એક દીપડો પાણી પી રહ્યો હતો, અને બીજા દીપડાએ પાછળથી આવીને તેને ડરાવી મુક્યો, ખાસ જોજો આ ફની વિડીયો

તમે પણ ક્યારેક તમારા મિત્રો સાથે અથવા તમારા મિત્રોએ તમારી સાથે આવી કોઈક રમુજી હરકત કરી જ હશે જેમાં તમને તેમણે કે તમે તેમને ડરાવી મુક્યા હોય. અને પછી તેના ધબકારા વધી જતા હોય છે. આવી જ એક હરકત એક દીપડાએ પણ પોતાના સાથી દીપડા સાથે કરી છે. હા, તમને આ સાંભળીને આશ્ચર્ય થશે પણ આ સત્ય ઘટના છે. જેનો એક વિડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો ઝછે. રાત્રીનો સમય છે અને દીપડો પાણી પી રહ્યો છે. અને પાછળથી બીજો દીપડો આવીને તેને ગભરાવી મુકે છે.

image source

આ વિડિયો ટ્વીટર પર પરવીન કસ્વાન નામના આઈએફએસ અધિકારીએ શેર કરી છે. તેમણે આ વિડિયો ટ્વિટ કરતા લખ્યું છે, ‘રાતના સમયે જંગમલાં આ કામ કરે છે આ’ આ વિડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધી છે. અને તેને હજારો લાઇક્સ પણ અત્યાર સુધીમાં મળી ગઈ છે. વિડિયોમાં જોઈ શકાય છે કે એક દીપડો પાણી પી રહ્યો છે અને પાછળથી બીજો એક દીપડો આવે છે. તેના અચાનક આવવાથી પાણી પી રહેલો દીપડો અચાનક ડરી જાય છે અને કોઈ વિજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ ઉછળી પડે છે અને ત્યાંથી ભાગી જાય છે અને તેની સાથે સાથે બીજો દીપડો પણ જ્યાંથી આવ્યો હતો ત્યાં ભાગી જાય છે. આમ બન્ને દીપડા એકબીજાથી ગભરાઈ જાય છે અને ત્યાંથી ભાગી જાય છે.

ઘણા બધા યુઝર્સને આ વિડિયો ખૂબ પસંદ આવી છે. અહીં સુધી કે કેટલાકે તો પાછળ સતત ઝબકારા મારી રહેલી લાઇટ્સ વિષે પણ પુછ્યું હતું અને કેટલાકે તેને કેમેરા ટ્રેપ કહ્યો. જો કે કેટલાક યુઝર્સે એ પણ કહ્યું કે માણસો જાનવરોની જગ્યાઓને ખાલી છોડતા જ નથી. કેમેરા લગાવીને શોટ લેવો તે પણ માણસની દખલગીરી જ કહેવાય.


એક યુઝરે આ વિડિયો પર કમેન્ટ કરતા લખ્યું હતું કે આજે તો દીપડો મરી જ ગયો સમજો. તો વળી બીજાએ લખ્યું છે કે બીલાડી નાની હોય કે મોટી તે રહેવાની તો બીલાડી જ.

તો વળી કેટલાક યુઝર્સને આ વિડિયો ખૂબ ફની લાગ્યો. સામાન્ય રીતે જંગલોમાં ખૂંખાર લાગતી આ બીલાડીઓ પણ માણસની જેમ ગભરાઈ જતી હોય છે અને જ્યાં તેમને લાગ્યું કે જીવનું જોખમ છે ત્યાં પૂછડી ઉંચી કરીને ચીલ ઝડપે ભાગી જાય છે.

સતત ચાલુ રહેતી ફ્લેશ લાઇટ્સથી તે બીલાડીઓ ટેવાઈ ગઈ લાગે છે પણ જેવો જ પાછળથી કોઈ સળવળાટ આવ્યો કે તરત જ પેલા દીપડાનો જીવ ઉંચો થઈ ગયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ