ભગવાન ભોળાનાથનું એક એવું મંદિર, જ્યાં હિંદુઓની સાથોસાથ મુસલમાન પણ કરે છે પુજા

મિત્રો, આપણા હિન્દુ ધર્મમા પ્રભુ ભોળેનાથનો પોતાનો એક વિશેષ મહિમા છે. આખા દેશમા પ્રભુ ભોળેનાથના અનેકવિધ મંદિરો આવેલા છે. દેશના અનેકવિધ ભાગોમા બનાવવામા આવેલા આ મંદિરોમા પૂજા કે દર્શન માટે હિન્દુ ભક્તોનો એક વર્ષ સુધી નિરંતર ધસારો રહે છે.

image source

પરંતુ, આજે અમે તમને આપણા દેશમા આવેલા ભગવાન ભોલેનાથના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જ્યા હિન્દુઓ તેમજ મુસ્લિમો એકસાથે પૂજા કરવા જાય છે. તો ચાલો પ્રભુ શિવના આ અદ્ભુત મંદિરવિશે માહિતી મેળવીએ.

image source

ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામા સ્થિત આ મંદિર ગોરખપુર જિલ્લાથી ફક્ત ૨૫ કિલોમીટર દૂર આવેલું એક નગર છે. આ શહેરની નજીક એક કસબો ખજાની છે, આ કસ્બા ખજાની પાસે એક સરયા તિવારી નામનુ એક ગામ આવેલુ છે. આ ગામમા ભગવાન ભોલેનાથનુ એક અદ્ભુત શિવલિંગ આવેલુ છે, જે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોના લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે.

image source

આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશુ કે, ક્યા કારણોસર મુસ્લિમ લોકો શિવલિંગની પૂજા કરે છે? મુસ્લિમો આ શિવલિંગની પૂજા કરે છે, તેની પાછળનુ કારણ એક એ પણ છે કે, આ શિવલિંગ પર ઉર્દૂ ભાષામા એક કલામા ‘લ્યાલ્લાહ મોહમ્મદમદદુર રસુલુલ્લાહ’ લખવામા આવ્યુ છે.

image source

તેને ઇસ્લામનુ એક પવિત્ર વાક્ય માનવામાં આવે છે. શિવલિંગ પર આ વાક્ય કોતરેલુ હોવાથી રમજાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો પોતાના અલ્લાહની પૂજા કરવા માટે મંદિરની મુલાકાત લે છે. મહમૂદ ગજનવીએ કાલ્મા પર શિવલિંગ ખોદયુ હતુ.

image source

એવુ કહેવામા આવે છે કે, જે સમયે મહમૂદ ગજનવી ભારત પર આક્રમણ કરી રહ્યો હતો અને અહીના મંદિરોને લૂંટી રહ્યો હતો ત્યારે તે સમયે તે મંદિરથી પણ વાકેફ હતો.

અહીં પહોંચીને તેણે મંદિરની અંદર જઈને શિવલિંગને ઉખાડી ફેંકવાના અનેકવિધ પ્રયાસ કર્યા પરંતુ, ગજનવીની આખી સેના આ શિવલિંગને ઉખાડીને બહાર ફેંકવામા એકદમ નિષ્ફળ સાબિત થઇ કારણકે, તેની સેના જેટલુ ખોદીને તે શિવલિંગને બહાર લાવવાનો પ્રયાસ કરી રહી હતી તેટલી જ તે શિવલિંગ વધતી ગઈ હતી.

image source

જ્યારે આ શિવલિંગને ઉખાડી ફેંકવામા નિષ્ફળતા મળી ત્યારે ગજનવીએ શિવલિંગ પર એક કાલ્મા લખી દીધી. આ અદ્ભુત શિવલિંગ પર કલામા લખવાનો મહમૂદ ગજનવીનો એકમાત્ર હેતુ એટલો જ હતો કે, હિન્દુ સમુદાય આ શિવલિંગની પૂજા કરી શકે નહિ પરંતુ, હાલ પ્રવર્તમાન સમયમા આ શિવલિંગ એ લોકો માટે કોમી એકતાનુ ઉદાહરણ બની ચુક્યુ છે. ખરેખર, જો તમે ક્યારેય પણ ઉતરપ્રદેશની મુલાકાતે જાવ તો આ ભવ્ય અને દિવ્ય મંદિરના દર્શનની તકને ચૂકશો નહિ, ધન્યવાદ!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ