ભારતમાં જોરદાર લોન્ચ થશે આ 7 સીટર કાર, જો તમે લેવાનું પ્લાનિંગ કરતા હોવ તો આ કાર પર કરી લો એક નજર

જો તમારો પરિવાર મોટો છે અને તમે સહપરિવાર ક્યાંક બહાર ફરવા જવા ઈચ્છો છો તો તમારી હેચબેક કે નાની કારમાં જગ્યાની ભારે અછત ઉભી થશે. જો તમે એક એવી કાર લેવાનું વિચારી રહ્યા હોય જેમાં આખો પરિવાર એક સાથે બેસી શકે તો તમારા માટે આ આર્ટિકલ ઉપયોગી બની શકે છે. ભારતીય માર્કેટમાં ફેમિલી કારોની માંગ આમ પણ વધુ છે અને છેલ્લા કેટલાક સમયમાં ફેમિલી કારોના વેંચાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ભારતીય માર્કેટમાં એસયુવી સેંગમેન્ટમાં પગ જમાવવા વિવિધ કંપનીઓએ પોતાની એસયુવી કારો લોન્ચ કરી છે. સાથે જ ગ્રાહકોની માંગણી મુજબ ઓટો કાર કંપનીઓ 6 સીટર અને 7 સીટર મોડલ પણ રજૂ કરી રહી છે. અહીં અમે તમને આવી જ 6 સીટર અને 7 સીટર કારો વિશે માહિતી આપી રહ્યા છીએ જે નજીકના ભવિષ્યમાં જ ભારતમાં લોન્ચ થનાર છે.

Tata Safari 2021

image source

ઘરેલુ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે 2021 ટાટા સફારીની તૈયાર થયેલી પહેલી યુનિટને તાજેતરમાં જ રોલઆઉટ કરી છે. એક ફ્લેગ ઓફ કાર્યક્રમમાં પહેલી સફારી કાર કંપનીના પુણે સ્થિત પ્લાન્ટ લાઈનમાંથી બહાર આવી હતી. કંપની આ મહિનાના અંતે 2021 ટાટા સફારી એસયુવીને ઔપચારિક રીતે લોન્ચ કરશે. ટાટા મોટર્સ દ્વારા જણાવાયું હતું કે નવી સફારી એસયુવી માટે જલ્દી જ બુકીંગ શરૂ કરવામાં આવશે. નવી 2021 ટાટા સફારીમાં ટાટાનક એવોર્ડ વિનિંગ ઈંપેક્ટ 2.0 ડિઝાઇન લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવી સફારી એસયુવીને પહેલા ગ્રેવીટાસ કોડનેમ અપાયું હતું અને ગયા વર્ષે આયોજીત ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.

ન્યુ જનરેશન મહિન્દ્રા XUV500

image source

એમજી હેકટર, ટાટા સફારી અને હ્યુન્ડાઇ ક્રેટા તથા કીઆ સેલ્ટોસ જેવા ઘણા કિફાયતી વિકલ્પો રજૂ કરવાની સાથે જ XUV 500 મોડલ હવે જૂનું લાગવા લાગ્યું હતું. એટલા માટે મહિન્દ્રાને પોતાની આ કારને અપડેટ કરવાની જરૂર પડી. હવે કાર કંપની આગામી મહિનાઓમાં દેશમાં એક નવી એસયુવી માટે ન્યુ જનરેશન મોડલ લાવવાની તૈયારીમાં છે.

Hyundai Creta

image source

દક્ષિણ કોરિયાઈ ઓટોમોબાઇલ નિર્માતા હ્યુન્ડાઇ મોટર્સની ઓલ ન્યુ 7 સીટર હ્યુન્ડાઇ ક્રેટા એસયુવીની છેલ્લા કેટલાય સમયથી રાહ જોવાઈ રહી છે. આ હ્યુન્ડાઇની બહુપ્રતીક્ષિત કાર પૈકી એક છે જેની કાર પ્રેમીઓ ઘણા સમયથી વાટ જોઈ રહ્યા છે. આ એસયુવીને ટેસ્ટિંગ દરમિયાન ભારતમાં પહેલી વખત 2020 માં જોવામાં આવી હતી. હવે ફરી એક વખત આ 7 સીટર એસયુવી ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. કંપની 2021 માં પોતાની આ 3 લાઈન એસયુવીનો ગ્લોબલ ડેબ્યુ કરી શકે છે. હ્યુન્ડાઇએ તાજેતરમાં જ ભારતમાં અલકાઝાર નામનો ટ્રેડમાર્ક કરાવ્યો છે. આ હ્યુન્ડાઇની નવી એસયુવીનું સત્તાવાર નામ પણ હોઈ શકે છે.

Tata Hexa BS6

image source

ટાટા મોટર્સે હેકસા બીએસ 6 વર્ઝનને હેકસા સફારી એડિશનના સ્વરૂપે 2020 ના ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. કંપની આ એસયુવીને 2020 માં જ લોન્ચ કરવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેનું લોન્ચિંગ નહોતું કરાયું. હવે આ અપડેટેડ ક્રોસઓવર એમપીવીને કંપની 2021 માં લોન્ચ કરી શકે છે.

ન્યુ જનરેશન મહિન્દ્રા સ્કોર્પિયો

image source

મહિન્દ્રા સ્કોર્પિયો એસયુવી કાર લાંબા સમયથી જેનેરેશનલ અપડેટની રાહ જોઈ રહી છે. હવે એવું લાગી રહ્યું છે કે મહિન્દ્રા એસયુવી માટે એક ન્યુ જનરેશન મોડલ રજૂ કરવાની તૈયારીમાં છે. કંપની તેને 2021 ના મધ્ય સુધીમાં લોન્ચ કરી શકે છે. ન્યુ જનરેશન XUV 500 ની જેમ આવનારી નેક્સ્ટ જેનરેશન સ્કોર્પિયોને અનેક વખત ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે જો કે તે સમયે તે પુરી રીતે ઢાંકેલી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ