ગુજરાતમાં સસ્તું શોધવાની લાલચે વધ્યું કોરોનાનું સંક્રમણ, ગુજરાતીઓ સમજી લો આ સીધું ગણિત, નહિં તો કોરોના લઇ લેશે તમારો જીવ

અમુક વખતે લોકો કઈ દિશામાં વિચારે એ સમજવું જ ભારે થઈ જતું હોય છે. કારણ કે સીધું ગણિત હોય છતાં લોકો આડા રસ્તે જતા જોવા મળે છે અને જેના કારણે બધાને ભોગવવાનો વારો આવે છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છેવ કે એક તરફ રાજ્યમાં કોરોના-બોમ્બ ફૂટી રહ્યો છે ત્યારે બીજી તરફ હજુ પણ લોકો બેદરકારીપૂર્વક રોડ-બજારોમાં ફરી રહ્યા છે. તો બીજી તરફ સંક્રમણને અટકાવવા માટે અમદાવાદમાં શનિવાર અને રવિવાર બે દિવસનો કરફ્યુ પણ લાદવામાં આવ્યો હતો. પરંતુ સોમવારે સવારે 6 વાગે બધું ખૂલતાં જ ફરી માર્કેટ તેમજ રોડ-રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી, જેને કારણે ટ્રાફિકજામ જેવી સ્થિતિઓ પણ જોવા મળી હતી.

image soucre

પરંતુ એક વાતની કોઈનું ભાન નથી કે જો આ પ્રકારે લોકો કામ વગર ભીડ જમાવશે તો સંક્રમણ અટકવાને બદલે હાલ કરતાં પણ ડબલ ગતિએ વધી શકે છે. લોકોને શાકભાજી તેમજ અન્ય જરૂરી વસ્તુઓ ઘરઆંગણે મળતી હોવા છતાં 5-10 રૂપિયાની બચતની લાલચે મોટાં બજારોમાં ભીડ કરતા હોય છે અને કોરોનાને ફેલાવવાનું કામ કરતાં હોય છે. તમામ પ્રકારની જીવનજરૂરિયાત વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી જતી હોવા છતાં લોકો સસ્તાની લાલચમાં બજારમાં ભીડ જમાવે છે.

image soucre

જો આપણે અમદાવાદના જમાલપુર તેમજ કાલુપુરના શાકભાજી માર્કેટની ગઈ કાલની જ વાત કરીએ તો કંઈક એવા સીન જોવા મળ્યાં હતાં કે કોરોના જાણે અમદાવાદમાંથી જતો રહ્યો છે. ત્યાં વહેલી સવારથી કરફ્યુ ખૂલતાંની સાથે જ લોકોએ ભીડ કરી ટ્રાફિકજામની સ્થિતિ સર્જી નાખી હતી, સાથે જ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો.

image soucre

જો સરકારી સિવાય ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો એક દિવસનો ખર્ચ વિશે વાત કરીએ તો 12,000થી 21,000 હજારની આસપાસ છે. આ રકમ સામાન્ય પરિવારમાં 5 ગણી થાય છે. હાલમાં અમદાવાદની સાથે વડોદરા, રાજકોટ તેમજ સુરત જેવાં શહેરોમાં પણ કરફ્યુનો સમય પૂર્ણ થતાં જ લોકો બજારોમાં બેદરકારીપૂર્વક રખડતા જોવા મળે છે. વડોદરાના એપીએમસી માર્કેટમાં પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતા જોવા મળ્યા હતા.

એક સારા સમાચાર પણ છે

image soucre

ઉલ્લેખનીય છે કે, હાલમાંગુજરાતમાં કોરોના વાયરસે માઝા મુકી છે. કોરોનાની બીજી લહેરે રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો છે. જોકે આ સ્થિતિમાં ગુજરાત માટે સારા સમાચાર છે. આગામી 1 અને 2 કે દિવસમાં અમદાવાદના સોલા સિવિલ ખાતે કોરોના વેક્સિન ટ્રાયલ માટે આવવા જઈ રહી છે.

image soucre

કોરોના વાયરસના જીવલેણ રોગચાળાથી લોકોને બચાવવા માટે રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની ભારત બાયોટેક કંપનીએ કો-વેક્સિન તૈયાર કરી છે જેને સોલા સિવિલ ખાતે લવાશે. પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ માટે આ વેક્સિન મુકાશે. જે માટે હોસ્પિટલ તંત્રએ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ પણ શોધી લીધા છે. આ સંદર્ભે આજે બપોરે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક પણ યોજાવાની છે.

image soucre

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1487 કેસ નોંધાયા છે. 1234 દર્દીઓ રિકવર થયા છે..તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 17 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 13 જ્યારે મોરબી, રાજકોટ, સુરત અને વડોદરામાં 1-1 દર્દીના મોત થયા છે. તો અત્યાર સુધીમાં કુલ 3876 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં 89 લોકોની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામા આવી રહી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો 13836 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ