દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન Tejas Expressને કરી દેવામાં આવી બંધ, સામે આવ્યું આ મોટું કારણ

image soucre

હાલમાં જ સરકારનો નિર્ણય આવ્યો કે 2023માં ભારતમાં પ્રાઈવેટ ટ્રેન શરૂ થશે. ત્યારે હવે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. દેશની પહેલી પ્રાઈવેટ પ્લેયર ઓપરેટેડ ટ્રેન તેજસ એક્સપ્રેસને ભારતીય રેલવે (IRCTC)એ બંધ કરવાનો પ્લાન કરી દીધો છે. IRCTCએ લખનૌથી નવી દિલ્હીની વચ્ચે ચલાવવામાં આવી રહેલી તેજસ એક્સપ્રેસ(82501/82502) ની સર્વિસને 23 નવેમ્બર 2020થી બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

image soucre

તો વળી અમદાવાદથી મુંબઈની વચ્ચે ચલાવવામાં આવી રહેલી (82901/82902) તેજસ એક્સપ્રેસની સર્વિસને 24 નવેમ્બર 2020 સુધી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. એક એવી માહિતી સામે એવી રહી છે કે કોરોના કાળમાં તેજસ એક્સપ્રેસને પ્રવાસીઓ મળતા નથી જેના કારણે IRCTCએ ટ્રેનને કેન્સલ કરવાનું એલાન કર્યુ હતું. આ ટ્રેનોમાં કુલ 736 સીટો છે. કોરોનામાં ટ્રેનો 50થી 80 ટકા ભરાઈને ચાલતી હતી. ત્યારે આ ટ્રેન 25થી 40 ટકા ભરાતી હતી.

image soucre

તો આ તરફ IRCTCના પશ્ચિમ ઝોનનાં જનરલ મેનેજર રાહુલ હિમાલયાને કહ્યું કે આ ટુર પેકેજના રેટનું એલાન ડિસેમ્બરમાં કરવામાં આવશે. આ પેકેજ માટે એક પ્રવાસીએ લગભગ 2 હજાર રુપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. IRCTC બે પ્રકારના પેકેજ ઓફર કરશે. જેમાં ટુર પેકેજ અને બીજું 4 રાત અને 5 દિવસનું રહેશે. આ ટુર પેકેજમાં પ્રવાસીઓને વડોદરા અને અમદાવાદની ઐતિહાસિક અને સાસ્કૃતિક જગ્યાઓ પર ફરવા લઈ જવામાં આવશે. આ પેકેજમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પણ બતાવવામાં આવશે.

image source

આ મામલે RCTCના પ્રવક્તા સિદ્ધાર્થ સિંહના જણાવ્યું કે તેજસ એક્સપ્રેસની સર્વિસને હાલમાં બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થતા આ ટ્રનોની સર્વિસ ફરી શરુ કરવામાં આવશે. કોરોના અને લોકડાઉનને કારણે લગભગ 7 મહિના સુધી ટ્રેન સર્વિસ રદ્દ થયા બાદ 17 ઓક્ટોબરે મુંબઈ અમદાવાદની વચ્ચે આને ફરી શરુ કરવામાં આવી હતી. પરંતુ તેજસ એક્સપ્રેસ પ્રત્યે પ્રવાસીઓને આકર્ષવા માટે IRCTC અમદાવાદ અને મુંબઈની વચ્ચે ચાલતી તેજસમાં ટુર પેકેજનું એલાન કરી શકે છે.

image soucre

ઉલ્લેખનીય છે કે, રેલવેમાં પણ હવે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દેશની પ્રાઈવેટ ટ્રેન ‘તેજસ એક્સપ્રેસ’ અમદાવાદ-મુંબઈ વચ્ચે નવેમ્બરથી શરૂ થઈ હતી. આ ટ્રેનનું ભાડું ડાયનામિક હતું. એટલે કે જેમ જેમ ટિકિટ બુક થશે તેમ તેમ ટિકિટની કિંમત વધતી જશે. તેજસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે સવારે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ 1.10 વાગ્યે બપોરે પહોંચશે. તે મુંબઈ સેન્ટ્રલથી 3.40 વાગ્યે બપોરે ઉપડશે અને અમદાવાદ 9.55 વાગ્યે સાંજે પહોંચશે. આ અંગે આઈઆરસીટીસીના જનરલ મેનેજર રાજેશ રાણાએ જણાવ્યું છે કે, આ ટ્રેનમાં કુલ 10 કોચ રહેશે જેમાં 9 એસી ચેર કાર કોચ અને 1 એક્ઝિક્યૂટિવ કોચ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ