લ્યો બોલો! હજુ કોરોનાની રસી આવી નથી ત્યાં આ કંપનીએ જાહેર કરી દીધુ જોરદાર ‘વેક્સિન પેકેજ’, જેમાં મળે છે આટલા બધા દિવસ અમેરિકામાં રહેવાનો મોકો પણ

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. હજુ કોરોનાની કોઈ વેક્સિન બજારમાં આવી નથી. પરંતુ તે પહેલા તેના નામે ધંધો શરૂ થઈ ગયો છે. મુંબઈની એક ટ્રાવેલ કંપનીએ ‘વેક્સિન ટૂરિઝમ’ શરૂ કરી દીધું છે. મુંબઈની એક ટ્રાવેલ કંપનીએ કોરોનાની રસી લેવા માટે એક ટૂર પેકેજ બહાર પાડ્યું છે, જે મુજબ જે કોઈ વ્યક્તિને કોરોનાની રસી લેવા માટે અમેરિકા જવું હશે તેને રૂ. 1.75 લાખના ખર્ચે રસીના ડોઝ સાથે અમેરિકામાં ચાર દિવસના રોકાણની ઓફર થશે. આ સમાચાર હાલમાં વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ત્રણ રાત અને ચાર દિવસનું રોકાણ

image soucre

તો બીજી તરફ આ ટ્રાવેલ કંપનીના ટીઝર મેસેજમાં લખ્યું છે, ‘Be among the first to get corona vaccine’(કોરોના વેક્સિન મેળવનારા લોકોમાં તમે પ્રથમ વ્યક્તિ બનો). વ્હોટ્સએપ પર ફરતા આ મેસેજમાં લખ્યું છે, ‘જેવી ફાઈઝર વેક્સિન અમેરિકામાં વેચાણ માટે રજૂ થશે (ટેન્ટેટિવ તારીખ 11 ડિસેમ્બર) તો અમે પસંદગીના કેટલાક વીવીઆઈપી ક્લાયન્ટ્સ માટે રસી ઉપલબ્ધ કરાવવા અમે તૈયાર છીએ. આ અનોખા ટૂર પેકેજમાં મુંબઈથી ન્યૂયોર્ક આવવા-જવાનું વિમાનભાડું પણ સામેલ છે. ઉપરાંત બ્રેકફાસ્ટ તથા એક વેક્સિન ડોઝ સાથે ત્રણ રાત અને ચાર દિવસનું રોકાણ સામેલ છે.

વ્હોટ્સએપ મેસેજમાં આપેલો કોન્ટેક્ટ નંબર સતત બીઝી આવી રહ્યો છે

image soucre

તો બીજી તરફ નવાઈ વાત એ છે કે આ વ્હોટ્સએપ મેસેજમાં આપેલો કોન્ટેક્ટ નંબર સતત બીઝી આવી રહ્યો હતો. ટ્રાવેલ કંપની દ્વારા એક ડિસ્ક્લેમર પણ મેસેજમાં મળે છે અને તેમાં જણાવાયું છે, ‘વેક્સિન ટૂરિઝમ’ વિકસાવી રહ્યા છીએ. અમારી પાસે કોઈ રસી નથી કે અમે રસી બનાવી રહ્યા નથી. અમે જે કંઈ વ્યવસ્થા કરીશું એ અમેરિકન કાયદાઓ અનુસાર રહેશે. અમે માત્ર તમારી જરૂરિયાત પૂરી કરીશું. હાલમાં કોઈ ટાઈમ ફ્રેમનું વચન આપતા નથી.

કોઈ એડવાન્સ કે ડિપોઝિટ નહિ

image soucre

આ અંગે તેમણે વધુમાં કહ્યું કે અમે કોઈ એડવાન્સ કે ડિપોઝિટ પણ લઈ રહ્યા નથી. અમે તમારા નામ, ઈ-મેલ, મોબાઈલ, વય, કોઈ શારીરિક સમસ્યા અને પાસપોર્ટ કોપી સાથે રજિસ્ટ્રેશન જ કરી રહ્યા છીએ. બાકીનું બધું જ કામ અમેરિકન હેલ્થ ડિપાર્ટમેન્ટની અધિકૃત મંજૂરી અનુસાર થશે. જ્યાં સુધી તેઓ અમેરિકન નાગરિકો સિવાયના લોકોને રસીના અધિકૃત વેચાણની ઘોષણા નહીં કરે ત્યાં સુધી અમે તમને રસી આપી શકીશું નહીં. આ મેસેજ પર હાલમાં મોટા પ્રમાણમાં લોકોનું ધ્યાન ખેચ્યું છે. કારણ કે આવુ વિશ્વમાં કદાચ પહેલીવાર જોવા મળ્યું છે કે હજુ રસી આવી નથી અને તેના નામે ધંધો શરૂ થઈ ગયો.

ગુજરાત માટે સારા સમાચાર

image soucre

કોરોનાના કહેર વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના અમદાવાદ શહેરની સોલા સિવિલ ખાતે વેક્સિન મુકાશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જેમાં આ વેક્સિન એક-બે દિવસમાં સોલા સિવિલ ખાતે ટ્રાયલ માટે આવશે. નોંધનીય છે કે આ કો-વેક્સિન સોલા સિવિલ ખાતે લાવવામાં આવશે. જેમાં પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ માટે આ વેક્સિન મુકાશે. જે માટે હોસ્પિટલ તંત્રએ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ આઇડેન્ટિફાય કર્યા છે. આ અંગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે બપોરે બેઠક પણ યોજાવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ