પત્ની ડો. જાનકી ભેંસાણીયા મૂળે વડોદરાના રહેવાસી છે. તેઓ વડોદરાના જાણીતા ઇએનટી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર આર.બી. ભેંસાણીયા અને ગાયક ફાલ્ગુની ભેંસાણીયાના પુત્ર અને પુત્રવધૂ છે. તેમણે પોતાના અનુભવો એક વિડિયો દ્વારા શેર કર્યા હતા.

તેઓ આ વિડિયોમાં જણાવે છે કે તેઓ રોજ 10-40 કોરોના પેશન્ટને ટ્રીટ કરતા હતા. અને અમેરિકામાં ન્યૂયોર્કની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. દર્દીઓને ટ્રીટ કરતા કરતાં તેમને પણ વાયરસનો ચેપ લાગી ગયો હતો અને તેના લક્ષણો દેખાવ લાગ્યા હતા. તેમને તાવ, ગળામાં ખરાશ આવવી, ઉધરસ, શરદી થવી, તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડવી તેમજ ચક્કર આવવા અને અશક્તિ આવવી વિગેરે લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારે તેમણે પોતાનો કોવીડ-19 ટેસ્ટ કરાવ્યો તો તે પોઝિટીવ આવ્યો હતો. આમ તેઓ પોતે પણ દર્દીઓની સારવાર કરતા કરતા કોરોનાનો ભોગ બન્યા હતા.

એન્ટિબાયોટીક્સ તેમજ ભારતીય ઘરગથ્થુ નુસખાઓથી ફરી બન્યા સ્વસ્થ

image source

તેઓ આ વિડિયોમાં લોકોને સલાહ આપે છે કે કોરોના વાયરસ થયા બાદ જરા પણ ગભરાવાની જરૂર નથી. તેઓ પોતાની સારવાર બાબતે જણાવે છે કે તેમણે સંપૂર્ણ હકારાત્મક માનસિકતા તેમજ ધીરજ અને ભગવાન પર શ્રદ્ધા રાખતા સારવાર કરાવી હતી. તેમણે ઉપાયો બાબતે જણાવ્યું હતું કે તેમણે એલોપથીની દવાઓ ઉપરાંત ભારતીય ઔષધીઓનું પણ સેવન કર્યું હતું. તેમણે ખાટા ફળો જેમ કે લીંબુ, સંતરાના જ્યુસ તેમજ આદુ-ફુદીનાના ઉકાળાનું પણ સેવન કર્યું હતું. આ સાથે સાથે તેમણે ગરમ પાણી પીવાનું રાખ્યું હતું.

તેમણે એલોપેથિક હાઇડ્રોક્સીક્લોરોકવિન ઉપરાંત કેટલીક એન્ટિબાયોટીક્સ અને ઉકાળાના સમન્વયથી ખૂબ જ જલદી સ્વસ્થતા મેલવી લીધી હતી. તેની સાથે સાથે તેમણે બે દિવસનો સંપૂર્ણ આરામ પણ લીધો હતો. તેમજ ક્વોરેન્ટાઇનનું સખતપણે પાલન પણ કર્યુ હતું. અને માટે જ તેમના શરીરમાંથી વાયરસનો ચેપ દૂર થયો અને તેઓ ફરી પાછા કોરોના દર્દીની સારવામાં લાગી પડ્યા છે.

પૂર્ણ સાવચેતી અને સ્વાસ્થ્ય સંભાળ કોરોનાનો શ્રેષ્ઠ ઉપાય છે

image source

ડો. સિદ્ધાર્થ પોતાના અનુભવ પ્રમાણે જણાવે છે કે કોરોના વાયરસથી મુક્તિ મેળવવા માટે સાવચેતી અને યોગ્ય સ્વાસ્થ્ય સંભાળ તે જ ઉત્તમ ઉપાય છે. એમ પણ કહેવાયું છે ‘કેર ઇઝ બેટર ધેન ક્યોર’ માટે જ પહેલેથી જ સાવચેતી રાખીને ઘરમાં જ રહેવું, જરૂરીયાત સિવાય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવુ, WHO દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવું. નિયમિત સમયાંતરે હાથ ધોવાનું રાખવું, બહારથી આવ્યા બાદ નાહી લેવું તેમજ વસ્ત્રો ધોઈ નાખવા. આ બધી બાબતો જો ધ્યાનમાં રાખવામાં આવશે તો કોરોનાથી દૂર રહેવું જરા પણ અઘરૂ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ