સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની રસીને લઇને આવ્યા સારા સમાચાર, જે જાણીને તમને પણ થશે હાંશકારો

લગભગ એક વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની મહામારી વિરુદ્ધ વેક્સિન ક્યારે આવશે, તેના પર લોકોની નજર ટકેલી છે. અને લોકો એ પણ જાણવા માગે છે કે અસરકારક અને સુરક્ષિત વેક્સીનની કીંમત કેટલી હશે.

image source

અમેરિકન ફાર્માકંપની મોડર્ના ઇન્ક (Moderna Inc)એ જણાવ્યું કે તેમની કોરોના વાયરસ વેક્સિન માટે સરકારોને એક ખોરાકની કીંમત 25થી 37 ડોલર આપવાની રહેશે. સરકારો જેટલા પ્રમાણમાં વેક્સીનનો ઓર્ડર આપશે. કીમત પણ તેના આધાર પર જ નક્કી થશે. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓએફિસર સ્ટેફન બેંસલે આ જાણકારી આપી છે. તેની સાથે સાથે તેમણે કહ્યું છે કે વેક્સીનની કીંમત ફ્લૂના શોટ જેટલી જ હશે જે 10થી 50 ડૉલર વચ્ચે હશે.

યુરોપિયન કમીશન સાથે વાત

image source

વેક્સિન માટે યુરોપિયન કમીશન મોડર્ના સાથે ડીલ કરવા માગે છે. લાખો વેક્સિન્સ માટે 25 ડૉલરથી ઓછી કીંમત પર ખરીદીને લઈ ડીલ કરવામા આવી રહી છે. બેંસલે જણાવ્યું કે હજુ સુધી કશું જ ફાઇનલ નથી થયું પણ વાતચીત ચાલુ છે. તેમણે ક્હુયં કે કંપની યુરોપમાં ડિલિવર કરવા માગે છે અને સકારાત્મક દિશામા વાતચીત ચાલી રહી છે. બન્ને વચ્ચે જુલાઈથી ડીલ પર વાત ચાલી રહી છે.

સૌથી વધારે અસરકારક

image source

આ પહેલાં મોડર્નાએ જણાવ્યું હતું કે તેમની વેક્સિન કેવિડ-19ને રોકવામાં 94.5 ટકા અસરકારક છે. છેલ્લા સ્ટેજના ક્લિનિકલ ટ્રાયલમાં મળેલા અંતરિમ ડેટાના આધાર પર આ જાહેરાત કરવામા આવી હતી. મોડર્ના ઉપરાંત માત્ર Pfizer આટલા સફળ પરિણામ આપ્યા છે. મોડર્નાની વેક્સીન પણ તે જ mRNA ટેકનીક પર આધારિત છે જેના પર Pfizerની વેક્સિન છે. યુવાનોની સાથે સાથે વધારે ઉંમરના લોકોમાં મોડર્નાની વેક્સીને એન્ટી બોડી ઉત્પન્ન કર્યા છે જેમણે વાયરસ વિરુદ્ધ એક્શન લીધા છે.

Pfizer એ માગ્યું એફડીએ એપ્રુવલ

pfizer-fda-
image source

પોતાની કોરોના વાયરસ વેક્સીનને ઇમર્જન્સીમાં ઉપયોગમાં લેવાની પરવાનગી માટે Pfizer એ અમેરિકાના નિયામક પ્રાધિકરણને આવેદન આપ્યું છે. માનવામા આવે છે કે આ પ્રક્રિયા પૂરી થાય પછીના મહિને મર્યાદિત સંખ્યામાં વેક્સીનને તૈયાર કરવામા આવશે. કંપનીએ કહ્યું છે કે વાયરસથી સુરક્ષાની સાથે સાથે ગંભીર સાઇડ ઇફેક્ટ ન થવાથી વેક્સીનના ઉપયોગ માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની પરવાગની માટે આવેદન કરી શકે છે. ત્યાર બાદ તેની ફાઇનલ ટેસ્ટિંગ પણ કરી શકાય છે.

ક્રિસ્મસ સુધી આવશે ઓક્સફર્ડની વેક્સીન ?

image source

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને AstraSEnecaના વેક્સીન ટ્રાયલના લીડર પ્રોફેસર એન્ડ્રુ પોલાર્ડનું કેહવું છે કે તેમની ટીમને આશા છે કે ક્રિસમસ સુધી વેક્સીનની મંજૂરી મળી જશે. તેમનું કહેવું છે કે આ વેક્સિન Pfizerથી 10 ગણી સસ્તી હશે. વાસ્તવમાં Pfizerની વેક્સીનને -70 ડિગ્રીસેલ્સિયસના તાપમાન પર રાખવી પડશે અને કેટલાક અઠવાડિયાના અંતરે બે ઇન્જેક્શન લગાવવાના રહેશે જ્યારે ઓક્સફર્ડની વેક્સીનને ફ્રીજના તાપમાન પર રાખી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ