સત્સંગમાં ગયા અને આવી ગયો બ્રેઈન સ્ટ્રોક, આંખ, કિડની અને લીવરનું કરાયું દાન

ગુજરાતના સુરતમાં ‘અંગ દાન મહાદાન’ સૂત્રને સાર્થક બનાવવામાં આવ્યું છે. સુરત શહેરના ભુવા પરિવારે સમાજને નવી દિશા દર્શાવી ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. શહેરના સરથાણામાં રહેતા ધીરૂભાઇ કુરજીભાઇ ભુવાના પત્ની પ્રભાબેનની કિડની, લીવર અને આંખોના દાન દ્વારા પાંચ લોકોને નવું જીવન મળ્યું છે.

image source

જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દાદવા ગામના રહેવાસી ધીરૂભાઇ નિવૃત્ત કર્મચારી છે. જ્યારે તેમને બે પુત્ર છે જે જ્વેલરીનો ધંધો કરે છે. ધીરૂભાઇનાં પત્ની પ્રભાબેન ગત 1 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 5:00 કલાકે સોસાયટીમાં સત્સંગ કરતા હતા. તે સમયે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારે તેમને તુરંત વરાછાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અહીં તેમના અલગ અલગ ટેસ્ટ અને સીટી સ્કેન કરતાં જાણવા મળ્યું કે પ્રભાબેનને મગજ હેમરેજ થઈ ગયું છે. બીજા જ દિવસે તબીબોની ટીમે પ્રભાબેનને બ્રેન ડેડ જાહેર કર્યા હતા.

गुजरात: मौत के बाद भी महिला हो गई अमर, अंगदान कर 5 लोगों को दी नई जिंदगी की सौगात
image source

આ તકે પરિવારની સંમતિ બાદ ડોકટરોની ટીમે ડોનેટ લાઇફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક સાધ્યો અને તેમને પ્રભાબેન બ્રેન ડેડ હોય અને અંગ દાન કરવાની ઈચ્છા અંગે માહિતી આપી હતી. આ પછી ડોકટરોની એક ટીમ હોસ્પિટલ પહોંચી અને તેના પરિવારના સભ્યોને અંગ દાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું હતું કે જો આ અંગ દાન કરવામાં આવે તો પાંચ વ્યક્તિને જીવંત કરી શકાય છે અને પ્રભાબેનનાં દુ: ખદ અવસાન પછી પણ તેમની સ્મૃતિ અન્ય વ્યક્તિઓમાં જળવાઈ રહેશે.

image source

પ્રભાબેનનાં પુત્રોએ કહ્યું હતું કે, ” અમારી માતા ધાર્મિક સ્વભાવના હતા અને તેમનો એક પણ દિવસ સત્સંગમાં ગયા વિના પસાર થતો ન હતો “. જ્યારે પણ તેઓ અખબારમાં ઓર્ગન ડોનેશનના સમાચાર વાંચતા ત્યારે તે પણ આ વિશે ચર્ચા કરતા. તેમણે કહ્યું કે મૃત્યુ પછી શરીર બળીને રાખ થઈ જવાનું છે તેવામાં દરેક વ્યક્તિએ મૃત્યુ પછી અંગોનું દાન કરવું જોઈએ. આજે જ્યારે તે રહ્યા નથી તો તેમના અંગનું દાન કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

सूरत की प्रभाबेन ने मौत के बाद पांच लोगों को दी नई जिंदगी.
image source

પરીવારની સંમત્તિ બાદ પ્રભાબેનની આંખ, કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું છે. તેના કારણે અન્ય પાંચ વ્યક્તિને નવું જીવન મળ્યું છે. આ રીતે પ્રભાબેનના સંસ્મરણો અન્ય વ્યક્તિઓમાં જીવંત થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ