ગુજરાતમાં અહીં ફરવા જતા પર્યટકો સાવધાન, પ્રશાસને લાગુ કર્યો છે આ નવો નિયમ, ભૂલ કરી તો ખિસ્સુ થઇ જશે ખાલી

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વર્તી રહ્યો છે. આ ઉપરાંત રજાના દિવસોમાં ઘણા લોકો ફરવા પણ ગયા છે. દિવાળી પર દીવમાં ફરવા જવાનો લોકોને વધુ ક્રેઝ છે. ત્યાં દર વર્ષે મોટી સંખ્યમાં લોકો એકઠા થતા હોય છે. જો કે આ વર્ષે કોરોનાના કહેરના કારણે તંત્રએ કેટલાક નિયમો કડક કર્યા છે.

image source

દીવ પ્રવાસને માસ્ક ન પહેરવાનો દંડ 4 ગણો વધારી દીધો છે. નોંધનિય છે કે માત્ર બે દિવસ પહેલા દીવ કલેક્ટરે શહેર કોરોનાં મુક્ત જાહેર કર્યું હતું. દીવમાં આવતા પ્રવાસીઓ માસ્ક વગર ફરતા જોવા મળતા દીવ પ્રસાશને માસ્ક ન પહેરવા બદલ કરાતો દંડ વધારી દીધો છે. જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે. નોંધનિય છે કે દીવમાં મોટી સંખ્યમાં લોકો રજાઓમાં ફરવા આવે છે. જેને લઈને સંક્રમણ ન ફેલા તે માટે તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે.

નાગવા બીચ અને કિલ્લા પર પર્યટકોની મોટી ભીડ જામે છે

image source

દીવમાં આવેલ નાગવા બીચ અને કિલ્લા પર પર્યટકોની મોટી ભીડ જામે છે. આ દરમિયાન ઘણી વાર સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી ઉપરાંત ઘણા લોકો માસ્ક પણ પહેરતા નથી હોતા.

image source

જેના કારણે સંક્રમણ ફેલાવાનો ખતરો વધુ રહે છે. અત્યાર સુધી માસ્ક વિના ફરતા લોકોને 100 રૂપિયા દંડ ફટકારવામાં આવતો હતો. પરંતુ હવેથી તે દંડની રકમ વધારી 500 રૂપિયા કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો

image source

આ નિયમ લાગુ કરતા જ આજે અનેક લોકોને પોલીસે દંડ ફટકારી માસ્ક અંગેના કાયદાનું ભાન કરાવ્યું છે. મોટા ભાગના મુખ્ય રોડનાં સર્કલ પર દીવ પોલીસને તૈનાત કરી ચેકીંગ હાથ ધરાયુ છે. દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયુ લાદવામાં આવ્યો છે જેનો આજે બીજા દિવસે પણ કડક રીતે અમલ કરવામાં આવ્યો હતો. સીએમ રૂપાણીએ કાલે જાહેરાત કરી છે કે હાલમાં રાજ્યમાં મુખ્ય ચાર શહેરમાં માત્ર રાત્રી દરમિયાન જ કર્ફ્યૂ રહેશે. ઉપરાંત તેમણે યુવાનોને પણ ખાસ અપીલ કરી કે તેઓ બીનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,495 લોકો થયા સંક્રમિત

image source

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪૯૫ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૧,૯૭,૪૧૨ થયો છે. ગુજરાતમાં હાલ ૧૩૬૦૦ એક્ટિવ કેસ છે જ્યારે ૯૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા, જે ૫ ઓક્ટોબર બાદ સૌથી ઊંચો દૈનિક મરણાંક છે. અત્યારસુધી કુલ ૩૮૫૯ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂક્યા છે.

અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૭૩૦૯

image soucre

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૩૦૦થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૩૧૮-ગ્રામ્યમાંથી ૨૩ એમ ૩૪૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૭૩૦૯ છે. નવેમ્બરના ૨૨ દિવસમાં જ અમદાવાદમાં કોરોનાના ૪૭૯૫ કેસ નોંધાયેલા છે. સુરત શહેરમાં ૨૧૩-ગ્રામ્યમાં ૫૩ એમ ૨૬૬ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૧૪૦૩ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ