કોરોનાના કકળાટ વચ્ચે ગુજજુ માટે સારા સમાચાર, આ સેક્ટરમાં નોકરી માટે છે ઉત્તમ તક, જાણી લો ફાયદાની વાત

સામાન્ય રીતે નવું વર્ષ શરૂ થાય એટલે મેસેજ આવે કે આ વર્ષ તમારા માટે સારુ રહે અને તમે આગળ વધી સફળતાના શિખસો સર કરો. તો આ વર્ષનો આ મેસેજ ઘણા લોકો માટે સાચો સાબિત થઈ શકે છે. કારણ કે નવા વર્ષની શરૂઆતમાં જ સારા સમાચાર એ છે કે ગુજરાતની ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ઇન્ડસ્ટ્રીમાં આવનારા 6-8 મહિનામાં અંદાજે 30,000-35,000 નવી નોકરી ઊભી થઈ શકે છે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ગેસિયા, IT એસોસિયેશ)ના ચેરમેન મૌલિક ભણસાલીએ જણાવ્યું હતું કે ભારતમાં ધીમે ધીમે કામ વધ્યું છે અને હવે વેસ્ટર્ન દેશોમાંથી પણ જાન્યુઆરીથી કામ આવવાનું શરુ થશે.

IMAGE SOUCRE

આગળ વાત કરી કે આ બધી હાલની પરિસ્થિતિઓને જોતાં આવનારા દિવસોમાં IT સેક્ટરમાં કંપનીઓએ જે રિક્રૂટમેન્ટ હોલ્ટ પર રાખ્યું હતું એ હવે ધીમે ધીમે શરૂ કરી રહ્યા છે. આવતા વર્ષે માર્ચ-એપ્રિલ સુધીમાં જોબનો રેટ 10-15% વધી શકે છે. તો આ સાથે જ દેવ ઇન્ફોકોમના સીએમડી જૈમિન શાહે જણાવ્યું હતું કે અમેરિકામાં હાલમાં જ ચૂંટણી પૂરી થઈ છે અને ત્યાંથી કેટલો અને કેવો બિઝનેસ આવશે એ જાન્યુઆરી સુધીમાં સ્પષ્ટ થશે. મોટા ભાગની કંપનીઓ હાયરિંગ તો કરશે, પણ આવતા કેલેન્ડર વર્ષમાં. ત્યાર બાદ ગ્રોથ વધારવા પર IT કંપનીઓનું ફોકસ

IMAGE SOUCRE

મૌલિક ભણસાલીએ કહ્યું હતું કે, અત્યારસુધી કંપનીઓએ એમ્પ્લોયી પાસેથી ઘરેથી કામ કરાવી પોતાના વ્યવસાયને ટકાવી રાખ્યો છે, પરંતુ જે રીતે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે એને જોતાં IT કંપનીઓનું ફોકસ હવે ગ્રોથ કેમ કરવો એના પર છે. પશ્ચિમી દેશોમાં ડિસેમ્બરમાં ફાઇનાન્સિયલ વર્ષ પૂરું થશે અને જાન્યુઆરીથી નવાં કામના બજેટિંગ પણ થશે. આમાંથી ઘણું કામ ભારતમાં આવવાની શક્યતા છે

IMAGE SOUCRE

સારા સમાચાર આપતાં રિક્રૂટમેન્ટ એજન્સી પોસ્ટ અ રિઝયુમના ફાઉન્ડ અને બિઝનેસ હેડ વિપુલ માળીએ જણાવ્યું હતું કે IT અને એની સાથે સંકળાયેલાં સેક્ટર્સ તરફથી નવી ભરતી વધી રહી છે. અમારી પાસે જે કંપનીઓની ડિમાન્ડ આવે છે એમાંથી 40% આવી કંપનીઓ તરફથી હોય છે. કોરોના અને લોકડાઉન બાદ તમામ ક્ષેત્રની કંપની પોતાના સોફ્ટવેર, વેબસાઈટ અને મોબાઇલ એપ અપગ્રેડ કરી રહી છે અથવા તો નવી બનાવી રહી છે. આવી સ્થિતિમાં IT સેક્ટરમાં કામ ઘણું વધ્યું છે. નવા સંજોગો ઊભા થયા છે તેના લીધે કંપનીઓ પોતાનું IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરી રહ્યા છે, એને કારણે આ સેક્ટરમાં આવનારા દિવસોમાં મોટા પ્રમાણમાં જોબ ક્રિએશન આવશે.

IMAGE SOUCRE

સિગ્નેટ ઇન્ફોટેકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેજીન્દર ઓબેરોયે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ ઉદ્યોગમાં અંદાજે 3 લાખ લોકો કામ કરી રહ્યા છે. લોકડાઉન શરૂ થયું ત્યારે ગુજરાતમાં આવેલી 3000થી વધુ કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું હતું. માર્ચમાં લગભગ 2.25 લાખ લોકો ઘરેથી કામ કરતા થયા હતા અને આજની તારીખે 90% જેટલો સ્ટાફ એટલે કે અંદાજે 3.5 લાખથી વધુ લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકારની પોલિસીમાં ચેન્જ આવ્યા છે, જેનાથી BPOનું કામ કરતી કંપનીઓને ફાયદો થયો છે. હવે વર્ક ફ્રોમ હોમના કોન્સેપ્ટ અંગે સરકાર પણ વિચારી રહી છે. જરૂરી નથી કે કામ કરવા મોટા શહેરમાં આવવું, હવેના સમયમાં ગમે ત્યાંથી કામ થઇ શકે છે એટલે નાના સેન્ટરમાંથી પણ નિમણૂક થઈ શકે છે.

IMAGE SOUCRE

IT સેક્ટર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં અમેરિકા સહિતના દેશોમાંથી કામ આવવાની શરૂઆત થશે. કંપનીઓને આશા છે કે આવનારા દિવસોમાં કામ જરૂરથી વધશે અને એ જોતાં અત્યારે કંપનીઓએ અટકી પડેલી ઇન્ક્રિમેન્ટ સાઈકલ ફરી શરૂ કરી છે, જે કોરોનાને કારણે અટકી પડી હતી. પેમેન્ટના ઈશ્યુને કારણે ઘણી IT કંપનીઓએ પગારવધારો અટકાવી દીધો હતો, હવે તેઓ ફરી સેલરી રિવ્યુ કરી રહી છે. ત્ચારે હવે જોવાનું એ રહ્યું કે કયા કયા સેક્ટરમાં નોકરીની જગ્યાઓ ખાલી થાય છે અને લોકોને કેટલો લાભ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ