ગુજરાતની ચૂંટણીને લઈ સટોડિયાઓએ પોતાના ભાવ ખોલ્યાં, અ’વાદ-રાજકોટ અને સુરતમાં BJPને મળશે આટલી બેઠક

સટોડિયાઓને ન કોઈ મોસમ નડે કે ન કોઈ પરિસ્થિતિ નડે, એ લોકો પોતાનું કામ શરૂ જ રાખે, કોરોનામાં પણ એ લોકોએ જપ નથી લીધો અને હાલમાં પણ જે રિપોર્ટ સામે આવ્યો એ જોઈને તમે ચોંકી જશો. કારણ કે આ સટોડિયાઓને જોઈને તમને નહીં લાગે કે કોરોના જેવું કંઈ છે. કારણ કે ભાવ જ એવા ઉંચા છે કે સાંભળીને માથુ પકડી જશો. આમ પણ સૌરાષ્ટ્રમાં તો ક્રિકેટ હોય કે વરસાદ હોય. ચૂંટણી હોય કે પછી કોઈ આગાહી હોય આપણા અહીંના બુકીબજારમાં તો હંમેશા ગરમાવો જ રહે છે. એ જ રીતે બુકીઓએ તો પોતાની જાહેરાત કરી દીધી છે કે રાજકોટમાં 51, અમદાવાદમાં 153 અને સુરતમાં 86 બેઠક ભાજપને મળશે.

image soucre

ત્યારે જો વાત કરીએ હાલની તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. એ જ રીતે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 1 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યો છે. આ સાથે જ જાણવા મળ્યું છે કે કરોડો રૂપિયાના સોદા પડી ગયા છે. બુકીબજારના મતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં ફરી ભાજપની સત્તા આવે છે એવું પણ તારણ બહાર કાઢવામાં આવ્યું છે. જો વાત કરીએ રંગીલા રાજકોટની તો ત્યાં મોટા ગજાના એક બુકીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે સુરતમાં કુલ 120 બેઠકમાંથી ભાજપને 86 બેઠક, અમદાવાદમાં 192 બેઠકમાંથી 153, વડોદરામાં 76 બેઠકમાંથી ભાજપને 60, રાજકોટમાં 72 બેઠકમાંથી ભાજપને 51, ભાવનગરમાં 62 બેઠકમાંથી ભાજપને 36 બેઠક અને જામનગરમાં 64 બેઠકમાંથી ભાજપને 42 બેઠક મળશે.

image soucre

જો વાત કરીએ ભાવતાલની તો હાલમાં આ 6 મહાનગપાલિકાની બેઠકો પર બધાના ભાવ ખૂલી ગયાં છે. ચોંકાવનારી વાત કરી કે ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં 1 હજાર કરોડનો સટ્ટો લાગી ચૂક્યો છે. ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની કુલ 576 બેઠકમાંથી ભાજપને 425 બેઠક મળશે. પણ આ સાથે એક વાત જણાવી કે સતત ભાવનું અપડેટ ઓનલાઈન IDમાં શનિવાર સુધી ચાલુ રહેશે. જો કે મતદાન બાદ પણ ફરીથી બુકીબજાર ભાવ ખોલશે. પણ એક વાત એ પણ નક્કી છે કે રાજકોટમાં 51 બેઠક ભાજપને મળે કે ન મળે, એ માટે જેટલા રૂપિયા પંટરો લગાડે એટલા સામે બુકી લગાડે છે.

image soucre

જો આ વાતને સાદા ગણિત પ્રમાણે સમજીએ તો ધારી લો કે 10,000 રૂપિયામાં ઓનલાઈન સટ્ટાના IDમાં ભાજપને 51 બેઠક મળશે તો પંટરોને ફાયદો થાય અને જો પંટરોએ ના પાડવી હોય ઓનલાઈન ID પર તે ના પાડી શકે છે. પણ હા એ વાત નક્કી હોય કે પંટરોએ હા પાડી હોય અને 51 બેઠક આવે તો 10,000 રૂપિયા પંટરોને મળે છે અને જો ના આવે તો 10,000 બુકીને મળે છે.

image soucre

આ સાથે જ ફાયદાની વાત કરતાં તેણે કહ્યું કે પહેલાં ફોન વારંવાર કરવા પડતા હતા, પરંતુ હવે ઓનલાઈન સટ્ટામાં પહેલેથી જ પાસવર્ડ અને સાંકેતિક કોડવર્ડ આપી દેવામાં આવે છે. આ બધું જ પોલીસને નરી આંખે દેખાય છતાં તેની મીઠી નજર હેઠળ સટ્ટાકાંડ ચાલી રહ્યું છે. ત્યારે આ વાત તો દર વખતની થઈ, હજુ આ સટોડિયાઓનું કંઈ નથી થયું અને આ વખતે પણ ચૂંટણીમાં 1 હજાર કરોડનો સટ્ટો લાગી ચૂક્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ક્યારે આ વસ્તુ ગુજરાતમાંથી બંધ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ